Skip to main content

Posts

Showing posts from May 19, 2018

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અદ્યતન સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ વેન જન હિતાર્થે કરાઈ અર્પણ..

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અદ્યતન સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ વેન જન હિતાર્થે અર્પણ કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સ વેન માં અદ્યતન સુવિધાઓ છે. એક આઇસીયું રૂમ જેવી સુવિધાઓ આ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોઈપણ દર્દી હોય તેને ભુજ ની હોસ્પિટલ માંથી અન્ય કોઈ જગ્યાએ રીફર કરવામાં આવે કે અન્ય ઇમરજન્સી સેવાઓ હોય આ એમ્બ્યુલન્સ લોકોને ઉપયોગી બની રહેશે. સ્વામી શ્રી ભક્તિવલ્લભદાસજીની પુણ્ય સ્મૃતિમાં આ એમ્બ્યુલન્સ વેન લોક હિતાર્થે અર્પણ કરવામાં આવી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

19મી મે ના શહાદતદિન નિમિતે નખત્રાણામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું..

ભારત દેશની આઝાદી માટે સને 1930 19મી મેના દિને શહાદતને વરેલા વીર વિઠ્ઠલદાસ ચંદનની યાદમાં દેશભકતને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કચ્છના નખત્રાણા તાલુકા મથકે શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા વીર પુરુષને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહાદત દિન નિમિત્તે નખત્રાણા ના સાંઇ જલારામ મંદિરેથી દેશભકિતના સૂરો સાથે એકસો જેટલા યુવા યુવતીઓની બાઇકરેલી નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ બાઇક રેલીને અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમ્ન સિંહ જાડેજાએ સ્ટાર્ટ આપ્યો હતો. આ બાઇક રેલી નખત્રાણા ના માર્ગો પર ફરીને વીર વિઠ્ઠલદાસ ચંદનની જન્મભૂમિ ખોંભડી મોટી ગામે પહોંચી હતી અને ત્યાં શહીદની પ્રતિમાને ભાવવંદના સાથે પુષ્પહાર અર્પણ  કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગીતના ગાન સાથે શહીદ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ખોંભડી ગામની ગૌમાતાઓને લીલા ઘાસચારાનું નીરણ તેમજ ચકલી માટે ચકલીઘર અને પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરાવવામાં આવ્યું હતું. નખત્રાણા તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રુપ ના પ્રમુખ રાજેશ પલણ, નીતિન ઠક્કર, પ્રાગજીભાઇ ઠક્કર, સહિત સમાજના

રાપર તાલુકા ના સોનોગ્રાફી ધરાવતા ડોકટરશ્રીઓ ની મુલાકાત લેવામાં આવી..

આજ રોજ રાપર ખાતે જીલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી જીલ્લા પંચાયત કચ્છ ભુજ તેમજ રાપર તાલુકા આરોગ્ય અધિકારી ડો પોલ સાહેબ દ્વારા રાપર તાલુકા ની મુલાકાત દરમ્યાન PCPNDT ACT હેઠળ રાપર તાલુકા ના સોનોગ્રાફી ધરાવતા ડોકટરશ્રીઓ ની મુલાકાત લેવામા આવેલ જે મુલાકાત દરમ્યાન સોનોગ્રાફી ને લગતા રજીસ્ટરો તેમજ અન્ય રેકોર્ડ ચેક કરવામા આવ્યો હતો. તેમજ સોનોગ્રાફી દ્વારા થતા જાતીય ગર્ભ પરિક્ષણ ન થાય તે માટે સહયોગ કરવા સુચના આપવામા આવી હતી અને રાપર તાલુકાના તમામ સોનોગ્રાફી સેન્ટર ખુબ જ સરસ અને સરકાર ના નિયમ નુ પાલન કરે છે તેમજ જીલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી એ રાપર તાલુકા ની કામગીરી ને બીરદાવી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

જળસંચયના મહાઅભિયાનમાં કચ્‍છ પ્રદેશ અવ્‍વલ રહેશે : વાસણભાઈ આહીર

આજરોજ તેમના પ્રવાસના બીજા દિવસે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે લુણવા ખાતે સુજલામ- સુફલામ અંતર્ગત તળાવ ઉડું કરવાના કામનો શાસ્‍ત્રોકતવિધિએ પ્રારંભ કરાવતા જળસંચયના મહાઅભિયાનમાં ૧૦૦ ટકા કામગીરી સાથે કચ્‍છ પ્રદેશ અવ્‍વલ રહેશે તેવો તેમનો અદમ્‍ય વિશ્‍વાસ જનમેદનીના ગગનભેદી હર્ષોલ્‍લાસ વચ્‍ચે વ્‍યકત કર્યો હતો. તેમણે રાજયભરમાં જળ સમસ્‍યાથી સૌથી વધુ પિડીત કચ્‍છની વેદના લાગણી સભર વર્ણવતા સંવેદનશીલ તેમની સરકારે જળસંચય અભિયાન શરૂ કર્યુ છે ત્‍યારે જળસંગ્રહમાં, જળ બચાવમાં વ્‍હાલ સોયા કચ્‍છ પ્રદેશ રાજય, દેશ, દુનિયાને નવીનત્તમ દિશા નિર્દેશ આપનારો બની રહેશે તેવો તેમનો અંતરનાદ દોહરાવ્‍યો હતો. શ્રી આહિરે ઓણની સાલ પ્રભુ એવો વરસસેને જળ સંચયની મહેનત લેખે લાગશે, કચ્‍છડો પુનઃ લીલોછમ, હર્યો ભર્યો થઇને જ રહેશે તેવી હદયપૂર્વકની પ્રાર્થના કરતાં ઉપસ્‍થિતોને જળસંચય, જળબચાવ માં તન, મન અને ધનથી સહયોગ આપવા સંકલ્‍પબધ્‍ધ કર્યા હતા. તેમના પ્રવચનના અંતમાં શ્રી આહિરે લોકજીવનની મુંઝવણ દુર કરવા ખડેપગે રહયા છે અને રહેશે તેવો અંતરનાદ વ્‍યકત કરતાં સર્વ ભવન્‍તુઃ સુખીન, સર્વ સંતુઃ નિરામયાનો જયનાદ કર્યો હતો. આ પહ

કર્ણાટક માં યેદિયુરપ્પા વિધાનસભાના શક્તિ પરીક્ષણમાં થયા ફેઈલ : આપ્યું રાજીનામું..

કર્ણાટક વિધાનસભામાં યેદિયુરપ્પાની સરકાર શક્તિ પરીક્ષણમાં બહુમત મેળવવામાં નિષ્ફળ ગઇ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આપેલા સમય પ્રમાણે 4 વાગે યેદિયુરપ્પા બહુમત પ્રાપ્ત કરી શક્યા નથી. આમ યેદિયુરપ્પાએ ફરી રાજ્યમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. ત્યારે રાજ્યમાં હવે કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર બનવાને લઇને કવાયત આગામી સમયમાં હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ભાજપને બહુમત સાબિત કરવાને લઇને 112ના જાદુઇ આંકડાને પાસ કરી શક્યું નથી. જો કે છેલ્લા બે દિવસથી યેદિયુરપ્પા ભાજપ સરકારને બહુમતિ મળશે તેવો દાવો કરી રહ્યા હતા. યેદિયુરપ્પાએ વિધાનસભામાં સંબોધન કર્યું. કોંગ્રેસ-જેડીએશનું ગઠબંધ તકવાદી છે. જનાદેશ કોંગ્રેસ-જેડીએસ વિરુધ્ધમાં ગયો છે. ભાજપ સૌથી મોટી પાર્ટીના રૂપમાં સામે આવી. કોંગ્રેસની નિષ્ફળતાને લીધે અમે ચૂંટણી જીત્યા. યેદિયુરપ્પા વિધાનસભામાં સંબોધન દરમિયાન ભાવુક થયા. હું છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોની સેવા કરીશ. કોંગ્રેસ અને જેડીએસ એકબીજા સામે લડયા. ખેડૂતોનું દેવું માફુ કરવા માંગતો હતો. કર્ણાટકની જનતાના જનાદેશ સામે બંને અવસરવાદી પક્ષ એક થઈ ગયા. કર્ણાટકમાં યોજાયેલ વિધાનસભ

વડોદરાઃ દેણા ચોકડી પાસે નેશનલ હાઈવે 8 પર પાંચ વાહનો વચ્ચે અકસ્માત, લોકોએ કર્યો ચક્કાજામ..

વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર દેણા ચોકડી પાસે છેલ્લા એક સપ્તાહમાં ત્રીજો અક્સમાત નોંધાયો છે. આજે થયેલા અકસ્માતમાં પાંચ વાહનોનો ધડાકાભેર અથડાયા હતા. અકસ્માત થતાં કોલેજ બસમાં સવાર 5 જેટલા સ્ટુડન્ટ ફસાયા હતા. જેથી ફાયરબ્રિગેડની ટીમને બોલાવવાની ફરજ પડતાં ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. દેણા ચોકડી પાસે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોવાના પગલે લોકોએ અહીં બ્રિજ બનાવવાની માંગ કરી છે. જેનો તંત્ર દ્વારા કોઈ વળતો જવાબ નહીં આપતાં લોકોએ આજે ફરીથી હાઈવે ઉપર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-8 ઉપર દેણા ચોકડી પાસે પાંચ વાહનો એક સાથે ધડાકાભેર અથડાયા હતા. મારૂતિ વાન, ટ્રેક્ટર, ટેમ્પો, ટ્રક અને કૉલેજ બસ વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઇ હતી. અકસ્માતગ્રસ્ત એનસીટી કોલેજની બસમાં પાંચ જેટલા સ્ટુડન્ટ ફસાઇ ગયા હતા. જેથી તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને બસમાં ફસાયેલા સ્ટુડન્ટ્સને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ટ્રેક્ટર અને મારૂતી વાનમાં સવાર કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ભુજના જયુબેલી ગ્રાઉન્ડ નજીક નાસ્તાની લારીઓ વાળાને દુર કરાયા..

ભુજ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ભુજ શહેરના હાર્દ સમા એવા જયુબેલી ગ્રાઉન્ડ પાસે ઉભતા નાસ્તાની લારીઓ વાળાઓને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આજે એટલે કે તા.૧૯-૫-૧૮ ના સવારે ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. ઘણા સમય થી જ્યુબીલી ગ્રાઉન્ડ પાસે નાસ્તા ની લારી, પેસેન્જર વાહનો ને લીધે ખુબ ટ્રાફિક જામ થતો હતો. અવારનવાર રજુઆતને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ અહી જ નાસ્તા ની લારી વાળા તેમજ પેસેન્જર વાહનો ને હટાવવામાં આવ્યા છે પરંતુ જાણે આ એક ક્રમ થઈ ગયો હોય તેમ થોડા સમય માટે બધું સાફ થઈ જાય છે અને થોડા સમય બાદ ફરી જૈસે થે ની સ્થિતિમાં આવી જાય છે અને ફરી ટ્રાફિક જામ ની સમસ્યા બરકરાર થઈ જાય છે. પરંતુ જે હોય તે પણ આજે જે કામગીરી થઈ તેને લોકો એ બિરદાવી અને ગણગણાટ જોવા મળ્યો કે આવી કામગીરી ભુજ ના બીજા ગીચતા ધરાવતા વિસ્તારોમાં પણ થાય જેથી રાહદારીઓને ઓછી તકલીફ પડે. હવે જોવાનું એ રહ્યું કે આ નાસ્તાની લારી વાળા ફરી પાછા આ જ જગ્યા આવે છે કે કેમ અને આવે છે તો ફરી આ જ કામગીરી થશે કે શું ? અહેવાલ અને તસ્વીર - દિલીપ ગજ્જર