અમદાવાદ શહેરના ચંડોળા તળાવ પાસે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રવિવારે મોડી સાંજે અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. આ બનાવની પ્રાથમિક વિગતો એવી છે કે ચંડોળા તળાવ પાસે આવેલી ઝૂંપડપટ્ટી માં કોઈ કારણસર સામાન્ય આગ લાગી હતી પણ ઝૂંપડપટ્ટી માં આગ ને ફેલાવો આપે એવી કાગળ, પ્લાસ્ટિક અને અન્ય ચીજ વસ્તુઓ અતિશય મોટા પ્રમાણ માં આગ ફેલાઇ ગયી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આ અંગે અમદાવાદ ફાયર બ્રિગેડ ને જાણ થતાં ચીફ ફાયર ઓફિસર એફ. એમ. દસ્તુર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સહીત નો સ્ટાફ 20 જેટલા ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી ગયો હતો અને આગ ને કાબુ માં લેવા નો પ્રયાસ કર્યો હતો. પણ આગ કાબુ માં લેવામાં ભારે મુશ્કેલી પડી હતી કારણ કે આગમાં ઝૂંપડપટ્ટીમાં રહેલા 25 જેટલા ગેસ સિલિન્ડર પણ ફાટયા હતા. જેથી આસપાસના વિસ્તારોમાં અફરા તફરી ફેલાઈ ગઈ હતી. આ બનાવ બાદ સ્થાનિક લોકોને શાહ આલમ વિસ્તાર માં આવેલી મસ્જીદમાં સ્થળાંતર કરવા માં આવ્યા છે. સૂત્રો ના જણાવ્યા મુજબ આ આગ માં અંદાજે 250 જેટલા ઝુંપડા બળી ને ખાખ થઈ ગયા હતા અને આ નુકસાન હજુ પણ વધી શકે તેમ છે. જોકે આ આગ પર સંપૂર્ણ કાબુ સોમવારે બપોર સુધી
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ