Skip to main content

Posts

Showing posts from April 5, 2018

'બાપુ' - 'ભાઈ'ની જોડીઃ આસારામ અને સલમાન રહેશે એક જ જેલમાં!

જોધપુર:  વીસ વર્ષ જૂના કાળિયારના શિકાર મામલે જોધપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આજે અભિનેતા સલમાન ખાન ને દોષી જાહેર કર્યો છે. આ મામલે સલમાનને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટથી સલમાનને સીધો જોધપુરની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ પણ સગીરા સાથે બળાત્કારના મામલે જોધપુરની જેલમાં છેલ્લાં 5 વર્ષથી સજા કાપી રહ્યા છે. તેઓ 2013થી જોધપુરની જેલમાં બંધ છે. જોધપુર જેલની બેરેક -1 માં સલમાન ખાનને રાખવામાં આવશે, જ્યારે આસારામ બાપુ બેરેક -2માં બંધ છે. બંને જેલમાં પાડોશીઓ બનશે.

અવિશ્વાસ પ્રસ્તાવ કોંગ્રેસે પરત ખેંચ્યો, બદલામાં જાણો નિતીન પટેલે શું આપ્યું

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલી મારામારી બાદ વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના બે ધારાસભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા, જેના વિરોધમાં કોંગ્રેસે અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી, જેને કારણે ભાજપના નેતાઓ પણ દોડતા થઈ ગયા હતા અને તેમણે સમાધાનનો રસ્તો કાઢીને સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોનું સસ્પેન્શન ઘટાડવાનો નિર્ણય લીધો છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિધાનસભાના જાણકાર સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, ધારાસભ્યોનું સસ્પેન્શન ત્રણ વર્ષથી ઘટાડીને આ સત્રના અંત સુધી કરવામાં આવશે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ પરત ખેંચી લેવામાં આવ્યો છે. એટલે ત્રણેય ધારાસભ્યોનું આ સત્રના અંત સુધીમાં સસ્પેન્શન રદ્દ થઈ જશે. આવતીકાલે બજેટ સત્રનો છેલ્લો દિવસ હોવાથી આવતીકાલથી ત્રણેય ધારાસભ્યોનું સસ્પેન્શન રદ્દ થઈ જશે. કોંગ્રેસના શૈલેષ પરમારે અવિશ્વાસ પ્રસ્તાવ પરત ખેંચી લીધો છે. સર્વાનુમતે પ્રસ્તાવને પરત ખેંચવાની વાત સામે આવી છે. ધારાસભ્યોના સસ્પેન્શન પરત ખેંચવા માટે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે દરખાસ્ત વિધાનસભા અઘ્યક્ષ સમક્ષ મૂકી છે. કોંગ્રેસે કહ્યું હતુ

ધારાસભ્યો માટે નવી ગાઈડ લાઈન: હવેથી 8 દિવસમાં પૂછી શકાશે માત્ર 3 સવાલ

ગુજરાત વિધાનભાના પ્રથમ સત્ર દરમિયાન ધારાસભ્યો વચ્ચે થયેલી છૂટા હાથની મારામારી બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મામલાનો નિવેડો લાવવામાં આવ્યો અને ઘી ખીચડીમાં જ પડ્યું રહ્યું ત્યારે સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ નવો ફણગો ફોડ્યો છે. ધારાસભ્યો માટે નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવતા નવેસરથી વિવાદ થવાની શક્યતા નકારી શકાતી નથી.  સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ નવી ગાઈડ લાઈન જાહેર કરી જણાવ્યું છે કે હવેથી વિધાનસભામાં ધારાસભ્યો અઠવાડિયા દરમિયાન ત્રણ જ તારાંકિત પ્રશ્નો પૂછી શકશે. સત્રનું નોટીફિકેશ જાહેર થયા બાદથી સત્રની પૂર્ણાહૂતિ સુધી ધારાસભ્યો ગમે તેટલા તારાંકિત પ્રશ્નો પૂછી શકશે નહી. અત્યાર સુધી વિધાનસભામાં કોઈ પણ ઘારાસભ્ય ગમે તેટલા પ્રશ્નો પૂછી શકતા હતા. આ ઉપરાંત સત્ર દરમિયાન રોજે રોજ ધારાસભ્યો ત્રણ તારાંકિત પ્રશ્ન પુછી શકતા હતા. સ્પીકર દ્વારા આ નિર્ણય કરવા પાછળ એવું કારણ આપવામાં આવે છે કે કેટલાક ધારાસભ્યો દ્વારા અર્થ વગરના પ્રશ્નો પૂછવામાં આવે છે. આના કારણે જવાબ આપતી વખતે સરકાર અને સરકારના વિભાગોને વિગતો ગોતવામાં ભારણ થાય છે અને આના કારણે વિધાનસભાની કાર્યવાહી પણ બાધિત થાય છે. લોકોના પ્રશ્નો અંગે

ફાઈનલી કોર્ટે સલમાનને ફટકારી આટલા વર્ષની સજા

અનેક અફવાઓ બાદ જોધપુર કોર્ટે ફાઈનલી કાળા હરણના શિકાર કેસમાં અભિનેતા સલમાન ખાનની સજાની જાહેરાત કરી દીધી છે.  કોર્ટે સલમાન ખાનને 5 વર્ષની સજા ફટકારી છે. સલમાન ખાનને 10000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેનું ધરપકડ વોરંટ પણ બની ગયું છે. સલમાનને આજે જ સેન્ટ્રલ જેલમાં જવું પડશે.  20 વર્ષ જૂના બ્લેકબક કેસમાં સલમાન ખાન દોષી જાહેર કરવામાં આવ્યો છે. આજે સલમાન ખાન સહિત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બૂ અને નીલમ જોધપુર કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમના પર આરોપ હતો કે, 1998મા 1 અને 2 ઓક્ટોબરની રાત્રે આ તમામે અલગ-અલગ જગ્યાઓએ કાળા હરણનો શિકાર કર્યો હતો. જેનો ફેંસલો આવી ગયો છે. આજે જે કેસનો ચુકાદો આવ્યો છે, તે કાંકાણી ગામના બે કાળા હરણના શિકારનો છે. એવી અફવા ફેલાય હતી કે, સલમાન ખાનને 2 વર્ષની સજા કરી દેવામાં આવી છે. ઘણી ન્યૂઝ ચેનલો પર આ ખબર ચાલતી હતી સલમાન ખાન દોષી જાહેર કરી દેવામાં આવ્યો છે. વન્ય જીવન સંરક્ષણની ધારા 9/11 અંતર્ગત તેને દોષી જાહેર કરવામાં આવ્યો છે. સલમાન ખાન સિવાય તમામ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. વરિષ્ઠ વકીલનું કહેવું છે કે, સંભવ છે કે, સલમાનને ત્રણ વર્ષની સજા થઈ

સલમાન જેલમાં, આ ફિલ્મોના કરોડો રૂપિયા દાવ પર

સલમાન ખાન કાળા હરણના શિકાર મામલે દોષી જાહેર થયો છે. જોધપુરની કોર્ટે તેને 5 વર્ષની સજા ફટકારી છે અને હાલમાં તે જોધપુર સેન્ટ્રલ જેલમાં છે, ત્યારે આ સજાની અસર સલમાનની સાથે-સાથે બોલિવુડને પણ થવાની છે, ફાઈનલ છે. સલમાનના જેલમાં જવાથી અનેક ફિલ્મો અને રિયાલિટી શોનું ભવિષ્ય અદ્ધરતાલ છે. સલમાનની આ સજાથી તેના પ્રોફેશનલ પ્રોજેક્ટ પર રોક લાગી શકે છે. સાથે જ કરોડો રૂપિયાની રકમ દાવ પર લાગી છે. આ પ્રોજેક્ટને કારણે થઈ શકે છે કરોડોનું નુકસાન. 'રેસ 3' સલમાન ખાન હાલમાં રેમો ડિસૂઝા દિગ્દર્શિત ફિલ્મ 'રેસ 3'ના શૂટિંગમાં વ્યસ્ત હતો, ત્યારે આ ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ હાલમાં તો બંધ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા છે અને સલમાન આ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યો છે. 'ભારત' સલમાન ખાન 'ભારત' નામની પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે, જે કોરિયન ફિલ્મ 'ઓડ ટુ માય ફાધર'ની રિમેક છે. જો સલમાનની સજા 5 વર્ષ જ રહેશે તો આ ફિલ્મ પણ અભરાઈ પર ચડી જશે. આ ફિલ્મનું નિર્માણ અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે. તેની સાથે સલમાન આ પહેલા 'સુલતાન' અને 'ટાઇગર ઝિંદા હૈ'

સલમાનને બે વર્ષની સજા જાહેર થઇ

જોધપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સુપર સ્ટાર સલમાન ખાનને 1998માં રાજસ્થાનના કાંકાણી ગામમાં કાળિયારના ગેરકાયદે શિકાર કરવા બદલ દોષી ઠરાવીને બે વર્ષની જેલની સજા જાહેર કરી હતી. સરકારી વકીલે સતત એવી દલીલ કરી હતી કે અગાઉ સલમાનને બે નીચલી કોર્ટે ગુનેગાર જાહેર કર્યો હતો એટલે એ રીઢો ગુનેગાર કહેવાય માટે એને છ વર્ષની જેલની સજા કરવી. સલમાનના વકીલે એવી દલીલ કરી હતી કે સલમાનને ઉપલી અદાલતોએ નિર્દોષ જાહેર કર્યો હતો એટલે એ રીઢો ગુનેગાર કહેવાય નહીં. એ અચ્છો ઇન્સાન છે અને સમાજ સેવા પણ કરે છે. માટે એને ઓછી સજા કરવાની અમારી વિનંતી છે. બંને પક્ષની સજાની દલીલો પૂરી થયા બાદ જજસાહેબ પોતાની ચેમ્બરમાં ગયા હતા અને શાંતિથી વિચાર કર્યા બાદ બહાર આવ્યા એ દરમિયાન સલમાનના વકીલે બે જામીન તેડાવીને તૈયાર રાખ્યા હતા.કદાચ એમને ખ્યાલ આવી ગયો હતો કે જજસાહેબના ગળે અમારી દલીલ ઊતરી છે અને સલમાનને બહુ ભારે સજા નહીં થાય. સજા જાહેર થયા બાદ સલમાન ઉદાસ દેખાયો હતો. એની સાથે કોર્ટમાં એની બંને બહેનો અર્પિતા અને અલવીરા હાજર હતી. સલમાન સિવાયના બાકીના તમામ કલાકાર સૈફ અલી ખાન, નીલમ, સોનાલી અને તબુને કોર્ટે શંકાનો લાભ આપીને મુક્ત કર્ય

બે જગ્યાએથી ઉમેદવારી પર પ્રતિબંધ મૂકો: ચૂંટણી પંચ

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે કોઈ પણ ઉમેદવારેન જગ્યાએથી ઉમેદવારી કરવાની મંજરુી આપવામાં આવવી જોઈએ નહી. બે જગ્યાએથી ઉમેદવારી કરવા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. ઉમેદવારોને માત્ર એક જ સીટ પરથી ઉમેદવારી કરવાનું ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું. હાલમાં ચૂંટણીના કાયદા હેઠળ લોકસભા અને વિધાનસભામાં બે વિસ્તારમાંથી ઉમેદવારો ચૂંટણી લડી શકે છે. સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી લડવા સંબંધી પીટીશન અંગે સુનાવણી દરમિયાન પંચ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી ચૂંટણી પંચે જણાવ્યું કે એક કરતા વધુ સીટ પરથી ઉમેદવારને ચૂંટણી લડવા પર પ્રતિબંધિત કરવો જોઈએ. બે બેઠકો પરથી ચૂંટણી લડવાના કારણે સરકારી તિજોરી પર બોજો વધે છે અને વધારાનો ખર્ચ પણ થાય છે. 2004 અને 2016માં કેન્દ્ર સરકારને બિનજરૂરી ખર્ચ બાબતેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જે મતક્ષેત્રમાંથી ઉમેદવાર વિજેતા થાય છે તે અન્ય ક્ષેત્રમાં જતો રહે છે તે મતદારો માટે અન્યાયકારક છે. ચૂંટણી પંચ માને છે કે ઉમેદવાર બે મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે નહીં. આ પ્રસ્તાવને લૉ કમિશન દ્વારા ટેકો આ

ભાજપ સરકારને ઝટકો, જાણો SC-ST એક્ટ અંતર્ગત સુપ્રીમ કોર્ટનો નિર્ણય

SC-ST એક્ટમાં થયેલા ફેરફારને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની રિવ્યૂ પિટીશન પર તાત્કાલિક સુનવણી કરવાની મનાઈ ફરમાવી છે. મોદી સરકારે કોર્ટને પિટીશન પર ઝડપથી સુનવણી કરવા માટે કહ્યું હતું પણ સુપ્રીમ કોર્ટે આ કેસમાં તરત સુનાવણી કરવનો ઈન્કાર કરી દીધો છે. આ પહેલા કાયદાકીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે હું તમને જણાવવા માગું છું કે આજે અમે સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમના નિર્ણય પર અરજી દાખલ કરી છે. અમે એક વિસ્તૃત અરજી દાખલ કરી છે જે સરકારના વરિષ્ઠ વકીલો દ્વારા કોર્ટમાં જાહેર કરવામાં આવશે. SC-ST એક્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા ફેરફારના વિરોધમાં સોમવારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેના કારણે પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ,ગુજરાત  અને ઓરિસ્સામાં તેની વ્યાપક અસર જોવા મળી હતી. આ ઉપરાંત કેટલાક શહેરોમાં હિંસાત્મક ઘટનાઓ પણ સામે આવી હતી.

ભુજ સરપટ નાકા વિસ્તારમાં આવેલ મદીના દૂધ કેન્દ્ર સહિત ત્રણ દૂધ કેન્દ્ર પર ફૂડ વિભાગની રેડ

ભુજ શહેરમાં આવેલ સરપટ નાકા વિસ્તારમાં આવેલ મદીના દૂધ કેન્દ્ર ૫ર ખાદ્ય પદાર્થ વિભાગ દ્વારા દૂધ ના સેમ્પલ લેવામાં આવ્યા છે જાણવા મળતી વિગત મુજબ આજે વહેલી સવારથી ફૂડ વિભાગની ટીમે અલગ અલગ ત્રણ સ્થળોએ દૂધ ની ગુણવત્તા ચકાસવા માટે દૂધ ના નમૂનાઓ લેવામાં આવ્યા છે

BJPના સાંસદ ગોપાલ શેટ્ટીના મતે ખેડૂતોની આત્મહત્યા એક ફેશન!

દેશમાં ગત વર્ષે હજારોની સંખ્યામાં ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તેને લઈને સરકારને પણ વિપક્ષોએ ઘેરી હતી. ત્યારે કેન્દ્ર સરકારે એવું કહ્યું હતું કે દેશમાં ખેડૂતોનું રક્ષણ કરવું એ સરકારની ફરજ છે અને તે અમે પૂરી કરીશું પરંતુ આ જ સરકારના એક નેતાને ખેડૂતોની આત્મહત્યા એક ફેશન લાગે છે. બોરીવલીમાં આયોજિત એક સમારોહમાં ઉત્તર મુંબઈના પ્રતિનિધિત્વ કરનારા ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે બધા ખેડૂતોની આત્મહત્યા પાછળનું કારણ બેરોજગારી કે ભૂખમરો નથી, એક ફેશન અને ચલણ બની ગયું છે. ગોપાલ શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર વળતરના રૂપમાં 5 લાખ રૂપિયા આપી રહી છે જ્યારે પાડોશી રાજ્યમાં કોઈ બીજી સરકાર 7 લાખ આપી રહી છે. પહેલી વાર સાંસદ બનેલા શેટ્ટીએ કહ્યું હતું કે ખેડૂતોને વળતરમાં પૈસા આપવા માટે આ લોકો વચ્ચે હરીફાઈ લાગી છે. કોંગ્રેસે શેટ્ટીના આ નિવેદનને વખોડી નાખ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે અસંવેદનશીલ ટિપ્પણી ખેડૂતો માટે ભાજપની અસંવેદનશીલતા દર્શાવે છે. MRCCના અધ્યક્ષ સંજય નિરુપમે કહ્યું કે મહારાષ્ટ્ર અત્યાર સુધીના સૌથી ખરાબ ખેતી સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે શે

દેશમાં 3 વર્ષમાં 36,000 ખેડૂતોએ કરી આત્મહત્યા, જાણો ખેડૂતો પર કેટલું છે દેવું

કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં 52% ખેડૂતો દેવામાં ડૂબેલા છે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે અને આ દરેક ખેડૂત પરિવાર પર આશરે 47000 રૂપિયા દેવું છે. આ સિવાય દેશમાં 2014થી 2016 સુધી ત્રણ વર્ષ દરમિયાન આ દેવાને કારણે લગભગ 36 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. લોકસભામાં એડવોકેટ જોએસ જ્યોર્જના લેખિત જવાબમાં કૃષિ મંત્રી રાધા મોહન સિંહે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલયના કૃષિ વર્ષ જુલાઈ 2012થી જૂન 2013ના સંદર્ભમાં દેશના ગામડાઓમાં 70મા રાઉન્ડમાં ખેડૂત પરિવારના સરવે પર આ વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે અખિલ ભારતીય સ્તર પર ઉત્કૃષ્ટ દેવાનો લગભગ 60% ભાગ સંસ્થાના સ્ત્રોતો પાસેથી લેવામાં આવ્યો છે, જેમાં સરકાર પાસેથી 2.1%, સહકારી સમિતિ પાસેથી 14.8% અને બેંક પાસેથી 42.9% જેટલી લોન લેવામાં આવી છે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂત પરિવાર દ્વારા સંસ્થાગત સ્ત્રોતો પાસેથી લેવામાં આવેલી લોનમાં કૃષિ અને વ્યવસાયિક સહકારો પાસેથી 25.8%, દૂકાનદારો અને વેપારીઓ પાસેથી 2.9%, નોકરિયાત અને દલાલો પાસેથી 0.8% અને સંબંધીઓ અને મિત્રો પાસેથી 9.1% અને અન્ય પાસેથી 1.6% લોન લેવામાં આવી છે. સિંહે જ

સુરત પોલીસ કમિશનરે મીડિયા પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર પાછો ખેંચ્યો

સુરત પોલીસ કમિશનર દ્વારા મીડિયા પર પ્રતિબંધ લગાવતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ આ પરિપત્રના વિરોધ કરતા સુરત મીડિયા વેલ્ફેર એશોસિએશન દ્વારા વડાપ્રધાન, ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી, ગૃહ મંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નવસારીના સાંસદ સી. આર. પાટીલ, સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને ટ્વીટ કરી ફરિયાદ કરવામાં આવી હતી. તેથી પોલીસ કમિશનર સતીશ શર્માએ મીડિયા કર્મચારીઓના પ્રતિનિધિમંડળ સાથે વાત કરવા માટે પોલીસ કમિશનર કચેરી પર બોલાવ્યા હતા ત્યાં પોલીસ કમિશનરે મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા કહ્યું કે મીડિયા અંગે અગાઉ પ્રતિબંધ વિશેનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. હવે પોલીસ સ્ટેશનમાં ધરપકડ અથવા લોકઅપમાં રાખવામાં આવેલા આરોપીની ગેરકાયદેસર ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવા દેવામાં આવશે નહિ. જ્યારે કોઈ ઘટના બની હોય તો ગુનાના સ્થળ પર મીડિયાકર્મીઓને પુરાવાનું નુકસાન ન થાય તે રીતે કવરેજ કરવા દેવાની વ્યવસ્થા ગોઠવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ભારતીય સેનામાં જોડાવું છે તો જાણો ક્યારે ક્યાં ભરતી થવાની છે

ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષમાં ભારતીય સૈન્યદળમાં ભરતી માટે યોજાયેલી રેલીઓમાં વિક્રમી સંખ્યામાં ઉમેદવારોની નોંધણી થઈ છે, જેનાં પગલે રાજ્યમાં આ પ્રકારની આગામી રેલીઓમાં પણ આવો જ પ્રોત્સાહક પ્રતિસાદ મળશે એ નિશ્ચિત છે. વર્ષ 2017માં ભરતી રેલીની તારીખોમાં જોગાનુજોગ ધોધમાર વરસાદ થવાથી વાસ્તવિક ઉમેદવારોની હાજરીમાં ઘટાડો થયો હતો, જેને ધ્યાનમાં રાખીને સૈન્ય સત્તામંડળોએ આ વર્ષે હવામાન પ્રતિકૂળ ન બને એ જોખમ ઘટાડવા ભરતી માટે રેલીઓની તારીખો નક્કી કરી છે. ચાલુ વર્ષે આ પ્રકારની સૌપ્રથમ ભરતી રેલી 25 એપ્રિલથી 05 મે, 2018 સુધી રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનમાં યોજાશે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ જિલ્લાનાં યુવાનોને સેનામાં જોડાવાની તક મળશે. આ રેલી માટે ઓનલાઇન નોંધણી 25 ફેબ્રુઆરીએ શરૂ થશે અને 10 એપ્રિલ, 2018 સુધી ચાલુ રહેશે. બીજી ભરતી રેલી 20 મે, 2018થી 29 મે, 2018 સુધી ગોધરાનાં એસઆરપી મેદાનમાં યોજાશે, જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ દમણ, દાદરા અને નગર હવેલીનાં 21 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ રેલી માટે ઓનલાઇન નોંધણી 21 માર્ચથી 4 મે, 2018 સુધી થઈ શકશે. આ રેલીઓમાં સહભાગી થવાની ઇ

ઈન્ડિયન આર્મીમાં 52000થી વધુ જવાનોની અછત

સરકારે જણાવ્યું હતું કે નૌસેના, ભૂમિ સેના અને વાયુસેનામાં 52 હજારથી વધારે જવાનોની ખોટ વર્તાઈ રહી છે. જેને દૂર કરવા માટે કેટલાક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભાને જણાવ્યું હતું કે ત્રણેસ સશસ્ત્ર બળોમાં કુલ 52,741 કર્મચારીઓની અછત વર્તાય છે.  અમર શંકર સાબલેના એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય ભૂમિસેનામાં સૌનિકોની નક્કી કરવામાં આવેલી સંખ્યા 1216247 છે. આ બળમાં હાલમાં 1194864 સૌનિકો છે અને 21383 સૌનિકોની ખોટ વર્તાઈ રહી છે. વાયુસેનામાં સૌનિકોની સંખ્યા 142529 છે જેમાંથી હાલ 127519 વાયુ સૌનિક કાર્યરત છે. આ બળમાં 15010 સૌનિકોની ખોટ છે. આ રીતે જ જળસેનામાં નક્કી કરવામાં આવેલા સૌનિકોની સંખ્યા 72562 છે, જેમાંથી 56214 જળસૌનિક કાર્યરત છે અને 16348 જળસૌનિકોની અછત છે.   સીતારમણે જણાવ્યું હતું કે સરકાર સશસ્ત્રક બળોમાં સૌનિકોની અછત દૂર કરવા માટે ઘણા કદમો ઉઠાવી રહી છે. આ અંતર્ગત દેશના પ્રત્યેક ભાગમાં ભર્તીની ઝોનની સંખ્યા વધારવામાં આવી છે અને ઓનલાઈન ભર્તી પ્રક્રિયાઓ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભરતી પ્રક્રિયાને પણ ખૂબ

ભાજપના MLA અને ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટારે દલિત સમાજને આપ્યો ખુલ્લેઆમ ટેકો

આજના ભારત બંદ દરમિયાન એક તરફ દલિતોએ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કર્યા છે ત્યારે ગુજરાતમાં રાજકોટથી લઈ અમદાવાદ અને છેક નવસારી વાપી સુધી એસસી-એસટી એક્ટનો વિરોધ કરવા દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. દલિત સમાજે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક રિવ્યુ પીટીશન દાખલ કરી એસસી-અસટી એક્ટમાં થઈ રહેલા ફેરફારોને રોકે. જો એમ નહી કરવામાં આવે તો 14મી મોટું આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓ ભારત બંધથી દુરના દુર રહ્યા છે ત્યારે ઈડરના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના અભિનેતા હિતુ કનોડીયાએ દલિત સમાજના ભારત બંધને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. હિતુ કનોડીયાએ બંધને સમર્થન આપતા કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અયોગ્ય છે. કોઈ પણ સંજોગોમાં હું દલિત સમાજની સાથે ઉભો છું અને જરૂર પડે તો આંદોલનના કાર્યક્રમો પણ આપતા અચકાઈશું નહી. હિતુ કનોડીયાના નિવેદનથી ભાજપના અન્ય નેતાઓએ મૌન ધારણ કરી લીધું હતું. ભાજપના કોઈ પણ નેતાઓ આવી રીતે દલિત સમાજના બંધને સમર્થન આપતી એક પણ પોસ્ટ કે ટવીટ કરી નથી.

CBSEના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

CBSEએ પેપર લીક મામલે મોટો નિર્ણય લીધો છે. CBSEએ ધોરણ 10માનું ગણિતનું પેપર ફરીથી નહીં કરાવવાનો નિર્ણય કર્યો છે. પેપર લીક ઘટના સામે આવ્યા બાદ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ધોરણ 12ની ઈકોનોમિક્સની પરીક્ષા લેવામાં આવશે, પરંતુ ધોરણ 10નું પેપર લેવું કે નહીં તે અંગે પછી વિચારણા કરવામાં આવશે અને જો પેપર લેવામાં પણ આવશે તે હરિયાણા અને દિલ્હીમાં જ ગણિતના પેપરની ફરીથી પરીક્ષા લેવામાં આવશે. પરંતુ બોર્ડ દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે, પરીક્ષાની કોપીઓ જોયા બાદ આ સંબંધમાં નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર લીકના પ્રકરણમાં કોપીઓ પર અસર નથી જોવા મળી રહી, એવામાં ફરીથી પરીક્ષા કરાવવી ઠીક નથી. એટલે ધોરણ 10ની પરીક્ષા ફરીથી લેવામાં  નહીં આવે.