અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે નારાજ કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી. આજરોજ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યા બાદ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે , રાજ્યમાં પ્રજાને સરકારની તમામ કાર્યવાહી જાણવાનો અધિકાર છે. આવી જાણકારી સરકાર દ્વારા આપવામાં આવતી નથી પરંતુ વિરોધપક્ષ તરીકે અમે રચનાત્મક ભૂમિકા ભજવી , જ્યાં પ્રજાના હિતમાં જરૂર લાગે ત્યાં સરકારને સહકાર પણ આપી રહ્યા છીએ અને જ્યાં જરૂર લાગે ત્યાં પ્રજાના હિત માટે સરકારનો વિરોધ પણ રચનાત્મક રીતે કરી રહ્યા છીએ. વિરોધપક્ષ એ પ્રજાનો અવાજ હોય છે. વિરોધપક્ષના નેતાનું પદ એ ગુજરાતના પ૦% લોકોનો અવાજ છે. આ અવાજ દબાવવાનાં પ્રયત્નો ભાજપ સરકાર કરી રહી છે. શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે , છેલ્લા રર વર્ષની પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે વિધાનસભામાં ચર્ચાઓથી દુર ભાગતી ભાજપ સરકારને છાવરવા માટે સંસદીય કાર્યવાહીમાં પક્ષપાતી વલણ સાથે આમ આદમીના અવાજને અવરોધિત કરવાનાં કલંકિત ઈતિહાસનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે સર્વાનુમતે ચૂંટાયેલા અધ્યક્ષશ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ