વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને બે શખ્સોએ ૩૧ લાખની ઠગાઈ આચરતા આ સમગ્ર મામલો પોલીસ દ્વારે પહોંચ્યો છે. માંડવીમાં ગોકુલવાસમાં રહેતા દિનેશભાઈ દેવજીભાઈ મુછડીયાએ અગાઉ અરજી કરી હતી. પરંતુ યોગ્ય તપાસ ન થતા કોર્ટમાં ઘા નખાઈ હતી. અંતે કોર્ટના હુકમથી માંડવી પોલીસે આજે ફોજદારી ફરીયાદ નોંધી છે. ફરીયાદીના જણાવ્યા પ્રમાણે ૨૦ માર્ચના સોશ્યલ મિડિયામાં એક નંબર પર ફોન કર્યો ત્યારે સુર્યા પ્રભુ નામના ઠગે ફોન ઉપાડયો હતો અને તેણે જણાવ્યું હતું કે, કુવૈતમાં જવું હોય તો પાસપોર્ટની કોપી, ફોટો, બાયોડેટા ઈમેલ કરો અને તેના બેન્ક એકાઉન્ડમાં ૧૫ હજાર રૃપિયા જમા કરાવો. દિનેશ આ વાત તેના અન્ય ત્રણ મિત્રોને કરતા તમામ લોકો કુવૈત જવા તૈયાર થઈ ગયા હતા. સુર્યા પ્રભુ સુરેન્દ્રભા રહે. તામિલનાડુના ખાતામાં રૃપિયા જમા કરાવાયા હતા. તેમજ ૧૨ એપ્રિલ બાદ તમામને ઓફર લેટર અને કુવૈત જવાનો વિઝા ઈમેલ આવી ગયો હતો. એટલું જ નહિં ૨૩ જુન ૨૦૧૭ના દિલ્હીની એપોલો હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપની તારીખ ફિક્સ થઈ હોવાની જાણકારી આપવામાં આવી હતી. કુવૈતના નામે સૃથાનિક રહેવાસીઓ ફસાઈ ગયા હતા. સુર્યાએ દિનેશને જણાવ્યું હતું કે, મલેશીયા ઝિયાન્ટ શોપિંગ સે...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ