ભુજ આર.આર. સેલ બોર્ડર રેન્જના એ.એસ.આઈ અધિકારી એ આજે ગાંધીધામ માંથી ગેરકાયદેસર લોંખડ ના ભંગારનો કુલ 2090 કિલો નો જથ્થો જપ્ત કર્યો હતો. ભુજ આર.આર.સેલ બોર્ડર રેન્જના અધિકારી આજે ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.ત્યારે તેમને બાતમી મળી કે ગુ.હા.બોર્ડ ઝુંપડા ના ભંગાર વાડામાં કોઈ ચોરી કે છળકપટનો આધાર પુરાવા વગરનો લોંખડ તથા બીડનો ભંગાર ઉતારી રહેલ છે. પોલીસે ભંગાર વાડા નાં માલિક પેરાજ ભાનુશાલી , ફકીર મામદ કોરેજા , ભાઈચંદ દેવીપુજક રહેવાસી ગાંધીધામ અને કંડલા ઝૂંપડપટ્ટી વાળાની ધરપકડ કરી છે. આ બાતમીને ધ્યાને લઈને પોલીસે પગપાળા ત્યાં જઈને તપાસ કરતા હકીકત સાચી પડી હતી.ત્રણ ઈસમો છોટા હાથી અને છકડા માંથી લોખડના ભંગારનો જથ્થો ભંગાર વાડામાં ભરી રહ્યા હતા.ત્યારે પોલીસે ઉલટ પૂછપરછ કરતા ઈસમો આ માલનો પુરાવો ન આપી શક્યા.જેથી પોલીસે આ માલને આધાર પુરાવા વગરનો ગણીને 2090 કિલો લોખંડ નો જથ્થો , છોટા હાથી અને છકડા વાહન સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બધો મુદ્દામાલ પોલીસે સી.આર.પી.સી કલમ 102 હેઠળ તપાસ અર્થે કબ્જે કર્યો હતો. પોલીસે Gj12 AZ 6885 , Gj12 A...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ