Skip to main content

Posts

Showing posts from September 21, 2018

મુખ્યમંત્રી બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આવતીકાલે કચ્છની મુલાકાતે, જાણો શું છે પ્રવાસની મુખ્ય વાતો..

તા. 20-9-18 ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની અછતગ્રસ્ત સ્થિતિનું નિરીક્ષણ કરવા આવ્યા હતા અને હવે આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા કચ્છ ખાતે આવી રહ્યા છે. અમિત ચાવડાકચ્છના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પશુ માટે ઘાસચારો, સ્થાનિક રોજગાર, પેયજલ સહિતના વિવિધ મુદ્દે સમીક્ષા કરી ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરશે. પ્રદેશ પ્રમુખ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના કોંગ્રેસ આગેવાનો જોડાશે. અમિત ચાવડા અછતગ્રસ્ત વિસ્તારોના આગેવાનો, માલધારીઓ, ખેડૂતોના પ્રતિનિધિઓને રૂબરૂ મળી ચર્ચા કરશે. મુખ્યમંત્રી બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની  આવતીકાલ ની કચ્છની મુલાકાતથી ચર્ચા જગાવી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ