કચ્છના પશુઓને બચાવવા માટે પંજાબથી પરાર ખરીદવામાં આવશે જે પશુઓના ઘાસચારા માટે યોગ્ય નથી. પશુઓ માટે પોષ્ટિક ઘાસ વલસાડ, દહાણં, તારાપુર જીલ્લાઓમાંથી જ ખરીદવામાં આવે પરારની ખરીદી એટલે ઘાટ કરતા ઘડામણ મોંઘુ, ટ્રાન્સપોટટ ખરચ પણ ખુબ મોંઘુ થશે. પંજાબમાં ખેડૂતો જે પરારને સળગાવે છે તેનું ગુજરાત સરકાર ખરીદવા માટે અભ્યાસ કરવા જશે !!! અહો આશ્ચર્યમ !!!......... આ શબ્દો છે કચ્છ જિલ્લા પંચાયતનાં વિરોધ પક્ષનાં નેતા વી. કે. હુંબલનાં... તેમણે સરકારને આડે હાથ લેતાં આક્ષેપો કર્યા કે સરકારનો પંજાબમાંથી ઘાસ લેવાનો નિર્ણય અને એમાંય એવું ઘાસ કે જ્યાં પંજાબમાં ઘઉં નાં વધેલા છોડવાને કાપવાને બદલે ત્યાંના ખેડૂતો સળગાવી નાખે છે , અને એ ઘઉં નાં પરારને જો કચ્છ પશુઓ માટે લઈ અવાશે તો તે કચ્છનાં પશુ માટે યોગ્ય નથી. કચ્છ જીલ્લામાં અછતમાં પશુઓને બચાવવા માટે સરકાર દ્વારા પંજાબથી ઘઉના પરારની ખરીદી કરવા માટે સરકારશ્રીનાં પ્રતિનિધિ મંડળને પાંજાબ મોકલવામાાં આવશે તેવું ગુજરાતની કેબીનેટમાં નિર્ણય લેવાયેલ છે ત્યારે કચ્છના પશુઓ માટે ઘઉનાં પરારનો ચારો યોગ્ય છે કે કેમ તે સરકારે જોવું જરૂરી છે, ઘઉનો પરાર પશુઓ માટે ખા...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ