જેનો ભય હતો એ જ થયું : સુપ્રીમ પણ શંકામાં. આઝાદી બાદ ભારતમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના ૪ જજોએ ચીફ જસ્ટિસ સામે ઉઠાવ્યા સવાલો. ભૂતકાળમાં એક સમાચાર વાંચ્યા હતા , જેમાં સાંસદ જ્યારે બંગલા ખાલી નતા કરતાં ત્યારે સુપ્રીમ કોર્ટ કોમેન્ટ કરી હતી કે આ દેશને હવે ભગવાન પણ બચાવી શકે એમ નથી , પરંતુ હવે જ્યારે સુપ્રીમ કોર્ટ ખુદ પોતે શંકા ના દાયરામાં હોય ત્યારે સાચે આ દેશને હવે ભગવાન પણ બચાવી શકે એમ નથી એવું કહીશું તો અતિશયોક્તિ નહી ઘણાય. સ્વતંત્રતા બાદ દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના ૪ જજોએ આજે પત્રકાર પરીષદ કરીને ખળભળાટ મચાવી દીધો. ચીફ જસ્ટિસ બાદ સુપ્રીમ કોર્ટના ૪ વરિષ્ઠ જજ જસ્ટિસ ચેલામેશ્વર, જસ્ટિસ મદનલોકુર, જસ્ટિસ કુરિયન જાસેફ, જસ્ટિસ રંજન ગોગોઇએ મીડિયા સાથે વાત કરીને સુપ્રીમ કોર્ટના પ્રશાસનમાં અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચાર જજાનો એક સાત પાનાનો પત્ર પણ સામે આવ્યો છે. જેમાં જજાએ કેટલાક કેસમાં એસાઇનમેટને લઇને નારાજગી વ્યકત કરી છે. જજોએ આરોપ મુકયો છે કે ચીફ જસ્ટીસ તરફથી કેટલાક મામલાઓને કેટલીક ખાસ બેન્ચો અને જજોને જ આપવામાં આવે છે. મીડિયા સાથે વાત કરીન...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ