Skip to main content

Posts

Showing posts from November 3, 2018

કચ્‍છના પશુધન માટે ગુડઝ ટ્રેન મારફતે પ્રથમ રેકથી જાણો કેટલા લાખ કિલો ઘાસ કચ્છ આવ્યું..

કચ્છમાં અછતની જાહેરાત તો થઇ પરંતુ મોટી માત્રામા ઘાસનો જથ્થો કચ્છ ન આવતો હોવાની ફરીયાદ દરેક અછતગ્રસ્ત વિસ્તારમાંથી ઉઠતી હતી કેમકે ટ્રક મારફતે જથ્થો વલસાડથી કચ્છ આવતો હોવાથી મોટી માત્રામા એક સાથે કચ્છના પશુઓની સંખ્યા મુજબ જથ્થો કચ્છ પહોચતો ન હતો. તેમાં આજે રેલ્વે રેક મારફતે કચ્છમાં પ્રથમ વખત ઘાસનો ૪.૫૦ લાખ કિલો જથ્થો પહોચ્યો હતો. આમતો બે મહિના પહેલા આ અંગે સ્થાનીક કલેકટર દ્વારા સરકારમા દરખાસ્ત કરાઇ હતી અને દહાણુ વલસાડથી કચ્છ ટ્રેન મારફતે જથ્થો આવે તેવી માંગ કરાઇ હતી જે અંતે પુર્ણ થઇ હતી અને આજે સવારે જથ્થો ભુજ રેલ્વે સ્ટેશન આવી પહોચ્યો હતો અને ટ્રકમાં જથ્થો લોડ કરી કચ્છના અલગ અલગ વિસ્તારોમાં રવાનો કરવાની કાર્યાવાહી કરાઇ હતી. સવારે ટ્રેન મારફતે આવેલા જથ્થા અંગે અધિકારીઓ સાથે સમિક્ષા કરવા આવેલા કલેકટર રેમ્યા મોહને કહ્યુ હતુ કે ટ્રેન મારફતે એક સાથે આટલો જથ્થો આવવાથી રાહત કામગીરી ઝડપી બનશે. વલસાડથી કુલ 1 કરોડ કિલો ધાસનો જથ્થો આવવાનો છે તે પૈકી આજે ટ્રેન મારફતે 4.50 લાખ કિ.લો ઘાસનો જથ્થો આવ્યો છે અને દિવાળી પહેલા આવી વધુ બે રેક આવે તેવા પ્રયાસો વહીવટી તંત્રના છે. દિવાળી પહેલા જથ