Skip to main content

Posts

Showing posts from May 14, 2018

ઇન્સ્ટાગ્રામમાં 'સ્પીડ લાઇવ' કરવાના ચક્કરમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો

આજકાલ સોશિયલ મીડિયામાં સ્ટંટ શેર કરવાના કારણે મોટાભાગના યુવક દુર્ઘટનાનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં જ હૈદરાબાદના એક યુવકનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં તે ચાલતી ટ્રેન આગળ સેલ્ફી લેવા માટે સ્ટંટ કરતો જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી ફૂલ સ્પીડમાં આવતી ટ્રેને યુવકને હૉસ્પિટલ પહોંચાડી દીધો. સોશિયલ મીડિયા પર શો બાજી કરવાની એક એવી જ ઘટના સામે આવી છે. ગત રાત્રીએ પુનાના પિંપરી વિસ્તારમાં વીસ વર્ષીય એક યુવક ફૂલ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર સ્પીડ લાઇવ કરવાના ચક્કરમાં તેની કાર દુર્ઘટનાગ્રસ્ત બની અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું. માહિતી અનુસાર, મૃતકનુ નામ શિવમ જાધવ છે. ગત રાત્રીએ શિવમ નશાની હાલતમાં પિંપરીના ગ્રેટ સેપરેટર રોડ પર લગભગ 180ની સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. 180ની સ્પીડમાં ગાડી ચલાવવાનો વીડિયો પોતાના મિત્રો સાથે શેર કરવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્પીડ લાઇવ કરી. એવામાં ફૂલ સ્પીડ કાર પરથી તેનું નિયંત્રણ ખોરવાઇ જતાં તેની કાર અથડાઇ ગઇ. આ અકસ્માતમાં શિવમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જણાવવામાં આવી રહ્યુ છે કે ઘટના સમયે શિવમનો પિતરાઇ ભાઇ પણ તેની સાથે કા

રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન શરૂ : ૧૬૭ ગામોમાં ઇન્ટરનેટ બંધ

૧૫ મે થી ગુર્જર સમુદાય ફરી બયાનામાં ફરી મહાપંચાયત કરીને અનામત આંદોલનના મંડાણ કરી રહયા છે. તેના લીધે સરકાર અને રેલ્વે એલર્ટ થઇ ગયું છે. રેલ્વેતંત્રએ ગુર્જર આંદોલન ને નીપટાવવા માટે સુરક્ષાબળોને એલર્ટ કરી દીધા છે. સ્થાનિક અખબારના જણાવ્યા મુજબ આંદોલનને ધ્યાનમાં રાખીને ભરતપુરના સંભાગીય આયુકતે ગુર્જર બાહુલ્ય ૮૦ ગ્રામ પંચાયતોના ૧૬૭ ગામડાઓમાં ઇન્ટરનેટ પર ૧૫ મેના સાંજ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. બીજીબાજુ રાજય સરકાર દ્વારા જીલ્લા કલેકટર સંદેશ નાયકે ગુર્જર નેતા કિશોરીસિંહ બંસેલાને વાર્તાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધીમાં ગુર્જર પાંચવાર આંદોલન કરી ચુકયા છે. અને દરેક વખતે કરોડોનું નુકશાન થાય જ છે અને અનેક લોકો મૃત્યુ પામે છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ ૨૦૦૭માં ૨૯ મેથી ૫ જુન સાત દિવસ ગુર્જરોએ આંદોલન કર્યુ છે. તેમાંથી ૨૦૦ જીલ્લા પ્રભાવિત થયા હતા અને ૩૮ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ ૨૩ મેથી ૧૭ જુન ૨૦૦૮ સુધી ૨૭ દિવસ સુધી આંદોલન ચાલ્યુ, ૨૨ જિલ્લાની સાથે ૯ રાજયો પ્રભાવિત થયા અને તેમાં ૩૦ થી વધુના મોત થયા. સરકારી આંકડા મુજબ ગુર્જર અનામત ના કારણે અત્યાર સુધીમાં ૧૪૫ કરોડ રુપિયાની સરકા