Skip to main content

Posts

Showing posts from July 5, 2018

ભુજ નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે ભરતભાઈ રાણાની પસંદગી થઈ.

ભુજ નગરપાલિકામાં પ્રમુખ લતાબેન સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં સમિતિઓમાં સભ્યોના અને ચેરમેનના નામો જાહેર કરવામાં આવ્યા જેમાં કારોબારી સમિતિમાં ચેરમેન તરીકે ભરતભાઇ રાણાની પસંદગી થઈ છે અને સભ્યોમાં શૈલેન્દ્રસિંહ જાડેજા,અજય પી ગઢવી,મહીદીપસિંહ જાડેજા,કૌશલભાઈ મેહતા,ગોદાવરીબેન ઠક્કર,જગતભાઇ વ્યાસ,અશોકભાઈ પટેલ,રાહુલભાઈ ગોર,સહદેવસિંહ જાડેજા,રેશ્માબેન ઝવેરી રેહશે.સેનિટેશન સમિતિમાં ચેરમેન તરીકે અશોકભાઈ પટેલ અને સભ્યોમાં દિલિપભાઈ હડીયા,રસ્મિબેન સોલંકી,પ્રકાશબા જાડેજા ,મહીદીપસિંહ જાડેજા રેહશે.વોટર સપ્લાય સમિતિમાં ચેરમેન તરીકે કૌશલભાઈ મેહતા અને સભ્યોમાં મીનાબેન ચ્ંદે,કસંભાઈ કુંભાર,ધીરેનભાઈ ઠક્કર,અલીખાન બલોચ રેહશે.ટ્રાન્સપોર્ટ સમિતિમાં ચેરમેન તરીકે જીગ્નાબેન ઠક્કર અને સભ્યોમાં મીનાબેન ચ્ંદે,મહીદીપસિંહ જાડેજા,રશ્મિબેન સોલંકી રેહશે.શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ સમિતિમાં ચેરમેન તરીકે જાનકીબેન રાઘવ ભટ્ટ અને સભ્યોમાં કૌશલભાઈ મેહતા,રીટાબેન મોતા,અશોકભાઈ પટેલ,જગતભાઇ વ્યાસ રેહશે. ડ્રેનેજ સમિતિમાં ચેરમેન તરીકે દિલિપભાઈ હડીયા અને સભ્યોમાં જીગ્નાબેન ઠક્કર,અજય પી ગઢવી,શૈલેન્દ્રસિંહ જાડેજા,જ

ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવી.

ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં ૨૫ વર્ષના અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આ યુવકને પાછલા ભાગે કોઇકે પત્થર વડે માર્યું હોવાથી મોત તેનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ યુવકની હત્યા થઈ ત્યાંથી પોલીસે તેનું આધારકાર્ડ કબ્જે કર્યું છે અને આ યુવકનું નામ સહવાગ નંદલાલ ચૌધરી હોવાની વિગત મળી છે.પરંતુ આ યુવક ક્યાનો છે તે હજી પોલીસને કોઈ જાણ થઈ નથી જેથી આ બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ :  125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા:  દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,  ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર  મા ડ્રિંકિંગ વોટર:  15 રૂપિયામાં 20 લીટર

કચ્છમાં ૬.૧૬ લાખ બાળકોને ઓરી-રૃબેલાની રસી મૂકાશે..

સમગ્ર રાજયમાં પાંચ અઠવાડિયા ચાલનારા અભિયાન ઓરી અને રૃબેલા રોગ સામેની ઝુંબેશનો કચ્છમાં ૧૬મી જૂલાઇ, ૨૦૧૮થી પ્રારંભ થશે. આ ઝુંબેશમાં કચ્છમાં ૯ મહિનાથી ૧૫ વર્ષના અંદાજીત ૬.૧૬ લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભુજ ખાતે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે ઓરી-રૃબેલા રસીકરણ કાર્યક્રમ વિરૃધ્ધના કેટલાંક સોશિયલલ મિડીયામાં થઇ રહેલા દુષ્પ્રચારને ખાળવા આરોગ્ય અધિકારીઓને નિર્દેશ આપ્યા હતાં. આ ઝુંબેશમાં એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે, તે માટે લોકોમાં જાગૃતિ વધારવા સાથે જિલ્લા અને તાલુકા સહિત ગ્રામ્યકક્ષાએ પણ બેઠકો કરવા અને પ્રાંત અધિકારી, મામલતદાર કક્ષાએ તેમજ ઔદ્યોગિક વસાહતો, બીએસએફ, મિલીટરી, વાયુસેના કોસ્ટગાર્ડ જખૌ સહિત માઇનીંગ એરિયાને રસીકરણથી સાંકળી લેવા સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ આ બેઠકમાં ખોટી રીતે રસીકરણના આંકડાઓ વધારે દેખાડવાના પ્રયાસો કરવા સામે કર્મચારીઓને ચેતવ્યા હતા. રસીના જથ્થાની ખરાઇ અને આંકડા ચેક કરવા સહિતની બાબતે સૂચના આપી હતી. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter -

ભુજમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતાં જાત જલાવનાર યુવકે દમ તોડ્યો.

ભુજના અંજલીનગરમાં રહેતા યુવકે મિત્રેને અન્ય પાસેથી ઉછીના નાણા અપાવ્યા બાદ મિત્રએ રૂપિયા પરત ન આપતાં યુવકે સોમવારે સવારે પોતાના શરીરે પેટ્રોલ છાંટી આત્મહત્યાની કોશીશ કરી હતી જેનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.  સુરલભીટ રોડ પરના અંજલી નગરમાં રહેતા ઇસ્માઇલ કાસમ નોડે (ઉ.વ.35)ગત સોમવારે સવારે તેના મિત્ર દયાલ ગોસ્વામી અને વિનોદ ગોસ્વામીના ઘરે ચાંદ ચોકની બાજુમાં સોની કંસારાવાડીમાં ગયો હતો. અને આ બન્ને ભાઇઓને અન્ય પાસેથી ઉછીના અપાવેલા રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે આ બન્ને ભાઇઓએ રૂપિયા આપવાની ના કહેતા ઇસ્માઇલ પોતાની સાથે લઇ આવેલો પેટ્રોલથી ભરેલો ડબલો પોતાના શરીર પર રેડી અને આત્મવિલોપનની કોશીશ કરી હતી. જેને કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો.જી.કે.જનરલ હોસ્પિટલમાં યુવકને સારવાર માટે ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન ઇસ્માઇલે આખરી દમ લીધો હતો. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 9725