ભચાઉ તાલુકાનાં જડસા ગામે દેશી દારૂના કુખ્યાત ધંધાર્થીને પકડવા ગયેલી સામખીયાળી પોલીસની ટુકડી પર અંદાજીત 30 જેટલા લોકોએ હુમલો કરીને આરોપીને છોડાવી ગયુ હતું.જાણવા મળતી વિગતો અનુસાર સામખીયાળી પોલીસે જડસામાં દેશી દારૂના કુખ્યાત ધંધાર્થી માવજી મોતી કોલીને 40 લીટર દેશી દારૂના આથા સાથે ઝડપી પડ્યો હતો અને તેના ભાઈ રમેશને પણ પકડી પડ્યો હતો. ત્યારે માવજીની પત્ની નવલબેને બૂમાબૂમ કરતા હથિયારો સાથે ટોળું ભેગુ થઈ ગયુ હતું અને પોલીસ સાથે ઝપાઝપી કરી માવજીને છોડાવી ગયુ હતું.આ બનાવ અંગે સામખીયાળી પોલીસે ૧૨ જેટલા અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ,પ્રાણઘાતક હુમલો કરવો વગેરે કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.જેમાં આરોપીઓમાં નવલબેન માવજી કોલી,માવજી મોતી કોલી,રમેશ મોતી કોલી,રેખાબેન કોલી,ભૂપત કોલી,પ્રફુલ કોલી,રમેશ હમીર કોલી,જગદીશ ગેલા કોલી,દયા માના કોલી,કમા ધના કોલી,નારણ કોલી,ગોવિંદ કોલી,સુખદેવ હમીર કોલી,મહેશ કોલી,મિતેશ કોલી અને અન્ય ૧૨ અજાણ્યા સ્ત્રી-પુરુષનો સમાવેશ થાય છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaym...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ