કચ્છ ક્રાઈમ ફાઈલ , શુક્રવાર 9 માર્ચ આજરોજ ભુજ તાલુકાના ધોરડો નજીક એક અકસ્માત સર્જાયો હતો.જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું.બે જીપની ટકકરમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું.ધોરડો નજીક બે જીપની ટક્કર થતા તેમાં જહાંગીર અલાના શેખ (ઉ.વ.૨૨)નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.બનાવને પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતના કારણો જાણવા તપાસ હાથ ધરી હતી. ભુજમાં હનીટ્રેપ ના ગુનામાં ત્રણની જામીન અરજી આજે ફગાવવામાં આવી હતી.આરોપીઓ દ્વારા બળાત્કાર ના ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ અપાઈ હતી.આરોપીઓ ત્રણ મહિલાઓની જામીન અરજી આજે કોર્ટે નામંજૂર કરી હતી. ભુજનો કુખ્યાત બુટલેગર અંતે આજે ઝડપાયો છે.ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેથી એલસીબીની ટીમે વોચ ગોઠવીને આરોપી બુટલેગરને ઝડપી પાડ્યો હતો.પોલીસે સમી સાંજે હાસમ મામદ કેવર અને તેના સાથીદાર ને બાઈક પર જતાં અટકાવીને તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી 20 દેશી દારૂની થેલી કબ્જે કરી હતી. આસપાસના લોકોની ઉગ્ર રજુઆત બાદ પોલીસ હર...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ