ગુજરાતના વિદ્યાર્થીઓને લગભગ 2 દાયકા બાદ નવરાત્રિ વેકેશન મળવા જઈ રહ્યુ છે. સરકારે સ્કૂલો અને કોલેજોમાં સાત દિવસનુ નવરાત્રિ વેકેશન આપવાનુ રાજ્ય સરકારનુ નક્કી કર્યુ છે. નવરાત્રિ પર્વ આ વખતે ૧૦ ઓક્ટોબરથી શરૃ થવાનો છે અને ૧૯ ઓક્ટોબરે દશેરાની ઉજવણી થવાની છે. સરકાર શાળા અને કોલેજોમાં ૧૫ થી ૨૧ દરમિયાન નવરાત્રી વેકેશન જાહેર કરશે. આમ નવરાત્રીના છેલ્લા પાંચ દિવસ સ્ટુડન્ટસ ભણવાની ચિંતા કર્યા વગર મન મુકીને ગરબે ઘૂમી શકશે. જોકે આ સાત દિવસનુ વેકેશન ૨૧ દિવસના દિવાળી વેકેશન સાથે એડજસ્ટ કરવામાં આવશે. જેના પગલે દિવાળી વેકેશન ટુંકાવીને ૧૪ દિવસનુ કરાશે. દિવાળી વેકેશનનો ૧૮ નવેમ્બરથી પ્રારંભ થશે. સરકારે ગુજરાતની તમામ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ માટે કોમન એકેડમિક કેલેન્ડર બનાવ્યુ છે.જે પ્રમાણે યુનિવર્સિટીઓમાં પહેલા, ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની પરીક્ષાઓ નવરાત્રિ પર્વ બાદ શરૃ થશે. આ પરીક્ષાઓ ૩૧ ઓક્ટોબર પહેલા પુરી કરવાની સૂચના છે. શિક્ષણ વિભાગના કહેવા પ્રમાણે એકસરખા એકેડમિક કેલેન્ડરના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યમાં બીજા ૨૦ દિવસનો ઉમેરો થશે. નવરાત્રિ વેકેશન આપવાનો નિર્ણય પહેલી વખત નથી લેવાયો. ૧૯૯૫માં કેશુભા...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ