સમાજ તેમજ દેશની વર્તમાન પરિસ્થિતિમાં હકારાત્મક પરિવર્તન લાવવા ઓએસીસ સંસ્થા દ્વારા 9 થી 12 ધોરણના વિધ્યાર્થીઓ અને કોલેજ કક્ષાના યુવાનોમાં રહેલી ક્ષમતાને બહાર લાવી તેઓ સ્વ વિકાસ સાથે પોતાનું સક્રિય અને રચનાત્મક યોગદાન આપે તે હેતુથી મિસાલ નામના કાર્યક્રમનું આયોજન ભુજ સહિત નવસારી, સુરત, બારડોલી, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને બેંગલૂરૂ ખાતે તા. 18 જુનથી શરૂઆત થયેલ છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા. 18 જુન થી 29 જુલાઈ સુધી ચાલનારા આ અનોખા આયોજનની માહિતિ આપતાં સંયોજક પ્રતિકસિંહ પરમારે જણાવ્યું હતું કે આ અભિયાન એવા કિશોરો, યુવાનોને શોધવા માટે છે કે જેમના દિલમાં સમાજ-દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે અને અન્યોને માર્ગદર્શન આપતાં પહેલાં પોતાની જાતને ઉદાહરણરૂપ બનાવવા તૈયાર હોય. ત્રણ ભાગમાં યોજાનાર આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. તેમાંથી સફળ થનાર વિધ્યાર્થીઓને બીજા તબક્કામાં ગ્રુપ ડાયલોગ (જુથ સંવાદ) તથા ત્રીજા તબક્કામાં પ્રોજેક્ટ વર્ક કરવાનું રહેશે. વિજેતા વિધ્યાર્થીઓને સંસ્થા દ્વારા સંચાલિત મહાન બનવાની કેળવણી આપતો કોર્ષ, ટ્રેકીંગ શિબિર, જીવન વિકાસ માટેનું...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ