Skip to main content

Posts

Showing posts from September 12, 2018

ભચાઉ સબ જેલમાંથી રીઢો ચોર ફરાર

ભચાઉની સબ જેલમાંથી રીઢો ચોર ફરાર ચોરીનાં અનેક ગુન્હામાં સંડોવાયેલો ભરત રામજી કોળી નામનો રીઢો ચોર આજે સાંજે 6 થી 6.30 વાગ્યા નાં અરસામાં જેલની અંદરની દીવાલ પાસે લાકડાનો ટેકો રાખી જેલમાંથી ફરાર થઈ જતાં મામલતદાર અને પોલીસ કાફલો ભચાઉ સબ જેલ દોડી ગયો હતો.. તસ્વીર અને અહેવાલ  : વિનોદ સાધુ , ભચાઉ રાપર પ્રતિનિધિ 72260 06130

ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાતનાં મુખ્યમંત્રી ને પશુધન માટે શું રજૂઆત કે જેથી કચ્છના પશુધનને ખૂબ મોટો ફાયદો થયો, જાણવા માટે વાંચો મા ન્યૂઝ નો અહેવાલ..

તા. 11/9 ના રોજ માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગુજરાત ના મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને કચ્છ ના વિવિધ પ્રશ્નો તથા વિકાસ ના કામો ની રજુઆત માટે મળ્યા હતા. વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કચ્છ માં વરસાદ ખેંચાતા ચારા ની તંગી ની રજુઆત કરી અને કચ્છ ના પશુધન માટે રોજ 200 ગાડી ઘાસ આવે તથા વલસાડ ને એ બાજુ થી રેક ( રેલવે ) મારફત ચારો આવે તો પશુધન બચી શકે તથા ખાવડા વિસ્તાર પાસે આવેલા ત્રગળી તથા અન્ય બેટ પર ઘાસ ઉગેલુ છે ત્યાં પશુ ચરવા માટે ની બોર્ડર તરફ થી પરમિશન મળે તો કચ્છ ના પશુધન માટે મોટી રાહત થાય તેમ છે તેવી રજુઆત કરતા રૂપાણી સાહેબે તરત જ જવાબદાર અધિકારી ને બોલાવી અને સૂચના આપી કચ્છમાં માંગે એટલું ઘાસ આપો. એક પણ જીવ ઘાસ ના અભાવે મરવું ના જોઈ જે કરવું પડે તે કરો.  સાથે સાથે નર્મદા ના નીર પણ કચ્છ માંટે વધુ ફાળવાય, 1200 ક્યુસેક પાણી જલ્દી છોડે તો કચ્છ ને પાણી મળી રહે અને વાગડ વિસ્તાર માં મબલખ પ્રમાણ માં ચારા નું વાવેતર થયેલ છે તે ચારો થઈ આવે તો પણ ખેડૂતો અને પશુ માટે રાહત થઈ જાય તેવી રજુઆત માં નીતિનભાઈ પટેલ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને કરતા તરત જ જવ