કેરોસીન છાંટી પત્નીને સળગાવી નાંખનાર નરાધમ પતિને આજીવન સખત કેદ ભુજ તાલુકાનાં માધાપર ગામમાં કારીમોરી સોનલ કૃપા એજન્સી નવાવાસ ખાતે રહેતી લક્ષ્મીબેન રામજી કોલી ને એનો પતિ રામજી ઉર્ફે પપુ મામદભાઈ ઈભલાભાઈ કોલી ઉ.વ. ૨૫ એ ગત ૧૦.૧૨. ૨૦૧૬ નાં રાત્રે દસેક વાગ્યાના અરસામાં કેરોસીન છાંટી સળગાવી નાંખતા ભુજ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમ્યાન લક્ષ્મીબેન રામજી કોલીનું ૨૪.૧૨.૨૦૧૬ નાં મોત થયું હતું , જેની કાયદાકીય તપાસ ભુજ બી ડિવિઝન નાં પી.આઈ. વી.કે.ખાંટ ચલાવી રહ્યા હતા . આ કેસ કોર્ટમાં જતાં અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરીએ ધારદાર દલીલો કરતાં , મુખ્ય જિલ્લા ન્યાયધીશ એમ.એમ.ગાંધીએ અપરાધી રામજી મામદભાઈ કોલી ને આજીવન સખત કેદ તેમજ દંડની સજા ફરમાવી હતી , ભુજ કોર્ટના આ ધારદાર ચુકાદામાં એવો પણ ઉલ્લેખ છે કે જો આરોપી દંડ ની રકમ ૨૦૦૦ ન ભરે તો વધુ ૩ માસની સખત કેદ ફટકારવામાં આવી હતી. મૃતક પરિણીતા લક્ષ્મીબેન મરણોત્તર નિવેદનમાં લખાવ્યું હતું કે એનાં દિયર એક્સિડન્ટ નાં કલેમ નાં રૂપિયાની વહેંચણી બાબતે અવારનવાર એનો પતિ રામજી એને મારકૂટ કરતો હતો, બનાવના...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ