Skip to main content

Posts

Showing posts from November 19, 2018

વોડાફોન કંપનીને ૭૦૦% કરતા વધારે ભાડું ચૂકવીને ગુજરાત ભાજપ સરકારનો લાખો રૂપિયાનો દુર્વ્યય.

સરકારી ફોન માટે વોડાફોન પ્રાઇવેટ નેટવર્ક કંપનીને મોબાઈલ સેવાનું  ભાડું ૭૦૦% કરતાં વધારે ચૂકવાય છે : શક્તિસિંહ ગોહિલ ગુજરાતની ભાજપની સરકાર ગુજરાતના અધિકારીઓ તેમજ મીનીસ્ટરોને આપવામાં આવતા સરકારી ફોન માટે વોડાફોન પ્રાઇવેટ નેટવર્ક કંપનીને મોબાઈલ સેવાનું  ભાડું ૭૦૦% કરતા વધારે ચૂકવીને પ્રજાની તિજોરીમાંથી લાખો રૂપિયાનો દુર્વ્યય કર્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જીઆર નંબર CEL૧૦૨૦૦૩-૧૪૭૮-ઘ ની નકલો પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ કરીને એ વાતનો પર્દાફાશ કર્યો હતો કે, ગુજરાત સરકાર પ્રાઈવેટ  નેટવર્ક કંપની વોડાફોનને મોબાઈલ ફોન સેવા માટે  દર મહીને લાખો રૂપિયાનું વધારનું બીલ પ્રજાની તિજોરીમાંથી ચૂકવી ચુકી છે. કેન્દ્ર સરકારનું પોતાનું જ જાહેર સાહસ બીએસએનએલ માત્ર ૬૬૬ રૂપિયામાં ૧૨૯ દિવસ માટે અનલિમિટેડ કોલ્સ સ્થાનિક અને નેશનલ રોમિંગના તેમજ ૧૦૦ એસએમએસ મફત ની સેવા આપી રહી છે એટલેકે દર મહીને માત્ર ૧૬૬ રૂપિયામાં છુટક ગ્રાહકને બીએસએનએલની મોબાઈલ ફોન સેવા પ્રાપ્ત થાય જયારે વોડાફોન કંપની પ્રાઇવેટ છુટક ગ્રાહકને ૨૯૯ રૂપિયામાં અનલિમ