વેરાવળ મોચીબજારમાં દરજીની દુકાનમાં કપડા સિવી દેવાની ના પાડેલ હોવાના મનદુ:ખમાં જાલેશ્વરમાં રહેતા આઠેક શખ્સોએ દુકાનમાં ઘુસી દરજી અને તેના બે સંબંઘીને માર મારી ઈજા પહોચાડી હતી. બનાવના પગલે આજુબાજુની દુકાનો શટરો ટપોટપ પડવા લાગેલ હતા. પોલીસે જાહેરનામાના ભંગ, રાયોટીગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વેરાવળના મોચીબજારમાં ઈશ્વરલાલ પરમારની રાધીકા ટેઈલર્સ નામની દુકાનમાં દરજી તેનો પુત્ર સહિતના કપડા સીવી રહેલ ત્યારે ગતરાત્રીના નવેક વાગ્યા આસપાસ જાલેશ્વર વિસ્તારમાં રહેતા મહમદ મલેક, જાવીદ મલેક, સલમા મલેક જુના ગ્રાહકો હોવાના નાતે કપડા સીવવા આવેલ. ત્યારે આ ગ્રાહકો માણસો સાથે માથાકુટ કરતા હોવાથી ટેઇલર્સના માલીક દરજીએ કપડા સીવી દેવાની ના પાડતા મહમદભાઇ સહિતના ઉશ્કેરાઈ ગયેલ હતા અને અન્ય ગાડીઓમાં આવેલ આઠથી વઘુ શખ્સો અચાનક ટેઇલર્સમાં પ્રવેશી દરજીને મારવા લાગેલ ત્યારે અન્ય સંબંઘીઓ વચ્ચે પડતા તેમને પણ માર મારેલ હતો. આ શખ્સો દ્વારા કાતરથી હુમલો કરવાનો પ્રયાસ કરેલ હતો. દરમ્યાન આજુબાજુના દુકાનદારોએ છોડાવી છુટા પાડતા હુમલાખોરો નાસી ગયા હતા. શહેરની બજારમાં આઠથી વઘુ લોકોએ હુમલો કરી રહેલ હોવાની...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ