🖋 છાડવારા સીમમાં બળી ગયેલ રિક્ષા અને હાડપિંજર પ્રકરણમાં દારૂ જવાબદાર. ભચાઉ તાલુકાનાં છાડવારા ગામની સીમમાં બળી ગયેલ હાલતમાં ઓટો રીક્ષા સાથે માનવ હાડપિંજર મળી આવેલ જે મરણ જનાર જયદીપગીરી ઉર્ફે દિપક મહેન્દ્રગીરી ગુંસાઈ વાળાની હોઈ જેનો મોબાઈલ ફોન શંકર વશરામ કોલી રહે. ભચાઉ વાળા પાસે હોવાની બાતમી મળતાં (Advertisement) પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસ નો કાફલો ભચાઉ માં મેઈન બજાર શાળા ન 1 ની બાજુમાં ચામુંડા માતાજીના મંદિર પાસે આવેલ મકાનમાંથી શંકર વશરામ કોલી ની ઝડતી લેતાં તેની પાસેથી જયદીપ ઉર્ફે દિપક નો મોબાઈલ મળી આવતા પોલીસે ઉલટ તપાસ કરતાં શંકર કોલીએ ગુન્હો કબૂલી લીધો હતો . શંકર કોલીએ કબુલ્યું હતું કે તેનો ભાઈ નિલેશ અને જયદીપ ઉર્ફે દિપક દારૂના રવાડે ચડી ગયા હતા , એટલે પોતાનાં ભાઈ ને દારૂ ના રવાડે ચડાવનાર જયદીપગીરી ગુંસાઈ ને સબક શીખવાડવા રાતે વાડીમાં લઈ જઈ ત્યાં તેનું ખૂન કાર્યનું કબૂલી લેતાં , કચ્છમાં ચકચાર જગાવનાર હત્યા ઉપરથી પડદો ઊંચકાયો હતો. તસ્વીર અને અહેવાલ : વિનોદ સાધુ , ભચાઉ . - - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ