Skip to main content

Posts

Showing posts from June 9, 2018

ભુજના જય નગર ત્રણ રસ્તા પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત એક ઘાયલ

મનજી સુમાર ખોખર ઉ.વ 52 અને ગંગાબેન મનજી ખોખર (મારવાડા) રહે અવધ નગર કુકમાં , બંને પતિ પત્ની કુકમાં થી આજ રોજ તા 09-06-2018 સાંજે મોટર સાઈકલ ન જી જે 12 એ ડી 4454 દ્વારા  મીરાજપર જઈ રહ્યા હતા ત્યારે 19:00 વાગ્યા ના અરસામાં જય નગર પ્રિન્સ રેસિડેન્સી સામે ના ત્રણ રસ્તા પર સામે થી આવી રહેલ ટ્રક નંબર જી જે 12 એ વી 8985 ના ડ્રાઈવરએ મોટર સાઈકલ ને ટક્કર મારતા અકસ્માતમાં મનજી સુમાર ખોખર નું મોત નીપજયું છે અને ગંગાબેનને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ ભુજ સરકારી હોસ્પિટલ માં ખસેડાયા બાદ વધુ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા છે 

WhatsAppમાં આવ્યું નવું ફીચર, કોપી મારેલા મેસેજ પકડશે...

મેસેજિંગ એપ વોટ્સએપ 'ફોરવર્ડ લેબલિંગ' નામનું નવું ફીચર લાવ્યું છે. આ ફીચર ખાસ કરીને વાતાવરણ ડોહળતાં ફોરવર્ડ મેસેજને રોકવામાં અને વાસ્તવિકતા સમજવામાં મદદ કરશે. આ ફીચર હાલમાં એન્ડ્રોઇડના 2.18.179 બેટા વર્ઝનમાં છે. આ અપડેટ પછી ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજ પર ફોરવર્ડેડ લખેલું લેબલ આવી જશે. આ લેબલ દ્વારા યૂઝર સમજી શકશે કે કયા મેસેજ કોપી મારીને ફોરવર્ડ કરવામાં આવ્યા ને કયા મેસેજ કમ્પોઝ કરવામાં આવ્યા છે. ફોરવર્ડેડ લખેલું લેબલ સેન્ડર અને રીસિવર બંનેને મળશે. ધારો કે, તમને કોઇ મેસેજ આવ્યો ને તમે તે મેસેજને આગળ અન્ય કોઇ કોન્ટેક્ટને મોકલશો તો તમને અને સામેવાળી વ્યક્તિને દેખાશે કે તે મેસેજ ઓરિજિનલ કે તમે જાતે કમ્પોઝ કરેલો નથી, પરંતુ ફોરવર્ડ કરેલો છે. અહેવાલ અનુસાર, આ ફોરવર્ડ લેબલને ડિસેબલ કરવાનો ઓપ્શન નથી. ખાસ કરીને ફેક ન્યૂઝ અને ખોટી માહિતી વોટ્સએપ દ્વારા ઝડપથી સ્પ્રેડ થતી હોય છે અને તેવામાં વોટ્સએપ પર સવાલ ઉઠતા હોય છે. તેવામાં કંપની આ ફીચર લાવી છે જેના દ્વારા ખોટા અને ભ્રામક ફોરવર્ડ થતાં અટકે. ઓડિયો મેસેજ માટે નવું અપડેટ વોટ્સએપ ઓડિયો મેસેજ માટે નવું અપડેટ લાવ્યું છે. વોટ્સ

મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, અંધેરી, સાકીનાકા, કુર્લા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં...

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ધણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠાણે, ભિવંડી, કલ્યાણમાં ભારે પવન સાથેના વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જ્યારે ભિવંડી, કાલવા મુંબ્રા, લોકમાન્ય નગરમાં ઘણા કલાકો સુધી વિજ પુરવઠો ખોરવાયો હતો. મુંબઈ સહિત મહારાષ્ટ્રના લોકોને હાલ રાહત મળવાની પણ આશા નથી. હવામાન વિભાગ મુજબ, આજથી 12 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન પહેલેથી જ સક્રિય થવાના કારણે કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ ચાલું રહેશે. મુંબઈમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. અંધેરી, સાકીનાકા, કુર્લા સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયાં છે. આજે દિવસભર ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadej

ગાંધીધામ અને માંડવી નગરપાલિકા : પ્રમુખ-ઉપપ્રમુખ ની વરણી કરાઈ...

કચ્છ જીલ્લાના ગાંધીધામ અને બંદરીય શહેર માંડવી ખાતે ન.પા.ની પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલ ચુંટણીમાં ગાંધીધામ ન.પા.નાં પ્રમુખ તરીકે નાનજી ભર્યા અને ઉપપ્રમુખ તરીકે લીલાબેન શેટ્ટીની વરણી થઇ છે.. જયારે બીજીબાજુ માંડવીમાં પ્રમુખ તરીકે મેહુલભાઈ શાહ અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન રાજગોરની વરણી થઇ છે. આ બંને શહેરમાં વરણી થયેલ પ્રમુખ અને ઉપપ્રમુખે શહેરમાં વિકાસના કામોનો કોલ આપ્યો હતો... - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com