ભુજ ખાતે ગ્રાન્ટેડ શાળાના શિક્ષક ને ખાનગી ટ્યુશનમાં રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો, જાણવા માટે જુઓ પછી શું થયું..
ભુજ ના ઘનશ્યામનગર ખાતે એક ખાનગી ટ્યુશન આવેલ છે ત્યાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ અર્થે ટીમ પહોચી ત્યારે ડરી ગયેલા આ શિક્ષક કે જેનું નામ હિમાંશુ બારોટ બતાવઈ રહ્યું છે તે આશરે 50 થી વધુ વિધ્યાર્થી ઑ સાથે પોતાને અંદર જ રૂમ માં પૂરી લીધેલ. શિક્ષણ તંત્રની કલાક ની મહેનત છતાં આ શિક્ષકે અંદર થી દરવાજો ના ખોલતા શિક્ષણાધિકારી ને પોલીસ ને બોલાવવી પડી હતી અને પોલીસ ની મહામહેનતે અને 2 ક્લાક જહેમત ઉઠાવ્યા બાદ વિધ્યાર્થીઑ તેમજ શિક્ષક ને બહાર કાઢવામાં આવ્યા હતા. આ વચ્ચે સંચાલક એવા ઋષિકેશ બારોટે તંત્રની કામગીરી માં રૂકાવટ કરી હતી જેથી તેમની વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને બીજા શિક્ષક કે જેનું નામ હિમાંશુ બારોટ બતાવાઇ રહ્યું છે તે 5મી સપ્ટેમ્બર ના રોજ પણ ખાનગી ટ્યુશન માં બાળકો ને ભણાવતા પકડાઈ ગયેલ હતો. હવે જોવાનું એ રહ્યું કે આ સુંદર કામગિરિ હજુ પણ ચાલુ રહે છે અને આવા શિક્ષકો વિરુદ્ધ શું કાર્યવાહી કરાય છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadej...