કોઈ વાત નું મનદુઃખ રાખી ને ટોળા એ માર મારતા યુવક ની હાલત ગંભીર.. મળતી માહિતી અનુસાર નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ખાતે રહેતો ૨૯ વર્ષીય યુવક કેતન ગોવિંદ રૂડાણી ને છ શખ્સો દ્વારા મારા મારવામાં આવતા તેને ભુજ ખાતે ની જી.કે. જનરલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવકે પોલીસ ને માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈ કાલે એટલે કે તા. ૧૪-૨-૧૮ ના રોજ સામાવાળા છગન મુળજી લીંબાણી, રમણીક મુળજી લીંબાણી, વિનોદ કાનજી લીંબાણી, વિશાલ વિનોદ લીંબાણી, પ્રદીપ હરીલાલ લીંબાણી, હસમુખ તુલસીદાસ લીંબાણી સાથે વાદ-વિવાદ થયો હતો જેનું મનદુઃખ રાખી ને આ બધા એ મારકૂટ કરી હતી. આ બનાવ આજે એટલે કે તા. ૧૫-૨-૧૮ ના બન્યો હતો જેમાં ભોગ બનનાર કેતન ને પ્રાથમિક સારવાર માટે નખત્રાણા CHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતો જયારે હાલ વધુ સારવાર માટે ભુજ ખાતેના જી.કે. જનરલ ખાતે લઇ અવાયો છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ