Skip to main content

Posts

Showing posts from June 14, 2018

ભચાઉ ના શિકરા ખાતેથી દારૂ જપ્ત થવાનો મામલો : 5 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ..

ભચાઉ ના શિકરા ખાતેથી દારૂ જપ્ત થવાના મામલા માં આજ રોજ પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. વિગતમાં ગઈકાલે આર આર સેલે દરોડા પાડીને સફળ કાર્યવાહી કરી હતી જેમાં આ ઘટનામાં સ્થાનિક પોલિસ ઊંઘતી ઝડપાઇ હતી. આ ઘટના ને લીધે રેન્જ આઈજી એ ભચાઉ પોલીસ મથકના પીઆઇ સહિત પાંચ પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કર્યા છે. PI , PSI , ASI , સહિત 5 સસ્પેન્ડ કર્યા છે. આ ઘટનાને પગલે પોલીસ બેડા માં ફફડાટ ફેલાઈ ગયો છે.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

કચ્છમાં બાળકો ને ઉપાડવાવાળી કોઈ ગેંગ આવી નથી : DYSP એ યોજી પ્રેસ કોનફરન્સ..

કચ્છ માં નાના છોકરાઓને પકડવા વાળી ગેંગ આવી હોવાની અફવાને પગલે DYSP એ પ્રેસ કોનફરન્સ યોજી, લોકો ને અફવાઓથી દૂર રહેવા માટે કરી અપીલ. સોશિયલ મીડિયા માં ખોટી અફવા ફેલાવનાર સામે પગલાં લેવાશે. ભુજ, મુન્દ્રા ના રામાણિયા અને નખત્રાણા ના માધાપર ગામે ખોટો વહેમ રાખી ને માર મારવાના બનાવ બન્યા હતા. કચ્છમાં બાળકો ને ઉપાડવાવાળી કોઈ ગેંગ આવી નથી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

૧૬મીએ ભુજમાં સુવર્ણપ્રાસના ટીપાં પીવડાવાશે, ૧૮મીએ રાપર ખાતે એપ્રેન્‍ટીસ ભરતી મેળો યોજાશે..

સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ, સરપટ ગેઇટ, ભુજ ખાતે આગામી તા.૧૬/૬/૨૦૧૮ના સવારે ૯ થી ૧૨ વાગ્‍યા સુધી (પુષ્‍ય નક્ષત્ર) ના દિવસે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાસના ટીપાં વિનામૂલ્‍યે પીવડાવાશે. આગામી દરેક માસમાં આવતા પુષ્‍ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાસના ટીપાં પીવડાવાશે. આ સુવર્ણપ્રાસના ટીપાંથી બાળકનો સર્વાગી વિકાસ થાય છે, રોગ પ્રતિકાર શકિત વધે છે, સ્‍મૃતિ બુધ્‍ધિ વધે છે તેવું વૈધ પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ, ભુજ ખાતે. તા.૧૮/૦૬/૨૦૧૮ સોમવાર ના રોજ “આઈ.ટી.આઈ-રાપર” ખાતે સવારે ૧૦-૦૦ કલાકે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે. જેમાં ૮ પાસથી લઈને તમામ ઉમેદવારો કે જેઓ એપ્રેન્ટીસ તરીકે એકમમાં જોડાવવા માંગતા હોય તેઓએ પોતાના શૈક્ષણિક સર્ટીની ઝેરોક્ષ કોપી તથા જરૂરી સલગ્ન આધાર-પુરાવાની ઝેરોક્ષ કોપી સાથે હાજર રહેવા જણાવાયું હતું. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB

૨૧મી જુન વિશ્‍વ યોગ દિને ૪.૬૦ લાખ કચ્‍છીજનો યોગા કરશે..

૨૧મી જુન વિશ્‍વ યોગ દિવસે રાજયભરની સાથો સાથ કચ્‍છ જિલ્‍લો પણ વીરાટ સંખ્‍યામાં યોગા કરશે. કચ્‍છભરના ૪.૬૦ લાખ જેટલા નાના-મોટા, અદના, વિશિષ્‍ટ, સંતન, ભકતગણ, સમેતના કચ્‍છીજનો યોગા દિવસની ઉજવણીમાં જોડાશે તેવું જિલ્‍લા કલેકટર સુશ્રી રેમ્‍યા મોહને રાજયની વિડીયો કોન્‍ફરન્‍સમાં માહિતી આપતાં જણાવ્‍યું હતું. તેમણે જિલ્‍લાના ૨૪૧૦ જેટલા વિવિધ સ્‍થળોએ જીલ્‍લાના તંત્ર, ૨૧ જેટલી સંસ્‍થાઓના સંયુકત ઉપક્રમે યોગ કરાશે અને જિલ્‍લામાં ભુજ ખાતે મુખ્‍ય કાર્યક્રમ શ્રી આર.ડી.વરસાણી હાઇસ્‍કૂલ ગ્રાઉન્‍ડ ભુજ ખાતે સવારે ૭ કલાકથી ૭.૪૫ દરમ્‍યાન મુખ્‍ય કાર્યક્રમ બાદ આનુષાંગિક કાર્યક્રમો યોજાશે તેવું વધુમાં ઉમેર્યુ હતું. આ પ્રસંગે સેલીબ્રિટીઝ ભાગ લે, ખેલમહાકુંભના પ્રથમ, દ્રિતીય અને તૃતિય ક્રમાંકિત યોગવીરોને ઈનામ એનાયત કરાશે. યોગામાં ભાગ લેનાર નાના, મોટા, વિશિષ્‍ઠ કક્ષાના યોગવીરોને પ્રમાણપત્ર પણ એનાયત કરવાનું કલેકટરશ્રીએ સુનિશ્‍ચિત કર્યુ હતું. તેમણે છાત્રગણને જિલ્‍લાની દૂધમંડળીઓના સહયોગથી દૂધ, બિસ્‍કિટનો નાસ્‍તો તથા તંત્ર દ્વારા જળ પાન વ્‍યવસ્‍થા બાબતે ખાસ કાળજી માટે સબંધિતોને સૂચના પાઠવી હતી. વધુમાં

ભુજ LCB પોલીસે ભીડનાકા વિસ્તાર માંથી મોટું જુગારધામ ઝડપી પાડ્યું..

ભુજની ભાગોળે આવેલ હોટલ ઓધવમાં ચાલતા જુગાર ના અડ્ડા ને LCB પોલીસે ઝડપી પાડ્યું હતું. જાણવા મળતી વિગતો અનુસાર હોટલમાં રૂમ ભાડે રાખીને આ શખ્સો આ જુગારધામ ચલાવી રહ્યા હતા. પશ્ચિમ કચ્છ પોલીસને મળેલી બાતમી ને આધારે દરોડો પાડતા ગઈકાલે રાત્રે હોટલ ઓધવ ખાતે થી બે મહિલા સહીત ૬ ખેલીઓને પકડી પડાયા હતા જયારે મોકો જોઈ એક શખ્સ નાશી છૂટ્યો હતો. આ દરોડામાં પોલીસે પ્રમુખસ્વામી નગરમા રહેતી લક્ષ્મીબેન વાલજીભાઇ સોની, માધાપરમા રહેતી જ્યોતીબેન લાલજીભાઇ પીપડીયા(પટેલ) તથા સંજયકુમાર કનૈયા સીંગ, સંજીવકુમાર સિતારામ યાદવ, અરૂણભાઇ ભોલેનાથ વાધમરે, હિતેષ લક્ષ્મીદાસ ઠક્કરને ઝડપી પાડ્યા હતા. તો બીજી બાજુ નાશી છુટેલ એક શકુની શિષ્ય હિરેન ઠક્કર ને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કેસનો હવાલો ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ ને હવાલે કરાયો છે ને કાર્યવાહી બાદ તમામને જમીન પર છોડી મુકવામાં આવ્યા હતા. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Face

ઇદનો તહેવાર નજીક, પયગંબર વિરૂદ્ધ અભદ્ર લખાણ કરી, ફરી કચ્છની શાંતિ ડહોળવાનો પ્રયાસ..

 છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં સોશ્યલ મીડિયા પર કોમી વૈમનસ્ય ફેલાય તેવા હેતુ થી અસામાજિક તત્વો દ્વારા અભદ્ર અને ઉશ્કેરણી જનક લખાણ કરવાના કેટલાક કિસ્સાઓ બહાર આવ્યા છે. તે પછી મહેશ્વરી સમાજના ધણીમાંતગ દેવ વિરુદ્ધ હોય કે ઇસ્લામ ધર્મ વિરૂદ્ધ હોય કે પછી હાલમાં જ માં મોગલ વિરૂદ્ધ અભદ્ર લખાણ લખ્યું હોય, આ તમામ ઘટનાઓ ફકત અને ફકત કચ્છની કોમી એકતાને પલીતો ચાંપવા તેમજ શાંત વાતાવરણમાં તનાવ ઉભો કરવાના ઉદેશ્યથી થઈ રહી છે. આજે ફરી એકવાર માંડવી તાલુકાના પદમપુર ગામના મોહન સેંઘાણીએ સોશ્યલ મીડિયા મારફતે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરૂદ્ધ અભદ્ર લખાણ લખી ઇદના તહેવાર નજીક આવું કૃત્ય કરી મુસ્લિમોને ઉશ્કેરવા પ્રયાસ કર્યો છે. આ બાબતે પ્રદેશ કોંગ્રેસ મંત્રી હાજી જુમા રાયમાએ એસ.પી પશ્ચિમ કચ્છને ફરિયાદ કરી અને આવું કૃત્ય કરનાર વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા જણાવ્યું છે. જુમા રાયમાએ જણાવ્યું કે શાંતિ ડહોળનારા તત્વો પાછળ એક ટોળકી સક્રિય છે. જે સતત કચ્છની શાંતિને પલીતો ચાંપવા આવા યુવાનોને તૈયાર કરી અને કચ્છમાં ઝેર ફેલાવવાનું ષડયંત્ર કરી રહી છે. થોડા સમય પહેલા જ પોલીસે જાહેરાત કરી હતી કે આવા લોકો વિરુદ્ધ પાસાની ક

કચ્છ જીલ્લાના તાલુકા મથકોએ આર.ટી.ઓ. કેમ્‍પનું આયોજન કરાશે..

કચ્‍છ જિલ્‍લા આર.ટી.ઓ. કચેરી દ્વારા જુન-૨૦૧૮ માસ દરમ્‍યાન માંડવી ખાતે તા.૧૯/૬, નખત્રાણા તા.૨૧/૬, મુન્‍દ્રા તા.૨૨/૬, રાપર તા.૨૬/૬ તેમજ ભચાઉ તા.૨૮/૬ના કેમ્‍પનું તાલુકા મથકે આયોજન કરાયું છે. કેમ્‍પમાં ટ્રાન્‍સપોર્ટ વાહનોમાં રીફલેકટીવ ટેપ, સ્‍પીડ ગવર્નર, એચએસઆરપી લગાવેલ હોય એજ વાહનોના ફીટનેશ (સીએફ) રિન્‍યુ કરવામાં આવશે અન્‍યથા ભુજ/ગાંધીધામ કચેરી ખાતે ફિટનેશ (સીએફ) રીન્‍યુ કરાવવા માટે આવવું. રીફલેકટીવ ટેપ, સ્‍પીડ ગર્વનર, એચએસઆરપી લગાવવાની સુવિધા ભુજ/ગાંધીધામ કચેરી ખાતે ઉપલબ્‍ધ હોય પરંતુ કેમ્‍પ સ્‍થળે સુવિધા હાલમાં નથી જેની મોટરીંગ પબ્‍લીકે નોંધ લેવી.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

કંડલાના સમુદ્રમાં ૧૫૦૦ ટન ખાતર ભરેલ બાર્જ ઊંધું વળ્યું, ૭ ક્રુ મેમ્બરો ને બચાવી લેવાયા..

કંડલાપોર્ટના મરીન ડિપાર્ટમેન્ટ દ્વારા રાત્રે ૯ વાગ્યે વહેતા થયેલા મેસેજે સૌના જીવ અઘ્ધર કરી મુક્યા હતા. કંડલાના દરીયામાં ગયેલા રિશી શીપીંગ કંપનીના બાર્જના સિગ્નલો મરીન કન્ટ્રોલ રૂમ માં આવતા એકાએક બંધ થઈ ગયા હતા. ગિરી-૩ નામના આ બાર્જમાં ૭ ક્રૂ મેમ્બરો હોઈ સૌને તેમની સલામતીની ચિંતા હતી. અનેક પ્રયત્નો પછી પણ બાર્જ સાથનો સંપર્ક ન થતા કંડલાપોર્ટ ના સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. (તસ્વીર માત્ર પ્રતીકાત્મક) જે અંગે KPT ના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ આપેલી સતાવાર માહિતી મુજબ રાત્રે શરૂ કરાયેલ રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન મધરાતે ૨ વાગ્યે બાર્જ ના ૭ ક્રૂ મેમ્બર ને બચાવી લેવાયા હતા. એક તબક્કે ૭ ક્રૂ મેમ્બર ડૂબી ગયાં હોવાની સૌને ચિંતા હતી પણ રેસ્ક્યુ ઓપરેશન સલામત રીતે પાર પડ્યું અને સાતેસાત ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા હતા. આ રેસ્ક્યુ દરમ્યાન કંડલાપોર્ટના ઇન્ચાર્જ ચેરમેન આલોકસિંઘ તેમજ મરીન ડિપાર્ટમેન્ટ ના ડેપ્યુટી કંઝર્વેટર કેપ્ટન શ્રીનિવાસન ના માર્ગદર્શન હેઠળ કંડલાપોર્ટના બાર્જ તેમજ ટગ સાથેના સ્ટાફે રેસ્ક્યુની કામગીરી કરી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ

ગુજરાતી અંધ ક્રિકેટરે પાક.ને વર્લ્ડકપમાં હરાવ્યું, પણ આજે પાનનો ગલ્લો ચલાવવા મજબૂર..

પાકિસ્તાનને હરાવનાર, ભારતને ક્રિકેટનો વર્લ્ડ કપ જીતાડનાર અને સૌની વાહવાહ લૂંટનાર કોઈ ક્રિકેટરને તમે પાન-બીડી વેચતા જોયો છે? સાબરકાંઠાના લુણસા ગામમાં રહેતા વિકાસ પટેલનો ક્યારેક અંધ ક્રિકેટર તરીકે દબદબો હતો. તેઓ બ્લાઇન્ડ ક્રિકેટવર્લ્ડમાં ઑલરાઉન્ડરની ખ્યાતિ ભોગવતા હતા, પણ આજે સમય એવો આવ્યો છે કે 50થી વધુ ક્રિકેટ ટ્રૉફી જીતનારા વિકાસ પટેલને પાન-બીડીની દુકાન ચલાવવી પડી રહી છે. વિકાસ પટેલના સંઘર્ષના સાક્ષી તેમની મહેનતને બિરદાવે છે, ગુજરાત સરકારે તેમને સહાય આપવાની વાત કહી છે. બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમનારા અને પીટીસી (પ્રાઇમરી ટીચિંગ સર્ટિફિકેટ)ની ડિગ્રી ધરાવનારા વિકાસ પટેલ બાળપણથી જ અંધ છે. વિકાસ પટેલે પોતાનો ચહેરો ક્યારેય જોયો નથી. માતાપિતાનો ચહેરો પણ એમણે માત્ર સ્પર્શ કરીને અનુભવ્યો છે. એક ઇન્ટરવ્યુમાં વિકાસ જણાવે છે, ''મા-બાપના ચહેરાને મેં સ્પર્શ કરીને અનુભવ્યો છે અને બાદ ક્રિકેટ બૅટ અને ભણવાના પુસ્તકોને સ્પર્શ કરી અનુભવ કર્યો હતો, પણ, ક્રિકેટના બૅટને સ્પર્શ કર્યું અને મારું જીવન બદલાઈ ગયું. જોકે, હવે મારે પાન-બીડી, તમાકુનો સ્પર્શ કરવો પડે છે. કારણ કે

વર્ષ 2020 સુધીમાં અણુશસ્ત્રોનો નાશ કરે ઉ.કોરિયા : અમેરિકા

અમેરિકા ઇચ્છે છે કે ઉત્તર કોરિયા આગામી અઢી વર્ષમાં મોટા પ્રમાણમાં નિ:શસ્ત્રીકરણ કરી બતાવે. દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન અમેરિકન વિદેશપ્રધાન માઇક પૉમ્પિયોએ જણાવ્યું કે ઉત્તર કોરિયા સાથે 'એક મોટી ડીલ પર કામ થવાનું હજુ બાકી' છે. તેમણે ઉમેર્યું, “અમને આશા છે કે આ લક્ષ્યને અઢી વર્ષમાં હાંસલ કરી શકાય એમ છે.” અમેરિકન વિદેશપ્રધાનની આ ટીપ્પણી સિંગાપોરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનની મુલાકાતના એક દિવસ બાદ આવી છે. સિંગાપોરમાં બન્ને નેતાઓ વચ્ચે 'કોરિયન દ્વીપકલ્પને સંપૂર્ણ રીતે અણુશસ્ત્રોથી મુક્ત કરવા'ની દિશામાં સહમતી બની છે. જોકે, આ સમજૂતીમાં એ અંગે માહિતી નથી અપાઈ કે ઉત્તર કોરિયા ક્યારે અને કેવી રીતે શસ્ત્રોનો નાશ કરશે. આ સમજૂતીની જે ટીકા થઈ રહી છે તે પાછળ પણ આ જ કારણ જવાબદાર છે. આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે હતું કે ઉત્તર કોરિયા તરફથી હવે અણુ હુમલાનું જોખમ ટળી ગયું છે અને 'હવે દરેક વ્યક્તિ વધુ સુરક્ષિત અનુભવ કરી શકે છે.' જોકે, આ દાવાની વિશ્વસનીયતા પર શંકા સેવાઈ રહી છે. કારણ કે, બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂ