Skip to main content

Posts

Showing posts from March 7, 2018

દેશમાં 30 ટકા ડ્રાંઇવિંગ લાયસન્સ નકલી

સરકારે 6.70 કરોડ સ્કેન કર્યા તેમાંથી 16.72 લાખ લાયસન્સ નકલી !! હવે ડ્રાંઇવિંગ લાયસન્સની પ્રક્રિયાને ડીઝીટલાઇઝ કરવાની સાથે આધાર સાથે પણ જોડાશે.. દેશમાં 30 ટકા ડ્રાંઇવિંગ લાયસન્સ નકલી હોવાની સંભાવના છે તેવો સંસદ સત્રમાં ખુલાસો કરાયો છે સરકારે 6.70 કરોડ ડ્રાઈવિંગ લાઈસન્સ સ્કેન કર્યા તેમાંથી 16.72  લાખ ડ્રાઈવિંગ લાઈસન્સ ડુપ્લીકેટ થવાની સંભાવના મળી છે. દેશમાં 30 ટકા ડ્રાઈવિંગ લાઈસન્સ સંભવિત રૂપથી નકલી છે. આ મામલા બાદ હવે સરકારે  ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયાને ડિઝિટલાઈઝ કરવાની યોજના બનાવી છે. તેમજ લાઈસન્સની નકલ ન કરી શકાય તે માટે તેને આધાર સાથે જોડવામાં આવશે.   દરમિયાન પીટીઆઈની માહિતી મુજબ નકલી લાઈસન્સના સંબંધમાં રાષ્ટ્રીય ઈન્ફોરમેશન સેન્ટર (NIC)ના એક અહેવાલ પ્રમાણે નકલી લાઈસન્સ બનવાની સંભાવનાઓ ખૂબ છે. તેમ રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં લેખિત જવાબમાં કહી હતી. મનસુખ માંડવિયાએ કહ્યું કે, 5 જાન્યુઆરી 2015 સુધી 6,70,16,815 ડ્રાઈવિંગ લાઈસન્સના રેકોર્ડ હતા. તેમાંથી 16,72,138 ડ્રાઈવિંગ લાઈસન્સ નકલી હોવાની સંભાવના છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા