કચ્છ કલેક્ટર નાં અંબર પ્રોજેક્ટ ને કલામ એવોર્ડ થી સન્માનિત કરાયો. (મા ન્યુઝ , 21 જાન્યુઆરી, 21:20 ) કચ્છના કલેક્ટર રેમ્યા મોહન જયારે 2016માં વલસાડ કલેક્ટર તરીકે ફરજ બજાવતાં હતાં તે દરમિયાન એમની ટીમે અમલી બનાવેલાં ‘અંબર’ પ્રોજેક્ટ બદલ ‘કલામ ઈનોવેશન ઈન ગવર્નન્સ એવૉર્ડ’ આજે એનાયત કરાયો હતો. તત્કાલીન વલસાડ અને કચ્છ કલેક્ટર રેમ્યા મોહને ઑટોમેટિક મોબાઈલ બેઝડ રીપોર્ટીંગ સિસ્ટમ એટલેકે "અંબર" નામનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો હતો. આ અંબર પ્રોજેક્ટ ને કારણે મહેસુલ સંબંધી અરજદારોને સરકારી કચેરીનાં ધક્કા થી છુટકારો થયો હતો અને મહેસુલના કેસોની અંતિમ વિગત ઘેરબેઠાં મોબાઈલ એસએમએસ દ્વારા જાણવા મળી શકે છે . આ અંબર પ્રોજેક્ટને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝડપી, પારદર્શી અને કાર્યક્ષમ ગણાવી 27 ઓક્ટોબર 2016ના દિવસે લોકો માટે ખુલ્લો મુક્યો હતો . ભારતનાં વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની યાદમાં ચાલતાં કલામ સેન્ટર દ્વારા 2016થી વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષ કલામ સેન્ટર...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ