અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં તબીબી જગતમાં અત્યંત જોખમી અને પડકારરૂપ ગણાતી શસ્ત્રક્રિયા જી.કે.માં કરાઈ. ભુજ તા, અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કાન,નાક, અને ગળાની ઈ.એન.ટી. ટીમ અને એનેસ્થેટીક સહાયકોએ સાથે મળીને તબીબી જગતમાં અને મેડીકલ સાઈન્સમાં અત્યંત જોખમી, અઘરી અને પડકારરૂપ ગણાતી શસ્ત્રક્રિયા કરી બે બાળકોની શ્વાસનળીમાં અટકી ગયેલા પદાર્થને સફળતાપૂર્વક દુર કરી બંને ભૂલકાઓને જીવનદાન આપ્યું હતું. કોઈ પદાર્થ શ્વાસનળીમાં અટકી જાય અને તેમાય જો નાનું બાળક હોય તો તેની શ્વાસનળી અત્યંત નાની હોય છે. જેથી તેમાં અટકેલા પદાર્થને કારણે શ્વાસ લેવાનું દુષ્કર થઇ જાય છે. પરિણામે ઓકસીજનનું પ્રમાણ ઝડપથી ઘટવા લાગે છે. હૃદય પણ બંધ પડી શકે છે. તેવા સંજોગોમાં તબીબોએ સમયસુચકતા વાપરી વેન્ટવાળા દૂરબીન બ્રોન્કોસ્કોપથી ઓપરેશન કરી બંને બાળકોની ધડકન યથાવત કરી દીધી હતી. હોસ્પિટલના ઈ.એન.ટી સર્જન ડો. નરેન્દ્ર હિરાણીના જણાવ્યા અનુસાર ભુજ તાલુકાના નડાપાની ૧૪ મહિનાની આયુષી અને ભચાઉના દોઢ વર્ષના અમનની શ્વાસનળીમાં સિંગનાં દાણા જેવો પદાર્થ અટકી ગયો હતો...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ