Skip to main content

Posts

Showing posts from January 16, 2018

હજ માં સબસીડી બંધ : ભંડોળ સશક્તિકરણ માટે વપરાશે

 તંત્રીલેખ : હજ યાત્રામાં સબસીડી પાછી ખેંચી મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો સબસીડીની રકમ વપરાશે લઘુમતી માટે જ , પણ હવે સશક્તિકરણ માટે ૭૦૦ કરોડ નો બચાવ થશે : શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે ભંડોળ નો ઉપયોગ : સરકાર અમુક મુસ્લિમ આ નિર્ણય થી , ખુશ પણ અમુક મુસ્લિમ કહે છે દરેક ધર્મ ની યાત્રા માટે પણ યાત્રા સબસીડી બંધ થવી જોઈએ. જે સમાજમાં શિક્ષણ હોય ત્યાં ગુન્હા નું પ્રમાણ નહીંવત થઈ જાય છે , અને જ્યાં ગુન્હા ના હોય ત્યાં ધર્મ આપોઆપ આવી જાય છે , આજ સમગ્ર પૃથ્વી ઉપર આંતક અને ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને એ પણ આટ આટલાં ધાર્મિક અને યાત્રા સ્થળો હોવાં છતાં પણ , તો પ્રશ્ન એ થાય છે જે યાત્રા અને ધાર્મિક સ્થળો ક્રાઈમ ઘટાડવામાં નિષ્ફળ નીવડ્યા છે , એનો મતલબ એ નથી કે ધાર્મિક સ્થળોનો વિરોધ કરવો જોઈએ. પણ મુદ્દો છે શિક્ષણ નો અભાવ જ્યાં છે ત્યાં ક્રાઈમ નો ગ્રાફ ઊંચે જોવા મળશે, વાત કરીએ યાત્રા ધામ ઉપર જતાં યાત્રાળુઓને સરકાર દ્વારા અપાતી સબસિડી , લઘુમતી સમાજ ને મક્કા મદીના એ હજ માટે જતાં મુસ્લિમ લોકોને સરકાર દ્વારા અત્યાર સુધી સબસીડી અપાતી હતી જે હવે બંધ કરવાનો નિર્ણય કરીને સર

વિરોધ કરનાર ચાર ન્યાયમૂર્તિ બેન્ચથી બહાર

ચાર ન્યાયમૂર્તિઓ બેન્ચ પર નહીં ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, જેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તેમણે જણાવ્યું હતું કે સીએમઆઇ સાથે લોયા બાબતના ફાળવણીનો પ્રશ્ન તેમણે સવારે ઉપાડ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેસોના ફાળવણીમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના આચારસંબંધ અંગે ચુકાદો આપ્યાના ત્રણ દિવસ પછી સુપ્રીમ કોર્ટે સોમવારે સાત કેસોની યાદી બહાર પાડી છે, જે 18 જાન્યુઆરીથી બંધારણની ખંડપીઠ સાંભળશે.  સિજેઆઈ નો વિરોધ કરી ચૂકેલા ચારમાંથી કોઈ પણ ન્યાયમૂર્તિઓ જેમાં - જસ્ટિસ જે. ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન બી લોકુર અને કુરિયન જોસેફ -નો સમાવેશ કરાયો નથી.  પડકારના મુદ્દાને સાંભળવા માટે રચવામાં આવેલી બંધારણીય બેન્ચમાં ચીફ જસ્ટિસ સાથે અન્ય ચાર ન્યાયમૂર્તિ જેમાં , સીજેઆઈ મિશ્રા અને ન્યાયમૂર્તિ એ કે. સિક્રી, એ.એમ. ખાનવીલકર, ડી વાય ચંદ્રચુડ અને અશોક ભૂષણનો સમાવેશ થાય છે. હવે તે સમલૈંગિકતાના ગુનાપણા માટે પડકારની સુનાવણી કરશે (કલમ 377 કેસ); સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ;  એક પારસી મહિલા દ્વારા ઉઠાવવામાં આવેલો પ્રશ્ન કે તેણીએ તેના ધર્મની બહાર લગ્ન કર્યા હતા; ભારતીય દંડ સંહિતામાં વ્યભ