Skip to main content

Posts

Showing posts from July 6, 2018

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં યુવકની હત્યા કરનારા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડયા.

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં ૨૫ વર્ષના સહવાગ નંદલાલ ચૌધરી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેની પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરી ગઈ કાલે રાત્રે કંડલા જોન નજીક ઓવર બ્રિજ પાસે ચેતન ઉર્ફે કાળુ વિરમભાઇ રાઠોડ(ઉ.વ.૨૩),વિષ્ણુ ગાંડાભાઈ મેમદાવાદીયા (ઉ.વ.૨૪) અને એક સગીર વયના આરોપીને ઝડપી પાડયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા અગાઉ થયેલી બોલાચાલીના કારણે ત્રણેય આરોપીએ આ બિહારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

ભુજ-ગાંધીધામ રેલ્વે સ્ટેશન સ્ટોલો પર મુકાશે બિલિંગ મશીન

પારદર્શી વહીવટના ભાગરૂપે ભુજ-ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર આવેલ સ્ટોલો પર બિલિંગ મશીન મુકાશે. પ્રવાસીઓને ખાણી-પીણીના બિલો ફરજિયાત આપવાના હોઈ કુલીંગ-સર્વિસ ચાર્જના નામે થતી લૂંટ પર વિરામ મુકાશે.કેન્દ્રની મોદી સરકાર તમામ ક્ષેત્રે પારદર્શિતા લાવવાની દિશામાં કામ કરી રહી છે. ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. રેલ્વે દ્વારા દેશમાં દરરોજ લાખો લોકો પ્રવાસ કરે છે અને તેઓ સ્ટેશનો પરના સ્ટોલ પરથી ખરીદી પણ કરતા હોય છે. રેલ્વે દ્વારા તમામ ખાણી-પીણીની વસ્તુઓના ભાવપત્રક દર્શાવવામાં આવતા હોવા છતા કુલીંગ-સર્વિસ ચાર્જના નામે પ્રવાસીઓ પાસેથી વધુ રૂપિયા પડાવાતા હોવાની ફરિયાદો ઉઠતી રહેતી હોય છે. રેલ્વે સ્ટેશનો પરના ફુડ સ્ટોલ પર થતી લૂંટને અટકાવવા તમામ સ્ટેશનો પરના સ્ટોલો પર બિલિંગ મશીન મુકવાનું આયોજન હાથ ધરાયું હોઈ ભુજ-ગાંધીધામ સ્ટેશને પણ તેની અમલવારી કરાશે. આ બાબતે ભુજ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટર કે.કે. શર્માનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે અહી ૩ સ્ટોલ કાર્યરત છે અને તમામ પર ભાવપત્રક લગાવેલા જ છે પરંતુ આગામી સમયમાં બિલિંગ મશીનો મુકવાનું પણ આયોજન છે. Android App - maa news YouTube - ma

રમતમાં જુગારની છૂટ આપવા માટે કાયદાપંચનું સૂચન

ભારતના કાયદા પંચે સરકારને સોંપેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ચોક્કસ નિયંત્રણો રાખીને રમતમાં જુગારને છૂટ આપવી જોઈએ.કાયદા પંચે અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે, રમતગમતમાં જુગારને છૂટ આપ્યા બાદ મળનારી આવકનો ઉપયોગ જાહેર હિતની પ્રવૃત્તિ માટે કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ બીએસ ચૌહાણના વડપણ હેઠક કાર્ય કરતા પંચના આ અહેવાલમાં જણાવાયુ છે કે ગેરકાયદેસર જુગારને રોકવાનું અશક્ય છે.આથી તેની અવેજીમાં રમતગમતમાં રમતા જુગારને 'નિયંત્રિત' કરવાનો વિકલ્પ જ યોગ્ય છે.રમતોમાં 'કૅશલેસ' જુગારને છૂટ આપવાથી આવકમાં વધારો થશે અને ગેરકાયદેસર જુગારને ફટકો પડશે.પંચે જુગારમાં થતી આવકને ઇન્કમ ટૅક્સ અને જીએસટી (ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)ના કાયદા હેઠળ આવરી લેવા પણ સૂચન કર્યું છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ :  125 કી