Skip to main content

ગુજરાતી અંધ ક્રિકેટરે પાક.ને વર્લ્ડકપમાં હરાવ્યું, પણ આજે પાનનો ગલ્લો ચલાવવા મજબૂર..

પાકિસ્તાનને હરાવનાર, ભારતને ક્રિકેટનો વર્લ્ડ કપ જીતાડનાર અને સૌની વાહવાહ લૂંટનાર કોઈ ક્રિકેટરને તમે પાન-બીડી વેચતા જોયો છે? સાબરકાંઠાના લુણસા ગામમાં રહેતા વિકાસ પટેલનો ક્યારેક અંધ ક્રિકેટર તરીકે દબદબો હતો. તેઓ બ્લાઇન્ડ ક્રિકેટવર્લ્ડમાં ઑલરાઉન્ડરની ખ્યાતિ ભોગવતા હતા, પણ આજે સમય એવો આવ્યો છે કે 50થી વધુ ક્રિકેટ ટ્રૉફી જીતનારા વિકાસ પટેલને પાન-બીડીની દુકાન ચલાવવી પડી રહી છે.

વિકાસ પટેલના સંઘર્ષના સાક્ષી તેમની મહેનતને બિરદાવે છે, ગુજરાત સરકારે તેમને સહાય આપવાની વાત કહી છે. બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમનારા અને પીટીસી (પ્રાઇમરી ટીચિંગ સર્ટિફિકેટ)ની ડિગ્રી ધરાવનારા વિકાસ પટેલ બાળપણથી જ અંધ છે. વિકાસ પટેલે પોતાનો ચહેરો ક્યારેય જોયો નથી. માતાપિતાનો ચહેરો પણ એમણે માત્ર સ્પર્શ કરીને અનુભવ્યો છે. એક ઇન્ટરવ્યુમાં વિકાસ જણાવે છે, ''મા-બાપના ચહેરાને મેં સ્પર્શ કરીને અનુભવ્યો છે અને બાદ ક્રિકેટ બૅટ અને ભણવાના પુસ્તકોને સ્પર્શ કરી અનુભવ કર્યો હતો, પણ, ક્રિકેટના બૅટને સ્પર્શ કર્યું અને મારું જીવન બદલાઈ ગયું. જોકે, હવે મારે પાન-બીડી, તમાકુનો સ્પર્શ કરવો પડે છે. કારણ કે ગુજરાન ચલાવવા માટે આ એક માત્ર ઉપાય છે.'' આ અંગે વાત કરતાં તેઓ જણાવે છે, ''હું ઈડરની અંધજન શાળામાં ભણતો હતો. એક વખત એવું બન્યું કે ગામના કેટલાંક છોકરાઓ ક્રિકેટ રમતા હતા ને હું બાજુમાં આવેલા ચબૂતરા પર બેઠો હતો. એવામાં કોઈએ શૉટ ફટકાર્યો અને મારી તરફ આવી રહેલા દડાને અવાજ પરથી મેં કેચ કરી લીધો. બધા છોકરાઓ ચોંકી ઉઠ્યા. મારી પાસે દોડી આવ્યા. મારી સાથે વાત કરી અને મને પ્રથમ વખત ક્રિકેટ રમવાનો મોકો મળ્યો. એ દિવસે મેં પ્રથમ વખત બૅટનો સ્પર્શ કર્યો હતો.''


''છોકરાઓએ મારી સામે પ્લાસ્ટિકનો દડો ફેંક્યો. દડાના ટપ્પાનો અવાજ આવતા જ મેં બૅટ વીંઝ્યું અને દડો દૂર જતો રહ્યો. એ પહેલી વખત મેં દડાને ફટકાર્યો હતો અને પહેલી વખત ગામના એ છોકરાઓ સાથે મારી દોસ્તી થઈ હતી. એ બાદ હું એ છોકરાઓ સાથે ક્રિકેટ રમવા લાગ્યો. સમય જતાં મારી શાળામાં ક્રિકેટની ટીમ બની અને એમાં મારો સમાવેશ થયો.''

શાળાની ટીમમાં સમાવેશ થતાં જ વિકાસે ક્રિકેટ રમવાનું જ નહીં, શીખવાનું પણ શરૂ કરી દીધું. તેઓ અન્ડરઆર્મ બૉલિંગ કરતા હતા. કાંકરા ભરેલા હોવાને કારણે ઝાંઝર જેવો અવાજ કરતા દડાની હરકત તેઓ ઓળખવા લાગ્યા. ધીમેધીમે એક સારા ફિલ્ડર બની ગયા અને બાદમાં બૅટ્સમૅન તરીકે પણ નામ કાઢ્યું.
બૉલિંગ તો તેમને પહેલાંથી ફાવતી જ હતી એટલે એમાં થોડું ધ્યાન આપતાં જ તેઓ દડો સ્પીન પણ કરાવવા લાગ્યા. એટલે વિકાસનો એક ઑલરાઉન્ડર તરીકે વિકાસ થયો. જિલ્લાની ક્રિકેટ ટીમમાં તેઓ સિલેક્ટ થઈ ગયા. ખેલાડી તરીકે પૌષ્ટિક આહાર પણ જરૂરી હતો. વિકાસને વધુ દૂધ મળે એ માટે તેમના પિતાએ દૂધ પીવાનું છોડી દીધું અને એમના ભાગનું દૂધ વિકાસને આપ્યું, ધીમેધીમે વિકાસની રમત નીખરવા લાગી.

વર્ષ 2008માં નૅશનલ ટીમમાં વિકાસનો સમાવેશ થયો.
આ અંગે વાત કરતા તેઓ જણાવે છે, ''માત્ર બે જોડી કપડાં પહેરનારા મારા જેવા ગામડાંના છોકરાએ પ્રથમ વખત બ્લૅઝર પહેર્યું. પ્રથમ વખત ટાઈ બાંધી. મને ઇન્ડિયન ટીમની જર્સી અને કૅપ મળી હતી. એ વખતે મારો રુઆબ જ અલગ હતો.''

2011ના બ્લાઇડ ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચને યાદ કરતા વિકાસ જણાવે છે, ''પાકિસ્તાનને હરાવવા આખી ટીમ જનુન સાથે રમવા ઊતરી હતી, પણ એ મેચમાં હું માત્ર 20 રન જ કરી શક્યો હતો અને અમારી ટીમે 254 રન બનાવ્યા હતા."
વિકાસ ઉમેરે છે, ''જોકે, મેં મારી પૂરી તાકાત ફિલ્ડિંગમાં લગાવી દીધી હતી. સ્લિપની મારી જગ્યા છોડીને હું બાઉન્ડ્રી પર જતો રહ્યો હતો. મેં અત્યંત ચુસ્ત ફિલ્ડિંગ કરી હતી. ડાઇવ લગાવવામાં મારા ઘૂંટણ અને કોણી છોલાઈ ગયા હતા. સાથી ખેલાડીઓએ મને મેદાનમાંથી બહાર જવા કહ્યું પણ હું ના માન્યો. આખરે એ મેચમાં અમે પાકિસ્તાનને હરાવ્યું અને વર્લ્ડ કપ ભારતના નામે કરાવ્યો. મારા હાથપગ પર કેટલાય ઘાવ હતા અને તેમાંથી લોહી વહી રહ્યું હતું તોય ભારતનો ઝંડો પકડીને કૂદવાનું હું છોડી નહોતો શક્યો. પાકિસ્તાનને વર્લ્ડકપમાં હરાવ્યું ત્યારે નરેન્દ્ર મોદીએ પણ મારી સિદ્ધિ બિરદાવી હતી.''

જોકે, ઈનામમાં શું મળ્યું એ અંગે વાત કરતા તેઓ જણાવે છે, ''21 ખેલાડીઓ વચ્ચે ઇનામના માત્ર 60 હજાર રૂપિયા જ મળ્યા હતા.''
વર્લ્ડ કપ જીત્યા બાદ વિકાસને એક મેચ રમવા બદલ રૂ. 3 હજાર મળતા હતા. આ દરમિયાન તેમણે રમતગમતના શિક્ષક બનવા માટે પી.ટી.સી.નો અભ્યાસ પણ કર્યો. ઘરમાં ફી ભરવાના પૂરતા પૈસા ના હોવાથી તેમનાં માએ ઘરેણાં વેચીને એક લાખ સિત્તેર હજારની વ્યવસ્થા કરી હતી. જોકે, વર્લ્ડ કપની ટ્રૉફી અને પી.ટી.સી.ની ડીગ્રી હોવા છતાં વિકાસને ક્યાંય નોકરી ના મળી. આખરે નાછૂટકે તેમણે બૅટ-દડો મૂકીને પાન-બીડીની દુકાન શરૂ કરવી પડી.
વિકાસના પિતા વેલજી પટેલે જણાવ્યું,''વિકાસને કેટલાંય નેતાઓએ નોકરી અપાવવાના વચન આપ્યા હતા, પણ એ વચન માત્ર વચન જ રહ્યાં. એક તો વિકાસ અંધ છે અને ઉપરથી અમારી પાસે કોઈ ખાસ સંપત્તિ નથી. એટલે વિકાસના લગ્નની બહુ ચિંતા થાય છે.''

વિકાસના ક્રિકેટના કોચ અને ગુજરાત સરકાર દ્વારા વિકલાંગોના ઉત્કર્ષ માટે બનેલી સ્પર્શ સમિતિના ભૂતપૂર્વ ગવર્નર ડૉ. ભાસ્કર પંડ્યાનું કહેવું છે,''વિકાસે બ્લાઇન્ડ ક્રિકેટ માટે પોતાનું લોહી રેડ્યું છે, પરંતુ એને સરકારી કે પ્રાઇવેટ કંપનીમાં સારી નોકરી નથી મળી શકી એ વાતનો મને અફસોસ છે.''

ગુજરાત સરકારના રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલે આ મામલે જણાવ્યું, ''ગુજરાત સરકારમાં અંધ ક્રિકેટરો માટે કોઈ જોગવાઈ નથી, પરંતુ આ કિસ્સામાં અમે જોગવાઈ કરીશું. અલબત, દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓ માટે સરકારે એક ટ્રસ્ટ બનાવ્યું છે. જે આ મામલે જોગવાઈ કરશે. અમે આ કેસની વિગત મગાવીશું અને વિકાસને યોગ્ય સહાય મળે એ માટે તમામ પ્રયાસો કરીશું.''

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv