Skip to main content

Posts

Showing posts from October 13, 2018

ભુજના ભક્તિનગર માંથી ૭.૧૬ લાખના દાગીનાની ચોરી..

પોલીસ ચોપડે થી મળતી માહિતી અનુસાર અને ફરિયાદી રવજી સોમાભાઈ રબારી ના જણાવ્યા અનુસાર ભુજ માંથી કોઈ અજાણ્યા ઇસમો તા. ૧૨-૧૦-૨૦૧૮ ના રોજ બપોર ના ૧૨.૩૦ થી ૩.૦૦ વાગ્યા ના અરસામાં સોનાનો મોટો હાર-ચાર તોલા, સોનાનો નાનો હાર-બે તોલા, કાનમાં પહેરવાના નાગલા-૧જોડી, સોનાની શેર બૂટિયા-૧ જોડ, સોનાના માદરિયા-નંગ ૩ અને છ તોલા, સોનાની હાથમાં પહેરવાની પોંચી-૧.૫ તોલા, સોનાની ચેન નંગ-૨ અને ૩.૫ તોલા, સોનાની વીંટી નંગ-૩ અને એક તોલા, સોનાની કોલી નંગ-૪ અને હુમ નંગ-૩ અને ૧ તોલા, ચાંદીના પાટા પગમાં પહેરવાના ૨ જોડી- ૫૦૦ ગ્રામ, ચાંદીના કંડલા જોડી ૨- કિલો ૧ અને ચાંદીનો કરજોડો નંગ-૧ મળી ને કુલ રૂ. ૭,૧૬,૦૦૦ ની દાગીના ની ચોરી થયેલ છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.. અહેવાલ -કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિ

નખત્રાણા પાસે આવેલ એક કોમ્પ્લેક્ષમાં પરિણીતા પર થયો સામૂહિક દુષ્કર્મ..

પ્રાપ્ત વિગતો અનુસાર મોટી વિરાણી ખાતે રહેતી 40 વર્ષીય પરિણીતા પર વંગ તા. નખત્રાણા ખાતે રહેતો મોહન ઉમરા આહીર નામનો શખ્સ અને તેની સાથે ના તેના ચાર સાગરીતો એ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. પરિણીતા ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 10મી ઓક્ટોબરની રાત્રે પોણા નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા દરમિયાન તેની સાથે મોહન આહીર અને તેના સાગરિતોએ દુષ્કર્મ આચર્યું હતું. મોહને પીડિતાને તેની સફેદ રંગની સ્વિફ્ટ કારમાં ઘરે મુકી આવવાનું તેમજ માતાના મઢમાં જવાનું જણાવી પરિણીતાને પોતાની કારમાં બેસાડી એસ્સાર પેટ્રોલ પંપ સામે આવેલા કોમ્પ્લેક્સની એક ઑફિસમાં લઈ ગયો હતો. જ્યાં તેણે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ તેણે તેના ચાર સાગરિતોને ફોન કરી બોલાવ્યાં હતા. આ સાગરિતો એક મોટર સાયકલ પર આવ્યા હતા અને તેમણે ઑફિસનું શટર બંધ કરી પીડિતાને ગોંધી દઈ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે 3 દિવસ બાદ મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોધાઈ છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live