Skip to main content

Posts

Showing posts from June 10, 2018

રાપર તાલુકાનાં પદમપર ગામની સિમમાં નીલગાય નો શિકાર

ગામની સીમમાં સરકારી પડતર જમીનમાં હથિયારધારી ટોળકી નીલગાયનો શિકાર કર્યો હતો સ્થાનિક લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં વિભાગની ટીમ રાત્રે જ ઘટના સ્થળે દોડી ગઈ હતી દક્ષિણ રેન્જ ઈન્ચાર્જ ના જણાવ્યા પ્રમાણે નીલગાયનો રક્ષિત વન્ય પ્રાણીમાં સમાવેશ થાય છે શિકારીઓએ તીક્ષ્ણ હથિયાર વડે શિકાર કર્યો ત્યારે ગ્રામજનોને જાણ થતાં લોકો એકઠા થતાં શિકારીઓ નાશી છૂટ્યા હતા તંત્ર દ્વારા સઘન શોધખોડના અંતે પણ શિકારી ટોળકી ભગવામાં સફળ રહી હતી સૂત્રોના જણાવ્યા મુજબ હાઈવે પરની નોન વેજ ની હોટલોમાં માસ પહોચડવામાં આવે છે .  વનતંત્ર સાબદું નહીં થાય તો લુપ્ત થતી પ્રજાતિ કચ્છ માથી સમાપ્ત થઈ જશે

ભુજમાં 9-6-2018 ના રાત્રે બાળકની ઉઠાંતરીની શંકામાં લોકોએ ખોટા વ્યક્તિને પકડ્યો

ગઇ કાલે રાત્રે ભીડગેટ પાસે આવેલ ભુતેશ્વર વિસ્તારમાંથી 12 વર્ષના બાળકની ઉઠાંતરી કરવાનો પ્રયાસ કરાયો હતો. બે બુરખાધારીઓ એ બાળકને પોતાની પાસે બોલાવ્યો હતો અને બાળક તેની પાસે ન જતા તેઓ બાળક પાછળ દોડયા હતા પણ બાળકે બુમાબુમ કરતા બુરખાધારીઓ ભાગી છુટયા હતા અને બાળકને લઈ જવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઘટના પગલે ભુજમાં ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભેગા થયેલા લોકો આરોપીઓને શોધવા વિવિધ વિસ્તારોમાં ગયા હતા. તે વચ્ચે મોડી રાત્રે બાળકની ઉઠાંતરી કરનાર શખ્સ પકડાઈ ગયાના સમાચાર વહેતા થયા હતા. અને એક શખ્સને પકડીને લોકો બી ડિવિઝન પોલીસ મથકે લઇ આવ્યા હતા. આ શખ્સ બાબતે બી ડિવિઝન PSI ઓઝા સાહેબે વોઇસ ઓફ કચ્છ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું કે લોકો દ્વારા પકડાયેલો આરોપી ખોટો છે લોકોએ તેને શંકામાં ઉપાડ્યો હતો પણ તે વ્યક્તિ મંદબુધ્ધી છે આ ઘટનાનો આરોપી નથી. બાકી આ ઘટના બાબતે ફરિયાદ નોંધી અને આગળની તપાસ ચાલુ છે તેવું જણાવ્યું હતું.

ભાજપ નેતા અને RSS જ રચી રહ્યાં છે PM Modi ની હત્યાનું ષડયંત્ર : Shehla Rashid

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્ર ને લઈને એક ચોકાવનારા નિવેદને ભાજપની ઉંધ ઉડાવી દીધી છે. જેમાં પણ જેએનયુ સ્ટુડન્ટ યુનિયનની પૂર્વ અધ્યક્ષ Shehla Rashid એ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને RSS પર PM Modi ની હત્યાનું ષડયંત્ર રચવાનો આક્ષેપ મુક્યો છે. જેના પગલે શેહલા અને ગડકરી વચ્ચે ટ્વીટર પર જંગ છેડાયુ છે. Shehla Rashid ✔ @Shehla_Rashid Looks like RSS/Gadkari is planning to assassinate Modi, and then blame it upon Muslims/Communists and then lynch Muslims # RajivGandhiStyle 2:29 PM - Jun 9, 2018 5,124 4,812 people are talking about this Twitter Ads info and privacy શેહલા રશીદે ટ્વિટમાં લખ્યું છે કે આરએસએસ અને નીતિન ગડકરી પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. આમને જુઓ બાદમાં મુસલમાનો અને કમ્યુનિસ્ટો પર આરોપો લગાવો અને પછી મુસ્લિમોનું લિંચિંગ કરો. જયારે શેહલાના ટ્વિટથી આક્રોશમાં આવેલા ગડકરીએ એ નામ લીધા વગર ગડકરીએ લખ્યું, હું અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જઈ રહ્યો છું જેમણે મારા પર પીએમ મોદીને હત્યાના કાવતરાનો આક

ATMમાં નાણાં ભરનાર કેશિયર 1.39 કરોડની ઉચાપત કરી ફરાર

એટીએમમાં કેશ લોડ કરતી ખાનગી કંપનીના કર્મચારીએ ફેબ્રુઆરી માસથી પાંચ મે સુધીમાં કુલ 27 એટીએમમાંથી 1.39 કરોડની ઉચાપત કરી હતી. કંપની દ્વારા  ઓડી ટ હાથ ધરાતા આ છેતરપિંડી બહાર આવતા કંપનીએ આ કર્મચારી વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સીએમએસ ઇન્ફોસીસ્ટમ લિમિટેડના એસોસિએટ ડાયરેક્ટર નિલય શાહે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેમની કંપનીમાં કામ કરતા કેશીયર વિરુદ્ધ ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી છે. કંપનીમાં એટીએમમાં નાણાં નાખવા ટીમ બનાવવામાં આવે છે તેમજ કયા એટીએમમાં કેટલા નાણાં નાખવા તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. એટીએમમાં નાણાં ભર્યા બાદ આ કર્મચારીઓએ તેની રિસિટ જમા કરાવવાની હોય છે. ત્યારબાદ તેની નોંધ કરીને વિગત બેકમાં મોકલી દેવામાં આવે છે. આ કંપનીમાં એટીએમમાં પૈસા નાખવા માટે કામ કરતા કર્મચારી પૂર્વીશ ચૌધરી, સોનુ ગુપ્તાને છેલ્લાં બે વર્ષથી કુલ 37 જેટલા એટીએમમાં પૈસા નાખવાનું કામ આપવામાં આવ્યું હતું.શુક્રવારે સાંજે ફરીવાર ઓડિટ ટીમ દ્વારા વિઝીટ કરાઈ હતી જેમાં સોનુ ગુપ્તાને સાથે લઈને ઓડિટની ટીમ ગઈ હતી. જમાલપુર પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમ પર ઓડિટ ચાલતું હતું તે દરમિયાન પૂર્વેશ પ