દરશડી ગામનાં દલિત યુવાનની આત્મહત્યા કે હત્યા ? પોલીસ તંત્ર દોડધામમાં દરશડી ગામનાં દલિત યુવાન પ્રવિણ કરશન મહેશ્વરી આજે જીયાપર કુરબઈ રોડ વચ્ચે ગડે ફાંસી ખાધેલી હાલતમાં મળી આવતાં પોલીસ તંત્ર દોડધામ માં લાગ્યું છે, દરશડી ગામનો યુવક જીયાપર અને કુરબઈ પાસે કઈ રીતે પહોંચ્યો ? કોની સાથે પહોંચ્યો ? એકલો ગયો તો કેવી રીતે પહોંચ્યો ? અને અહીં અવાવરું વિસ્તારમાં જો ગળે ફાંસો ખાધો તો કઈ રીતે ખાધો ? આ તમામ મુદ્દાને પોલીસ ઝીણવટથી તપાસી રહી છે. મૃતક ની જે રીતે લટકતી લાશ મળી છે એ જોતાં પ્રથમ તબ્બકે શંકા પેદા કરે છે કે આ આત્મહત્યા જ હોય, કારણ એ પણ છે કે જે રીતે લાશ જોવા મળે છે અને એની પાસે જે પથ્થર મળ્યો છે એની ઉપર ચડી ને ફાંસો ખાધો હોય એ પણ પોલીસનાં ગળે ઉતરે એવી વાત નથી , તો શું પ્રવીણ મહેશ્વરીની હત્યા થઈ છે ? આ પ્રશ્ન પણ સપાટી ઉપર આવી જાય છે. સત્ય હકીકત તપાસ બાદ જ બહાર આવશે , પરંતુ હાલ કચ્છમાં આપરાધો નો ગ્રાફ ચિંતા પેદા કરી જાય છે . - Android App - *maa news* Youtube - *maa news live* Facebook - *maa news live page* Twitter - *@jaymalsinhB* Whatsapp - *94287 48643* *9...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ