Skip to main content

Posts

Showing posts from June 16, 2018

એરપોર્ટના ખાનગીકરણ, પીપીપી મોડલ,મેઇન્ટેનન્સનો ફ્લોપ શો થતા હવે ખાનગીકરણ નહી થાય

અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડેવલોપમેન્ટને લઇ કોઇ નક્કર નિર્ણય લઇ શકાતો નથી. છેલ્લા કેટલાક વર્ષોથી એરપોર્ટના ડેવલોપમેન્ટ લઇ આખો પ્રોજેક્ટ ઘોઁચમાં મુકાયો છે. છેલ્લે ઓથોરિટીએ ખાનગીકરણ અને પીપીપી મોડલની પ્રક્રિયા રદ કરતા ફક્ત મેઇન્ટન્સ માટે બીડ મંગાવ્યા હતા પરંતુ કોઇ ખાસ કંપનીઓ ન આવતા ઓથોરિટી ખુદ મુંઝવણમાં મુકાઇ છે. બીજીતરફ એરપોર્ટના વિશ્વસનીય સુત્રો જણાવી રહ્યા છે કે હવે ખુદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) જ એરપોર્ટનું મેઇન્ટેન્સ કરી ડેવલોપ કરે તેવી શક્યતાઓ છે. તે દિશામાં ઓથોરિટીએ ચક્રો ગતિમાન કર્યા છે. અને હવે કોઇપણ સંજોગોમાં અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ નહીં થાય તેવુ એએઆઇના ચેરમેન ગુરૃપ્રસાદ મહાપાત્રાએ જણાવ્યુ હતું. અમદાવાદ એરપોર્ટનું સૌ પ્રથમ ખાનગીકરણની જાહેરાત કર્યા બાદ આખી પ્રક્રિયા ફેરવી નાંખી સિંગાપોરના ચાંગી મેનેજમેન્ટને આપવાનું નક્કી કર્યુ હતુ તેનો પણ ફ્લોપ શો થયા બાદ પીપીપી મોડલ પર ફક્ત એરપોર્ટનો ચેકઇન એરિયા સહિત અમુક જ ભાગ મેઇન્ટેનન્સ કરવા પ્રાઇવેટ કંપનીઓ પાસે બીડ મંગાવ્યા હતા પરંતુ ટેન્ડરની પોલીસી મુજબ ખાસ કોઇ કંપનીઓએ રસ ન દાખવતા હવે એરપો

છોટાઉદેપુરમાં PSI ઢગલાબંધ દારૂ સાથે પકડાયા

ગુજરાતમાં દારૂબંધી છે, અને દારૂબંધીનો કાયદો પણ છે. જેને અમલમાં લાવવો અને તેનું ચુસ્તપણે પાલન કરાવવી પોલીસની ફરજ છે, પરંતુ જો પોલીસ જ આ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરતા દેખાય તો. છોટાઉદેપુરના કદવાલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કટારાના રૂમમાંથી ૨૬૫ બોટલ વિદેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો. જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પી.એસ.આઈની રૂમમાં રેડ પાડીને દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ છોટાઉદેપુરના કદવાલ પોલીસ સ્ટેશનમાં રેડ પાડી હતી હતી. જેમાં કદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ. કટારાના રૂમમાંથી ૨૬૫ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. રૂમમાંથી ઝડપાયેલો વિદેશ દારૂ કુલ ૩૯,૫૧૦ રૂપિયાનો હતો. ત્યારે પીએસઆઈ. જે.બી.કટારા વિદેશી દારૂ ઘરમાં શા માટે રાખ્યો તે તપાસનો વિષય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ વડા ધર્મેન્દ્ર મિશ્રાએ બાતમીના આધારે રેડ પાડી હતી, જેમાં તેમને વિદેશી દારૂ મળી આવ્યો હતો. આમ, વાડ જ ચિભળા ગળતી હોય તેવો કિસ્સો ગુજરાતના પોલીસમાં બન્યો હતો. આમ, હાલ પી.એસ.આઈ. કટારા સહિત બે કોન્સ્ટેબલની કરાઈ અટકાયત કરાઈ છે. - મા આશાપુરા

ગાંધીધામથી ૩૦ જૂન સુધીમાં હમસફર એક્સપ્રેસ શરૃ થઈ જશે, લડત મોકૂફ

ગાંધીધામ-તીરૃનવેલ્લી વચ્ચે જાહેરા થયેલી હમસફર એક્સપ્રેસ પીએમઓની મંજુરીના કારણે વિલંબમાં મુકાઈ હોવાની વાત સામે આવી રહી છે. તેવામાં સરકારી તંત્રો અને રેલવે વિભાગ કંઈ ફોડ પાડતું ન હોવાથી કચ્છ મલયાલમ વેલ્ફેર એસોસીએશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ અંગે મળેલી બેઠકમાં ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ અને મલયાલમ સામાજના પ્રમુખને સાંસદે તા.૩૦/૬ સુધીમાં આ ટ્રેન ચાલુ થઈ જવાની ખાતરી આપતા હાલ પુરતી રેલી મોકૂફ રાખવામાં આવી છે. સરકાર દાવા પ્રમાણે ટ્રેન ચાલુ નહી કરે, તો ફરી આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામ-તીરૃનવેલ્લી વચ્ચે બે વર્ષ પહેલા સ્પેશિયલ ટ્રેન શરૃ કરવામાં આવી હતી. આ ટ્રેનને પ્રવાસીઓ મળી રહેતા હોવાથી રેલવે દ્વારા આ સ્પેશિયલ ટ્રેન અંદાજે એકાદ વર્ષ ચલાવી હતી. આ ટ્રેનના કારણે કચ્છમાં વસતા મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તામીલનાડુના લોકોને રાહત થઈ હતી. ત્યારબાદ ગત ઓક્ટોબરમાં આ ટ્રેનને હમસફર બનાવવાની જાહેરાત થતા આ લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. હમસફર ટ્રેન ચાલુ કરવાની જાહેરાત થતા ચાલુ સ્પેશિયલ ટ્રેન રેલવે વિભાગે બંધ કરી દીધી હતી. પરંતુ ગુજ

ભચાઉના પદમપર ખાતે નીલગાય મૃત હાલતમાં મળી આવી, લોકોમાં અસમંજસ : મોત કે પછી શિકાર ?

જાણવા મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના પદમપરની સીમમાં એક નીલગાય મૃત હાલતમાં મળી આવી હતી. આસપાસના લોકોએ વન તંત્રને જાન કરતા અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા ને સમગ્ર બાબતે તપાસ આદરી હતી તેમજ નીલગાયના અવશેષો એકત્ર કરી ને પોસ્ટ મોર્ટમ કરવા અર્થે મોકલી દેવાયા હતા. પ્રાથમિક માહિતી માં અધિકારી એ જણાવ્યું હતું કે આ અવશેષો બે માસ જેટલા જુના લાગે છે અને આ નીલગાયનું મોત વીજ શોક લાગવાના કારણે થયું હોય તેવું લાગી રહ્યું છે તો બીજી બાજુ આસપાસમાં રહેતા સ્થાનિકો એવો આક્ષેપ કરે છે કે અહી નીલગાયનો શિકાર થતો જ રહ્યો છે પરંતુ તંત્ર શા માટે ચુપકીદી સાધી ને બેઠું છે તે સમજાતું નથી. ગામ લોકો એ વધુમાં જણાવ્યું હતું કે આ નીલગાયનું મોત વીજ શોક ને લીધે નહિ પરંતુ શિકાર થી જ થયું હશે. સ્થાનિકો દ્વારા આવા આક્ષેપ થી લોકો જરૂર થી અસમંજસ માં મૂકાઈ જશે કે ખરેખર તથ્ય શું છે? સત્ય જે હોય તે પરંતુ નીલગાયના અવશેષો ના પોસ્ટ મોર્ટમ બાદ જ સત્ય હકીકત બહાર આવશે.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Andro

2018ના અંત સુધીમાં માર્કેટમાં આવશે પતંજલિનું 'સ્વદેશી જિન્સ'..

યોગ ગુરુ બાબા રામદેવની સ્વદેશી કંપની પતંજલિનું જિન્સ પહેરવાનો ઇંતજાર હવે ખૂબ જ જલદી પૂર્ણ થશે. વર્ષના અંત સુધીમાં પંતજલિ પોતાના ટેકસટાઇલ મેન્યુફેકચરિંગ એટલે કે કપડાંનો ઉદ્યોગ શરૂ કરી દેશેે. આ વાતની જાણકારી પતંજલિના મેનેજિંગ ડિરેકટર બાલકૃષ્ણએ ખુદ એક ઇન્ટર્વ્યુમાં આપી છે. ઉલ્લેખનીય છે કે એ વાતની જાહેરાત પહેલાં જ થઇ ચૂકી હતી કે પતંજલિ 'પરિધાન' નામથી પોતાની કપડાંની બ્રાન્ડ લોન્ચ કરશે. હવે ઇન્ટર્વ્યુ દ્વારા બાલકૃષ્ણએ આ પ્લાન અંગે જાણકારી આપી છે. બાલકૃષ્ણના જણાવ્યા મુજબ કાપડ ઉદ્યોગનું તમામ કામ નોઇડાથી સંચાલિત થશે. જેના માટે પહેલાં જ એક ટીમ બનાવાઇ ચૂકી છે. કપડાંનું નિર્માણ કોઇ થર્ડ પાર્ટી પાસે કરાવાશે. પતંજલિ શરૂઆતમાં પરિધાનના ૧૦૦ એકસકલુઝિવ શોરૂમ ખોલશે. 'પરિધાન' અંગે બાબા રામદેવે જણાવ્યું કે તેમાં ૩,૦૦૦ જેટલી આઇટમ હશે. તેમાં બાળકોનાં કપડાં, યોગના ડ્રેસ, સ્પોર્ટસ વેર, ટોપી, જૂતાં, ટોવેલ, બેડશીટ્સ વગેરે મળશે. પતંજલિનો કપડાંનો શો રૂમ ખૂલતાં પહેલાં તેનાં જિન્સની ચર્ચા શરૂ થઇ છે. તેની ખૂબીઓ બાલકૃષ્ણએ લગભગ બે વર્ષ અગાઉ જ જણાવી દીધી હતી. તે સમયે આ પ્રોજેકટ એક કન્સેપ્ટ હ