Skip to main content

Posts

Showing posts from April 9, 2018

વડવાકાયાની સીમમાં ૧૯.૩૫ લાખની ઠગાઈ આચરાઈ

નખત્રાણા તાલુકાના વડવાકાયા ગામની સીમમાં જમીનના સોદાપેટે ગામના જ એક શખ્સે ૧૯.૩૫ લાખ પડાવી લેતા સમગ્ર મામલો પોલીસ દ્વારે પહોંચ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ ભુજની જુની રાવલવાડીના ગરબી ચોકમાં રહેતા મુલાબાઈ પ્રેમજીભાઈ લાંભાએ વડવાકાયા ગામના વિક્રમસિંહ સ્વરૃપસિંહ જાડેજા અને દલાલ તરીકે કામ કરનારા ઉમર અબડા રહે વાંઢ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી જેમાં લખાવાયું હતું કે, એક વર્ષ પૂર્વે તે વિક્રમસિંહના સંપર્કમાં આવ્યા હતા, તેણે સર્વે નંબર ૧૨૨ પૈકીની .............. ખેતીની જમીન ર૫ લાખમાંવહેચવા નોટરી સમક્ષ સાટાકરાર કરાવ્યા હતા. ૨૫ લાખ પૈકી તેમણે ૧૯.૩૫ લાખ રૃપિયા આપી દીધા હોવા છતાં આજદિન સુધી દસ્તાવેજ બનાવી આપ્યા ન હતા. સામાવાળા ઈસમે જાતિ પ્રત્યે અપમાનિત કરીને ભોગ બનનારના પતિને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. સમગ્ર ઘટનામાં નખત્રાણા પોલીસે ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬(૨)૧૧૪ તેમજ એટ્રોસીટીની જુદી જુદી કલમો તળે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉના રેકર્ડના આધારે પણ તપાસ આગળ વધારવામાં આવી છે.

સાંજે બનેલી ઘટનાએ પટેલ ચોવીસીમાં ભારે ચકચાર મચાવી દીધી

માંડવીના આસંબિયા ગામે પરિણીતા વિધર્મી યુવક સાથે રંગરલિયા મનાવતા ઝડપાતાં ભારે હોબાળો મચી ગયો હતો. શનિવારે સાંજના અરસામાં બનેલી આ ઘટનાએ ભુજની પટેલ ચોવીસીમાં ભારે ચકચાર સર્જી છે. ભુજના નારાણપર ગામનો વિધર્મી અને યુવક અને માંડવી તાલુકાના રામપર વેકરા ગામની એક પરિણીતા આસંબિયા ગામે રંગરલીયા મનાવતા ઝડપાઇ જતાં ગ્રામજનોઅે ભારે ધમાલ મચાવી દીધી હતી. વિધર્મી યુવકને બરાબરનો મેથીપાક ચખાડી માંડવી પોલીસ લઇ જવાયો હતો. ગ્રામજનોએ આ શખસ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા રજુઆત કરી હતી. પરિણીતા અને વિધર્મી યુવક બન્ને ભુજની પટેલ ચોવીસીના રહેવાસી હોઇ આખીય ઘટના સમગ્ર પટેલ ચોવીસીમાં ચર્ચાના ચકડોળે ચડી હતી. પરિણીતા સાથે ઝડપાયેલ નારાણપરના વિધર્મી યુવકને ગ્રામજનોએ મેથીપાક ચખાડી બરાબરનો ઠમઠોર્યો હતો. આ બાબતે માંડવીના પી.આઇ ગામેતીને પુછતાં તેમણે આ શખસ આસંબિયામાં શંકાસ્પદ રીતે ઘુમતો હોવાની ગ્રામજનોએ અરજી આપતાં તેની વિરુધ્ધ માંડવી પોલીસ મથકે સીઆરપીસીની કલમ 151 મુજબ જાહેર સુલેહ શાંતીના ભંગની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી છાંટા

ચૈત્રી મહિનો  ચાલી રહ્યો છે ત્યારે રવિવારે  સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને જામનગર જિલ્લા તથા કચ્છના નખત્રાણામાં જ્યારે ઉત્તર ગુજરાતમાં અમીરગઢ પંથકમાં અને દ. ગુજરાતમાં ડાંગમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.  બાબરા | અમરેલી પંથકમા આજે રવિવારે જુદાજુદા ત્રણ તાલુકામા કમોસમી વરસાદ ખાબક્યો હતો. બાબરામા મોડીસાંજે ઝાપટંુ વરસી જતા રસ્તા પર પાણી વહી ગયા હતા. ધારીના ખીસા, મોણવેલ, ભાડેર તથા બગસરાના લુંઘીયામા કમોસમી વરસાદ થયો હતો.  અમીરગઢ| ઉત્તર ગુજરાતમાં અમીરગઢ પંથકમાં રવિવારના બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને વાદળો ઘેરાયા બાદ મેઘ ગર્જના અને કમોસમી વરસાદ શરૂ થતાં રસ્તા રપ પાણી ચાલતાં થયાં હતાં.ગરમીથી લોકોને રાહત થઇ હતી, પણ ખેડૂતોની ચિંતા વધી હતી.  જસદણ | જસદણ શહેર અને પંથકમાં આવી પહોંચતા હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના પગલે શહેરભરમાં ઠેર-ઠેર રોડ-રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા.  કોટડા સાંગાણી | રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં કરા સાથે વરસાદ તૂટી પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી.  નખત્રાણા | નખત્રાણાના તલ-લૈયારીમાં કમોસમી વરસાદ સાથે કરા ઉપરાંત હાજીપીર, દયાપરમા છાંટા પડ્યા હતા.  ખંભાળિયા| ખંભ

નાની ખાખરના રહેણાકમાંથી 96 હજારનો શરાબ ઝડપાયો

માંડવી તાલુકાના નાની ખાખર ગામેથી માંડવી પોલીસે 96 હજાર રૂપિયાની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે, દરોડા દરમિયાન આરોપી પોલીસને થાપ આપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. બાતમીના આધારે માંડવી પોલીસે રવિવારે સાંજે છ વાગ્યે નાની ખાખરમાં રહેતાં જયદીપસિંહ રણજીતસિંહ ઊર્ફે રાણુભા વેલુભા જાડેજાની માલિકીના બંધ રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા વાળી જગ્યાએથી પોલીસને ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 96 હજાર રૂપિયાની કિંમતની 240 નંગ બોટલ મળી આવી હતી. બનાવ અંગે બીદડા ઓપીના જમાદાર હરેશભાઈ ગઢવીએ આરોપી વિરૂધ્ધ નશાબંધી ધારા હેઠળ ફરિયાદ નોંધાવી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. 

ફરાદીની આધેડ મહિલાએ જાત જલાવી: કારણ અકળ

માંડવી તાલુકાના ફરાદી ગામે રહેતી 55 વર્ષિય આધેડ મહિલાએ પોતાના ઘરના બાથરૂમમાં કેરોસીન છાંટી સળગી મરતાં ચકચાર મચી ગઇ છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર ફરાદીમાં રહેતી 55 વર્ષિય જીવાંબેન પચાણ મહેશ્વરી બપોરે 4 વાગ્યાના અરસામાં ન્હાવાનું કહી બાથરૂમમાં ગયા હતા. બાથરૂમમાં ગયા બાદ તેણે પોતાના શરીર પર કેરોસીન છાંટી અગનપછેડી ઓઢી લીધી હતી. અામહિલા ભડભડ સળગવા લાગતાં તેના પરિવારજનો તેને પ્રથમ માંડવીની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે સારવાર કારગત ન નિવડતાં સાંજે સાડા સાત વાગ્યે આ મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા. જોકે મહિલાએ કયા કારણોસર જાત જલાવી તેનું કારણ હજુ સુધી અકળ રહ્યું છે. પોલીસે બનાવ અંગે પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી આદરી છે. 

નાભોઇમાં પિતાના ઠપકાથી પરણિત બેકાર પુત્રનો આપઘાત

માંડવી તાલુકાના નાભોઇ ગામે રહેતા 23 વર્ષીય પરણિત યુવાનને કામધંધા વગર બેકાર બેઠો હોઇ તેના પિતાએ કામકાજ કરવાનું કહી ઠપકો આપ્યો હતો, જેનું મનપર લાગી આવવાથી યુવકે ગળે ફાંસો ખાઇ જીવનનો અંત આણિ દીધો હતો. પુત્રના મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો. નાભોઇ ગામે રહેતા અને હજુ છ મહિના પહેલા પરણેલા અજિતસિંહ મમુભા જાડેજા (ઉ.વ.23)ને તેના પિતાએ પિતાએ ગુરૂવારે કામકાજ કરવા ઠપકો આપતાં જે બાબતનું મનપર લાગી આવતાં અજિતસિંહએ પોતાના ઘરની ઓરડીમાં લોખંડના પાઇપમાં રસો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે ગઢશીશા પોલીસ મથકના એએસઆઇ શિવદિપસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે. તપાસનીશના જણાવ્યા પ્રમાણે મૃતક અજિતસિંહના લગ્ન 6 મહિના પહેલા થયા હતા. તેના કોઇ કામ કામજ મળતું ન હોવાથી છેલ્લાં ઘણાં સમયથી તે ઘરે બેકાર બેસી રહ્યો હતો. ગુરૂવારે તેના પિતા મમુભાએ ઠપકો આપ્યો આપતા બપોરે એક વાગ્યાના અરસામાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું. બનાવને પગલે હતભાગીના પરીવારજનોમાં ગમગની છવાઇ ગઇ હતી.

શિણાય નજીક જાનવર સાથે બાઇક ભટકાતાં સંઘડના યુવાનનું મોત

આદિપુર નજીક શિણાય રોડ પર રાત્રીના ભાગમાં બાઇક પર પુરપાટ જઇ રહેલા ચાલકે અંધારામાં વચ્ચે આવી ગયેલા જનાવર સાથે ભટકાવી દેતાં બાઇકમાં પાછળ બેઠેલા સંઘડના યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ઼. આ બાબતે આદિપુર પોલીસમાંથી પ્રાપ્ત વીગતો મુજબ,આદિપુર નજીક રાત્રે સાડા નવના આરસામાં શિણાયનજીક આવેલી યોગીપુરમ સોસાયટી સામે સંઘડના કેશાભાઇ કાનાભાઇ રાઠોડ અને તેના પિતરાઇ ભાઇ સનાભાઇ પુંજાભાઇ રાઠોડ જીજે-12-બીએ-1862 નંબરની બાઇક પર પુરપાટ જઇ રહ્યા હતા ત્યારે બાઇક ચલાવી રહેલા કેશાભાઇને બાઇકની ઝડપ વધુ હોતાં અચાનક વચ્ચે જનાવર આવી જતાં તેની સાથે ભટકાઇ જતાં પાછળ બેઠેલા સંઘડના 46 વર્ષીય શનાભાઇ પુંજાભાઇ રાઠોડનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ઼. બન્ને પિતરાઇ ભાઇઓ ગાંધીધામની હોસ્પીટલમાં દાખલ પોતાના સંબંધીની દિકરીની ખબર કાઢી પરત ફરી રહ્યા હતા ત્યારે આઘટના બની હતી.આ બાબતે મૃતકના મોટાભાઇ રવજીભાઇ પુંજાભાઇ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ આદિપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનિય છે કે એક દિવસ પહેલાં જ ભચાઉ નજીક ઝડપી વાહન ચલાવનાર રાજકોટના યુવાન ઇજનેરે જીવ ખોયો હતો ત્યારે બી

મોખા ટોલનાકે ભાવવધારા મુદ્દે હલ્લાબોલ, પોલીસે દોડવું પડ્યું

  મુન્દ્રાના મોખા ટોલનાકે ભાવ વધારા મુદ્દે ગિન્નાયેલા સ્થાનિક પરિવહનકારોએ હલ્લાબોલ કરતાં પોલીસ કાફલાને સ્થળ પર ઘસી જવું પડ્યું હતું અને રાબેતા મુજબની હંગામી સમજાવટ બાદ મામલો થાળે પાડતાં એક વાર ફરી પરિવહનકારોને આશ્વાસન મેળવી પરત ફર્યા હતા. ઘટના સ્થળ પરથી મળેલ અહેવાલ મુજબ રિલાયન્સ અને હાઇવે ઓથોરીટી દ્વારા ખાનગી ઠેકેદારોને નાકાનું સંચાલન સોંપ્યું છે.છેલ્લા બે વર્ષથી નિયત જગ્યાથી વિપરીત સ્થળે નાકુ ખડું કરી દેનાર સંચાલકો 20 કિમીની ત્રિજીયામાં આવતા સ્થાનિક વાહન માલીકોને સમયાંતરે ભાવ વધારો ઝીંકી રંજાડતા હોવાથી આજે લોકલ ટ્રાન્સપોર્ટ એસોએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો.ટોલના પ્રારંભ થયેથી આજ પર્યંત અકસ્માતોને ઈંજન આપતા ગુંદાલા,મોખા અને કુંદરોડીનો સર્વિસ રોડ પૂર્ણ કર્યા પહેલા કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનના નામે માસીક પાસના દર બમણાં કરનાર સંચાલકો વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતાં પરિવહનકારોને સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરી કાબુ કર્યા હતા. અંતે રાબેતા મુજબ ટોલ સંચાલકોએ પરિવહનકારોની લાગણી ઉપર સુધી પહોંચાડી ઘટતું કરવાનું આશ્વાસન આપતા હાલ પૂરતો મામલો સમેટાયો હતો.તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઇ ટાપરીયા મંત્

આસારામ કેસ: આ તારીખે આવશે કોર્ટનો ચૂકાદો

પાછલા પાંચ વર્ષથી જોધપુર જેલમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ અંગે અદાલતે ફાઈનલ જજમેન્ટની તારીખ નક્કી કરી નાંખી છે. આસારામના ભાવિનો ફેંસલો તે તારીખે કરવામાં આવશે. આસારામ જેલમાં જ રહેશે કે બહાર આવશે તે અંગેની નિર્ભરતા કોર્ટના ચૂકાદા પર અવલિંબત રહેલી છે. 2013માં આસારામ વિરુધ્ધમાં જોધપુર તેમજ અમદાવાદ શહેરના ચાંદખેડામાં બળાત્કારના કેસો દાખલ કરવામાં આવ્યો હતો. આસારામની ધરપકડ કરવામાં આવ્યા બાદ સાધકો દ્વારા અનેક પ્રકારના પ્રર્દશનો કરવામાં આવ્યા હતા. આસારામ ઉપરાંત તેના પુત્ર નારાયણ સાંઈ વિરુધ્ધ સુરત શહેરના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરીયાદ દાખલ થઇ હતી. પોલીસ દ્વારા આસારામ તેમજ નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આસારામ તેમજ તેના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ અગાઉ આશ્રમમાં જ રહેતા તેઓના ઘણા સાધકોએ સાહેદ તરીકે આ આસારામ અને નારાણય વિરુદ્ધ નિવેદનો આપ્યા હતાં, જેને કારણે તેમના વિરુદ્ધના કેસો વધારે મજબૂત થયા હતા. અને બંનેને કોર્ટમાંથી જામીન મળી શક્યા ન હતાં. યુપીની યુવતી સાથે આસારામે દુષ્કર્મ આચર્યું હતું જેને લઈને જોધપુર પોલીસે આસારામ વિરુધ્ધ ફરીયાદ દાખલ કરી હતી. હવે આ

અદાણીએ દરિયામાં કર્યું દબાણ અને ચેરીયાનું નિકંદન હજુ ચાલુ

મુંદ્રામાં અદાણી બંદર સેઝ લી. દ્વારા ડ્રેજિંગથી દરિયા વિસ્તારમાં ભરતી ઓટ CRZ-1 હેઠળ દબાણ કરવામાં આવ્યું છે. જૂના બંદરથી બારોઈ, ગોયરસ, લુણી સુધીના 10 કિમીના પટ્ટામાં દરિયાની ભરતી ઓટ અને ચેરીયાના જંગલોને ભારે નુકસાન કરી હોવાની રજૂઆત કચ્છ કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે. છ મહિના પહેલાં ફરિયાદ થતાં મુંદ્રા પ્રાંત અધિકારીએ તપાસ કરી હતી. પંચનામું કર્યું ન હતું. તેમ કરીને અદાણીને અધિકારીએ બચાવી લીધી હતી. દરિયામાં દબાણ અને કાદવ ઉલેચીને ખાડા કરીને ભારે નુકસાન કર્યું છે. જેથી માછીમાર ત્યાં જઈ શકતાં નથી. કંપની આવું કરે તો તે CRZ કાયદા હેઠળ ગંભીર ગુનો છે. ક્રીકનું પુરાણ ન કરવાનો આદેશ છે. છતાં પણ અદાણી દ્વારા આવી વિઘાતક પ્રવૃત્તિ ચાલું છે. વરસાદી પાણી વોકળામાં ન જઈ શકે તે રીતે દરિયામાં જતું બંધ કરી દેવાયું છે. તેનાથી માછલીઓ પેદા થતી બંધ થઈ ગઈ છે અને માછીમારોને માછલીઓ મળતી બંધ થઈ ગઈ છે. તેથી સ્થાનિક લોકોએ કલેક્ટરને રજૂઆત કરી છે કે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવે. કંપની કહે છે કે નિયમો અને કાયદા મુજબ કામ થયું છે. 8 મહિનાથી કોઈ કામ થતું નથી. સરકારની મંજૂરીથી જ તમામ કામ થયા છે.

કરે કોણ ભોગવે કોણ ? નીરવ મોદીના બેંક કૌભાંડ બાદ નાના વેપારીઓને લોન મળતી નથી

નીરવ મોદી બેંક લોન મહાકૌભાંડ પછી રાષ્ટ્રીકૃત બેંક તરફથી હીરા ઉદ્યોગકારોને લોન આપવા મનાઇ ફરમાવામાં આવી રહી છે. ત્યારે ધી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર સહિત શહેરના સાંસદને વિવિધ માગણીઓની રજૂઆત કરશે. એક્ઝિબિશનમાં ભાગ લેનારા એસએમઇ ઉદ્યોગકારોને મર્યાદિત  લાભ મહિના અગાઉ નીરવ મોદી દ્વારા કરવામાં આવેલા બેંક લોન મહાકૌભાંડ બાદ ડાયમંડ ઉદ્યોગને શંકાની નજરથી જોવાઈ રહી છે. નાના ઉદ્યોગકારોને  પણ લોન મેળવવામાં વલખાં મારવાં પડે છે. એલઓસી અને એલઓયુ આપવા આરબીઆઇએ કરેલા  ઇનકાર બાદ તો બેંકો તરફથી ટર્મ લોન પણ મળવી મુશ્કેલ થઇ ચૂકી છે. ખાનગી બેંકો પાસેથી લોન મંજૂર થતી હોય છે, પરંતુ વ્યાજ દરનો બોજ નાના ઉદ્યોગકારો વેઠી શકે તેમ નથી. જેને પગલે ધી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવાનું નક્કી કરાયું છે.

રાપર તાલુકામાં દલિત અને કોળી સમાજની જમીનનો કબજો સોંપવામાં ન આવતા ૧૪ મીઅે હાઇવે બ્‍લોક કરાશે : જીગ્‍નેશ મેવાણી

રાપર તાલુકામાં દલિત અને કોળી સમાજની જમીનનો કબજો પત્ર દ્વારા અપાયો નથી. આથી તા. ૧૪ના હાઇવે બ્‍લોક કરવાની ચીમકી જીગ્‍નેશ મેવાણીએ આપી છે. ૨૨મી જાન્યુઆરીએ  કચ્છ કલેકટરને આપેલા આવેદનપત્રના જવાબમાં કોઈ નક્કર પગલા ન ભરવામાં આવતા રાપરના દલિત અને કોળી સમાજના લોકો નારાજ થયા છે. નીલ રાઠોડના જણાવ્યા  અનુસાર ૨૨મિ અકિલા જાન્યુઆરી ૨૦૧૮ના રોજ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ એક આવેદનપત્ર કચ્છ કલેકટરને આપવામાં આવ્યું હતું. જેમાં  રાપર તાલુકાના દલિત અને કોળી સમાજના લોકોને ૧૯૮૪માં સરકાર દ્વારા આપવામાં  આવેલી જમીનનો કબ્જો મેળવવાની માંગણી હતી. આ માંગણીમાં હજી  સુધી સરકાર અને કલેકટર ઓફીસ કચ્છ દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી. જેના કારણે આવનાર ૧૪મી એપ્રિલના રોજ સરકાર દ્વારા થઇ રહેલા અન્યાયના વિરોધમાં સામખીયાળી હાઇવે બ્લોક કરવામાં આવશે જેની આગેવાની ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કરશે અને એમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ જોડાવાના છે.  ૧૯૮૪માં રાપર તાલુકાના દલિત અને કોળી પરિવારોને સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી, પરંતુ તેનો કાયદેસરનો કબજો  સોંપવામાં આવ્યો ન હતો અને જમીનો અન્ય માથાભારે લો

ચિદમ્બરમના INX મિડિયા કેસની મુખ્ય સાક્ષી ઇન્દ્રાણીએ જેલમાં ઝેર પીધું

ન્યુ દિલ્હીઃ  ચિદમ્બરમ અને તેના પુત્ર પર ચાલી રહેલા આઈએનએક્સ મીડિયા કેસના મુખ્ય સાક્ષી ઇન્દ્રાણી મુખરજીએ જેલમાં ઝેરી દવા પી લીધી હતી, જેને મુંબઈ જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઇન્દ્રાણીએ શા માટે ઝેર પીધું તેના પર ખૂબ મોટો પ્રશ્નાર્થ છે. જેના પર સુબ્ર્હમણિ.મ સ્વામીએ મોડી રાત્રે ટ્વિટ પણ ક્રયું છે.

PASS સુપ્રીમો હાર્દિક પટેલ પર સાહી ફેકાઈ

PASS સુપ્રીમો હાર્દિક પટેલ પર સાહી ફેકાઈ : મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પર શાહી ફેંકવામાં આવી હતી. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ગૂર્જર મહાસભાના એક યુવક, મિલિંદ ગૂર્જર નામના વ્યક્તિ તરફથી આ શાહી ફેંકવામાં આવી છે. ઘટના બાદ હાર્દિક પાસે રહેલા લોકોએ શાહી નાંખનાર યુવકની બરાબરની ધોલાઈ કરી નાંખી હતી. આ દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી