1984ના શીખ વિરોધી રમખાણોમાં કૉંગ્રેસના નેતા સજ્જન કુમારને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જનમટીપ ફટકારવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું, "1947માં ભાગલા દરમિયાન નરસંહાર થયો હતો. 37 વર્ષો બાદ દિલ્હી પણ આવી જ એક ઘટનાનું સાક્ષી બન્યું હતું." હાઈકોર્ટે નોંધ્યું, "તમામ પડકારો છતાંય સત્યનો વિજય થાય છે, તેની ખાતરી પીડિતોને કરાવવી જરૂરી છે." "આરોપીઓએ રાજકીય સંરક્ષણનો ફાયદો ઉઠાવ્યો અને કેસથી ભાગતા રહ્યા હતા." હાઈકોર્ટે સજ્જન કુમારને રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો છે અને તા. 31મી ડિસેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવા જણાવ્યું છે. એપ્રિલ 2013માં દિલ્હીની એક નીચલી કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન દિલ્હી છાવણીમાં છ શીખોની હત્યા મામલે સજ્જન કુમારને તમામ આરોપોથી મુક્ત કરી દીધા હતા. સીબીઆઈ (સેન્ટ્ર બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ તેની સામે અપીલ કરી હતી. 1984માં શીખ અંગરક્ષકો દ્વારા તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. જે પછી દિલ્હીમાં શીખ વિરોધી રમખાણ ફાટી નીકળ્યાં હતાં. જેમાં ત્રણ હજારથી વધુ શીખ માર્યા ગયા હતા. હુલ્લડ બાદ નીમવામાં આવેલી તપ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ