પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર રાપર તાલુકાનાં પલાંસવા ટોલ ટેક્ષ નજીક એક અકસ્માતમાં એક પરિવારના ચાર શખ્સો એ જીવ ગુમાવ્યા છે. ભિખાભાઇના ધર્મ પત્ની નું 15 દિવસ અગાઉ થયેલ ના મૃત્યુ બદલ પરિવાર તેમની શ્રાદ્ધ ક્રિયા કરાવી નાખતર ગામ થી પરત ફરી રહ્યા હતા એ દરમ્યાન પલાંસવા ટોલ ટેક્ષ પાસે ઝાયલો કારનું ટાયર અચાનક ફાટી જઈ કાર પલટી મારી જતાં પરિવારના બે સભ્યો શાંતિબેન નાનજીભાઈ પ્રજાપતિ ઉ.વ. 60 અને અમરતબેન નવીનભાઈ પ્રજાપતિ ઉ.વ. 35 ના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. તો બીજી બાજુ ઇજાગ્રસ્ત રાજેશભાઈ ભિખાભાઇ ઉ.વ. 25 અને બાબુભાઈ ભીખભાઇ ઉ.વ. 35 ને સારવાર અર્થે મહેસાણા લઈ જવાયા હતા જેમાં તેઓનું રસ્તા માં જ મોત નીપજયું હતું. ગાડીમાં 10 જેટલા લોકો સવાર હતા જેમાંથી ચારનાં મોત નિપજ્યાં હતા અને 6 ને ગંભીર ઇજાઓ પહોચી હતી. આ ઘટના ને લીધે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અહેવાલ અને તસવીર - હરેશ મોરવાડીયા Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsap...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ