ગુજરાત રાજ્ય ખાદીગ્રામોદ્યોગ બોર્ડ અમદાવાદ દ્વારા લખપત તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ નું વિતરણ..
ગુજરાત રાજ્ય ખાદીગ્રામોદ્યોગ બોર્ડ અમદાવાદ દ્વારા લખપત તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8ના 8758 જેટલા વિદ્યાર્થીઓને ગણવેશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃષિમંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે વિદ્યાર્થીઓ ને ખાદીના ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. લખપત તાલુકાના દયાપર ખાતે હેલિપેડ ગ્રાઉન્ડ મધ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેર પર્સન છાયાબેન ગઢવી સહીત ના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. લખપત તાલુકાની 106 જેટલી શાળાઓના છાત્રોને વિદ્યાર્થી દીઠ બે ગણવેશ એમ કુલ્લ મળીને 17536 ગણવેશનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. રૂપિયા 1,42 કરોડ ના ખર્ચે તૈયાર થયેલા આ પોલીવસ્ત્રોનું વિદ્યાર્થીઓ ને વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ પ્રંસગે કચ્છની શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ : કૌશિક છાયા - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260...