Skip to main content

Posts

Showing posts from January 8, 2018

ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્‍યકિતઓએ પ્રવેશવું નહીં

Information ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્‍યકિતઓએ પ્રવેશવું નહીં ભુજ પાસે રૂદ્રમાતા નજીક આવેલ નોખાણીયા પોલીસ ફિલ્‍ડ બટ ઉપર તા.૨૬મી જાન્‍યુઆરી-૨૦૧૮ સુધી ફાયરીંગ પ્રેકટિશ યોજવામાં યોજાશે. આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્‍યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્‍યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્‍યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્‍યકિતની રહેશે તેવું શ્રી ડી.આર.પટેલ અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજની યાદીમાં જણાવાયું છે. Publishing Today , Created on Jan 8, 2018

બાળકો તેમજ સગર્ભા સ્‍ત્રીઓ માટે સઘન મિશન ઈન્‍દ્રધનુષ રસીકરણ કાર્યક્રમ

સમાચાર બાળકો તેમજ સગર્ભા સ્‍ત્રીઓ માટે સઘન મિશન ઈન્‍દ્રધનુષ રસીકરણ કાર્યક્રમ સધન મિશન ઈન્‍દ્રધનુષ રસીકરણ કાર્યક્રમની સમીક્ષા માટે ડેપ્‍યુટી કમિશનરશ્રી કચ્‍છની મુલાકાતે ભુજ, સોમવારઃ ૦ થી ૨ વર્ષના બાળકો તેમજ સગર્ભા સ્‍ત્રીઓ માટે સઘન મિશન ઈન્‍દ્રધનુષ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કચ્‍છ જિલ્‍લામાં તા.૧૬/૧/૨૦૧૮ સુધી ચાલુમાં છે. જેની સમીક્ષા અર્થે ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયથી ડેપ્‍યુટી કમિશનર ડો.અજય ખેરા, કચ્‍છ જિલ્‍લાની મુલાકાતે આવેલ હોય તેઓ પ્રારંભમાં ગાંધીધામ કાર્ગો ઝુપડપટ્ટી, આંબેડકર વિસ્‍તાર, ગાંધીધામ જી.આઇ.ડી.સી. વિસ્‍તારના ઘર ઘરની મુલાકાત લઇ લાભાર્થીઓને રસીકરણની સેવાઓ અંગે માહિતી મેળવી હતી. તે વિસ્‍તારના ફિમેલ હેલ્‍થ વર્કરને આશા કાર્યક્રમને મમતા કાર્ડની ઝેરોક્ષ રાખવા સૂચનો આપેલ કામગીરી બાબતે સંતોષની લાગતી વ્‍યકત કરેલ મુલાકાતમાં વિભાગીય નાયબ નિયામક ડો.રૂપાલીબને મહેતા, સ્‍ટેટ ઈમ્‍યુનાઈઝેશન અધિકારી ડો.જાની, બ્‍લોક હેલ્‍થ ઓફિસર ડો.દિનેશ સુતરીયા, અર્બન હેલ્‍થ અધિકારી ડો.જોન્‍વાલ સાથે રહયા હતા. બાદમાં અંજાર બ્‍લોક હેલ્‍થ કચેરી અને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, અંજારની મુલા

ઘાયલ પંખીઓને સારવાર આપવા હેલ્‍પલાઇન

શાબાશ ઘાયલ થયેલ પંખીઓને સારવાર આપવા હેલ્‍પલાઇન પર જાણ કરવા અપીલ કરૂણા અભિયાન અન્‍વયે રીસ્‍પોન્‍સ સેન્‍ટર તેમજ હેલ્‍પલાઇન શરૂ કરાઇ ભુજ, સોમવારઃ આગામી ઉતરાયણના તહેવારને અનુલક્ષીને રાજય સરકારના કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા દરેક તાલુકાના મુખ્‍ય સેન્‍ટરે (રેંજ ફોરેસ્‍ટ ઓફીસરની કચેરી) એ રિસ્‍પોન્‍સ સેન્‍ટર શરૂ કરવામાં આવેલ છે. કરૂણા અભિયાન દરમ્‍યાન પતંગ તેમજ દોરા તથા અન્‍ય કોઇ રીતે ઘાયલ થયેલ પંખીઓને સારવાર આપવા માટે નીચે દર્શાવેલ સ્‍થળોએ હેલ્‍પલાઇન પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. હેલ્‍પલાઇન નંબર ભુજ માટે ૯૮૭૯૩૬૦૫૩૦, ૯૮૨૫૬૬૨૧૩૮, અંજાર માટે ૯૮૨૫૩૮૮૪૩૯, ૯૮૨૫૦૬૪૮૬૯, ગાંધીધામ માટે ૯૩૭૭૩૪૨૫૮૮, ભચાઉ માટે ૯૮૨૫૨૨૬૦૫૪, ૯૯૨૪૯૧૩૯૪૦, રાપર માટે ૯૩૭૪૨૦૩૮૭૮, ૯૮૨૫૫૯૧૧૭૫, માંડવી માટે ૯૮૯૮૧૧૨૩૬૬, ૮૩૪૭૫૭૪૨૫૫, નખત્રાણા માટે ૯૪૨૭૨૩૪૦૦૭, ૦૨૮૩૯૨૨૧૨૫૯, મુન્‍દ્રા માટે ૯૭૭૩૧૩૭૯૦૫, ૯૯૭૯૪૦૭૦૨૭, અબડાસા માટે ૯૮૨૫૨૭૧૯૫૦, ૯૭૧૨૭૧૧૦૮૩ તેમજ લખપત માટે ૭૨૮૫૮૦૫૬૫૬ તેમજ લેન્‍ડલાઇન નાં.૦૨૮૩૯-૨૩૩૩૦૪, ૮૭૫૮૩૫૮૦૦૩નો સંપર્ક સાધવા નાયબ વન સંરક્ષક, કચ્‍છ પૂર્વ વન વિભાગ, ભુજની યાદીમાં જણાવાયું છે. Publishing Today , Create

કચ્‍છમાં પતંગ દોરીથી પક્ષીઓના થતાં મૃત્‍યુ

સમાચાર કચ્‍છમાં પતંગ દોરીથી પક્ષીઓના થતાં મૃત્‍યુ અટકાવવા અભિયાન ‘કરૂણા-અભિયાન’ થી કચ્‍છમાં પતંગ દોરીથી પક્ષીઓના થતાં મૃત્‍યુ અટકાવવા સરકારી વિભાગો અને એન.જી.ઓ.નું હાથ ધરાશે સંયુકત અભિયાન જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહને પતંગ દોરીનો ભોગ બનતાં પંખીઓની સારવાર કરવાના કરૂણા અભિયાનને વધુ સુદ્રઢ બનાવવા કર્યો અનુરોધ ભુજ,સોમવારઃ આજે ભુજ ખાતે જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહનના અધ્‍યક્ષપદે રાજય સરકારે નકકી કરેલા કરૂણા-અભિયાન-૨૦૧૮ અનુસાર પતંગની દોરીથી પક્ષીઓના થતાં મૃત્‍યુ અટકાવવા સરકારી વિભાગો અને એન.જી.ઓ.ને સાંકળી લઇ સંયુકત અભિયાન હાથ ધરાશે. આગામી તા. ૧૦ થી ૨૦મી જાન્‍યુઆરી દરમિયાન જિલ્‍લામાં કરૂણા અભિયાન-૨૦૧૮ અંતર્ગત દરેક વિભાગોને સાંકળી લઇ કામગીરીનું આયોજન કરવા આજે કલેકટર કચેરીના કોન્‍ફરન્‍સ હોલમાં વહીવટીતંત્ર અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના પ્રતિનિધિઓની એક બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહને પક્ષીઓ પરત્‍વે સંવેદના દાખવી પતંગોના દોરા થકી અનેક મુંગા પક્ષીઓ ભોગ બનતાં અટકાવવા અને પતંગોના દોરા થકી ભોગ બનેલા પંખીઓની સારવાર કરવાના કરૂણા અભિયાનને વધુ સુદ્રઢ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે દ

ઢોરીના માજી સરપંચને કોન્ટ્રાકટરે ધમકી આપી..

Crime ઢોરીના માજી સરપંચ અને અન્ય એકને કોન્ટ્રાકટરે ધમકી આપી.. ઢોરીથી લકડા વાંઢના રસ્તાનો કોન્ટ્રાકટ ગામના જ ગાગલ કાનજીએ લીધેલ છે. તે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાની ભીતિ હોતા ઢોરી ગામના માજી સરપંચ વાલજીભાઈ દેવરાજભાઈએ માહિતી માંગી હતી તેથી પૂછતાછ કરવા માટે માજી સરપંચ સાથે કરસનભાઈ કાર્યપાલક ઈજનેરની કચેરી ગયા ત્યારે કોન્ટ્રાકટર કાનજી ગાગલ આવી અને કરસનભાઈ અને પૂર્વ સરપંચણે ધાક ધમકી કરતા સમગ્ર મામલો પોલીસ ચોપડે ચડ્યો છે.. Publishing Today , Created on Jan 8, 2018

એક ત્રાસવાદીની ધરપકડઃ

ગણતંત્ર દિવસ પહેલા જ એક ત્રાસવાદીની ધરપકડઃ ર૬મીએ હુમલો કરવાના હતા ત્થા નિશાના ઉપર અક્ષરધામ મંદિર પણ હતુઃ આપી કબુલાતઃ ત્રાસવાદીના બે સાથીદારો હજુય ફરારઃ પોલીસે તપાસ શરૂ કરીઃ દિલ્હીમાં સુરક્ષા વધુ મજબુત બનાવી દેવામાં આવી
Crime ગાંધીધામમાં ૧૦ જુગારી ઝડપાયા.. ગાંધીધામ બી ડીવીઝન પોલીસે જાહેરમાં જુગાર રમતા ૧૦ શખ્સોને ૧.૪૨ લાખની રોકડ રકમ સહિત કુલ ૨.૭૮ લાખ રૂપિયાની કિંમતના મુદામાલ સાથે ઝડપી પડતા ખેલીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે ૧૦ શખ્સો પાસે રહેલ ૧,૪૨,૭૦૦ ની રોકડ રકમ, ૫૦ હજારની બે મોટર સાયકલ, ૩૦ હજારની એક એકટીવા, ૫૫ હજારની કિંમતના ૯ મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૨ લાખ ૭૭ હજાર ૭૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે. દરોડા સમયે ભાવેશભાઈ સુમારભાઈ મહેશ્વરી અને નરેશ શામજી બગડા નામના બે ખેલી પોલીસને થાપ આપી નાસી છૂટ્યા હતા. જુગાર ઉપરાંત પોલીસે કાર્ગો ઝુંપડામાં દેશી દારૂનું વેચાણ કરતી ૯ મહિલાઓ સહિત ૧૧ શખ્સો પર નશાબંધી ધારા હેઠળ કેસ કરી તેમની અટકાયત કરી છે. ઝડપાયેલા ખેલીઓમાં ધનજીભાઈ થાવરભાઈ મહેશ્વરી, મહેશભાઈ લક્ષ્મણદાસ મખીજા, અબ્દુલ મામદ ટાંક, ઓસમાણ હાસમ શેખ, ઈબ્રાહીમ ગની મંગવાણા, જીતુભાઈ હોતચંદભાઈ ગીરગીલાણી, કિશોરભાઈ ગીલાભાઈ ઈશરાણી, અબ્દુલ ઉર્ફે રશીક ઈશા જામ, શામજીભાઈ જીવાભાઈ આહીર, હરેશ કનૈયાલાલ ઉતવાણી નો સમાવેશ થાય છે.. Publishing Today , Created on Jan 8, 2018

યોગરાજ અજપાળ

યોગરાજ અજપાળ અરવલ્લીની ડુંગરગાળીઓમાં રાજસ્થાનમાં જ્યાં પવિત્ર પુષ્કરતીર્થ આવેલું છે, ત્યાં થોડી સદી પૂર્વે એક રાજપૂત કિશોર બકરાં ચારતો હતો. મૂછનો દોરો હજી ફૂટી રહ્યો હતો. પ્રચંડ દેહકાઠી, વિશાળ ભાલ અને તેજસ્વી આંખો ચમકી રહી હતી. આ ચૌહાણ કિશોર બકરાં ચારતો ચારતો પથ્થરના ગઢકિલ્લા ગોઠવ્યા કરતો અને સાધુસંતોને બકરાનું દૂધ પાઇ પ્રસન્નતા અનુભવતો. પુષ્કરતીર્થની એ ડુંગરગાળીમાં એક સંન્યાસીની નાની મઢૂલી હતી. થાક્યોપાક્યો આ ગોપ કિશોર મઢૂલીએ આવીને વિરામ લે, સંન્યાસીનું નાનું-મોટું કામ કરે અને તેમની પાસેથી જ્ઞાનનું અમૃત પીએ. સાધુએ કિશોરની હૈયાસૂઝ જોઇ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જોઇ, એ શ્રદ્ધા માટે ઝૂઝવાની આંતરિક તાકાત જોઇ અને સાધુ એક દિવસ પ્રસન્ન થઇને બોલી ઊઠ્યા : ‘તું બકરાના પાલન માટે નથી જન્મ્યો, બચ્ચા! પણ દેશના અને ધર્મના રક્ષણ માટે જન્મ્યો છો. આર્યાવર્ત માથે યવનોનાં ધાડાં ઊતરી રહ્યાં છે. તારું સ્થાન ધર્મરક્ષામાં મોખરે હોેવું જોઇએ. બકરાં ચારવાનો આ ડંગોરો છોડ ને તલવાર ઉઠાવ ઇશ્ર્વરના તારા પર આશીર્વાદ રહેશે.’ સાધુના આશીર્વાદ પામી જુવાને બકરી છોડી માણસોને કેળવવાનું શરૂ કર્યું. દળ, નદિયું અને દુશ્મનોથી રક્ષ