Skip to main content

Posts

જયંતી ભાનુશાળીના હત્યારા ઉત્તર પ્રદેશથી ઝડપાયા.. જાણો કોણ છે હત્યારા..

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સોમવારે મધરાત્રે ભૂજ-બાંદ્રા સયાજીનગરી ટ્રેનના ફર્સ્ટ એસીમાં કેટલાક શખ્સોએ આંખ અને છાતીમાં બે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે રાજકીય ક્ષેત્રે મોટો ભૂકંપ સર્જ્યો હતો. સાથે જ હત્યા ક્યા કારણોસર થઈ તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
કચ્છના અગ્રણી રાજકારણીની હત્યાનો કોયડો હવે પોલીસે ઉકેલી નાંખ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હત્યા કરનારા શાર્પ શૂટર્સ પૂણેના હતા. શાર્પ શૂટર શેખર અને સુરજીત ભાઉની પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી લીધી છે. ભાઉ  જયંતી ભાનુશાળીની નજીક હોવાનું માનવામાં આવે છે.
હત્યાના દિવસે ટ્રેનમાં કુલ ચાર લોકો હોવાની વાત પણ સામે આવી છે. શાર્પ શૂટર્સ ભાનુશાળીની હત્યા બાદ હત્યારા ઉત્તર પ્રદેશ ભાગી ગયા હોવાથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે તેમને દબોચી લીધા છે.
સૂત્રોના મતે ભાનુશાળીની હત્યા બાદ નોંધાયેલી એફઆઈઆરમાં કેટલાક નામો પૈકીના જ હત્યારા હોવાનું ખૂલ્યું છે.. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને તેમને મોટેભાગે સફળતા મળી છે. આ ઉપરાંત ક્યા કારણે જયંતી ભાનુશાળીની હત્યા કરાઈ તે જાણવા પોલીસ પ્રયાસ કરી ર…
Recent posts

ગત રાત થી વહેલી સવાર સુધી વાગડે અનુભવ્યાં ભૂકંપના આચકાઓ..

પ્રાપ્ત વિગતો અનુસાર વાગડ વિસ્તારમાં ગત રાત્રે 3.3ની તેમજ પરોઢે 3.2ની તીવ્રતા નો આંચકો નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી ઈન્સ્ટિટ્યૂટે વિગતો આપતા જણાવ્યુ હતું કે ગત રાત્રે 2.55 મિનિટે ભચાઉ-રાપર નજીક રામવાવ પાસે 3.3ની તીવ્રતાનો તેમજ વહેલી પરોઢે 6.21 મિનિટે ફરી આ જ કેન્દ્રબિંદુમાંથી 3.2ની તીવ્રતાનો આચકો નોંધાયો હતો. આવી ઠંડીમાં મોડી રાત્રે અને વહેલી સવારે આવેલા આચકાઓએ લોકો ની ઊંઘ ઉડાવી મૂકી હતી અને લોકો સફાળા જાગી ગયા હતા. 19મીની સવારે પોણા છ વાગ્યાથી લઈ 20મીની સવારે 6 વાગ્યાના 24 કલાક દરમિયાન વાગડની ધરા કુલ 7 હળવા કંપનથી ધૃજી હતી.
Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33
મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student)
મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર : 20 રૂપિય…

રેજિમેન્ટની માગણી સાથે આહીર સમાજે 5 લાખ પત્રો પ્રધાનમંત્રીને લખ્યાં, કચ્છ માંથી પણ લડત ને ખૂબ સમર્થન..

પાટીદાર અનામત આંદોલન હજુ ચાલી રહ્યું છે ત્યાં આહીર સમાજે રેજિમેન્ટની માગણી સાથે પોસ્ટકાર્ડ ટુ પીએમ ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગ રૂપે પૂરા રાજ્યમાંથી એક જ દિવસમાં પાંચ લાખ પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને મોકલાયાં છે. જેમાં કચ્છ માંથી પણ પીએમઓને પોસ્ટકાર્ડ મોકલાયાં હોવાનું જાણવા મળ્યું છે. આહીર સમાજની માંગણી છે કે ભારતીય સેનામાં સ્વતંત્ર ‘આહીર રેજીમેન્ટ’નું ગઠન કરવામાં આવે અને રેજાંગલા યુધ્ધની શૌર્યગાથાનો દરેક રાજ્યના પાઠ્યપુસ્તકોમાં સમાવેશ કરી 18 નવેમ્બરને ‘રેજાંગલા શૌર્ય દિવસ’ તરીકે જાહેર કરવામાં આવે. સરકાર સમક્ષ પોતાની માગણી દર્શાવવા હાલ દેશભરમાં ‘પોસ્ટકાર્ડ ટૂ પીએમ’ અભિયાન છેડવામાં આવ્યું છે.
જે અંતર્ગત એકલાં ગુજરાતમાંથી જ 5 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખી પીએમઓને પોસ્ટ કરવામાં આવ્યા છે. પોસ્ટકાર્ડ અભિયાનની સાથે આગામી 27મી ડિસેમ્બરના રોજ ઝુંબેશ ચલાવી રહેલાં યુવા નેતા પ્રવિણ રામ દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રતીક ઉપવાસ કરી સંસદનો ઘેરાવ પણ કરશે. આ ધરણાંના સમર્થનમાં અને આહીર રેજીમેન્ટની માંગણી સંદર્ભે કચ્છ સહિતના વિવિધ જિલ્લા-શહેરોમાં ‘આહીર સ્વાભિમાન રેલી’નું આયોજન કરવામાં આવ્યું છે. પોતાની માંગણી સંદર…

કૉંગ્રેસ નેતા સજ્જન કુમારને 1984નાં શીખ વિરોધી રમખાણોમાં જનમટીપની સજા..

1984ના શીખ વિરોધી રમખાણોમાં કૉંગ્રેસના નેતા સજ્જન કુમારને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જનમટીપ ફટકારવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું, "1947માં ભાગલા દરમિયાન નરસંહાર થયો હતો. 37 વર્ષો બાદ દિલ્હી પણ આવી જ એક ઘટનાનું સાક્ષી બન્યું હતું." હાઈકોર્ટે નોંધ્યું, "તમામ પડકારો છતાંય સત્યનો વિજય થાય છે, તેની ખાતરી પીડિતોને કરાવવી જરૂરી છે." "આરોપીઓએ રાજકીય સંરક્ષણનો ફાયદો ઉઠાવ્યો અને કેસથી ભાગતા રહ્યા હતા." હાઈકોર્ટે સજ્જન કુમારને રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો છે અને તા. 31મી ડિસેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવા જણાવ્યું છે. એપ્રિલ 2013માં દિલ્હીની એક નીચલી કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન દિલ્હી છાવણીમાં છ શીખોની હત્યા મામલે સજ્જન કુમારને તમામ આરોપોથી મુક્ત કરી દીધા હતા.
સીબીઆઈ (સેન્ટ્ર બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ તેની સામે અપીલ કરી હતી. 1984માં શીખ અંગરક્ષકો દ્વારા તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. જે પછી દિલ્હીમાં શીખ વિરોધી રમખાણ ફાટી નીકળ્યાં હતાં. જેમાં ત્રણ હજારથી વધુ શીખ માર્યા ગયા હતા. હુલ્લડ બાદ નીમવામાં આવેલી તપાસમાં …

કોટડા રોહાની પરિણીતાએ કર્યું બે દીકરાઓ સાથે અગ્નિસ્નાન, બે પુત્રોના મોત, માતા ગંભીર..

ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ માંથી મળેલ માહિતી આધારે નખત્રાણા તાલુકાનાં કોટડા રોહા ખાતે રહેતા કરણસિંહ ખાનુભા સોઢાના ધર્મ પત્ની મીનાબા કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાના બે દીકરાઓ 1. ધૈર્ય ઉ.વ. 2.5 અને 2. લક્ષ ઉ.વ. 4 માસ સાથે અગ્નિસ્નાન કરી લેતા તેઓને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર મીનાબા ની હાલત નાજુક છે જ્યારે તેમના બંને પુત્રો મરણ ગયેલ છે.આ ઘટના ને લીધે આસપાસના પંથક મા ગમગીની ફેલાઈ છે તો બીજી તરફ લોકોમાં એ પણ ચર્ચા છે કે માતાએ પોતાના ફૂલ જેવા બે બાળકો સાથે આવું કૃત્ય શા માટે કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે મીનાબા અને કરણસિંહના લગ્નને 4 વર્ષ જેટલો સમય ગાળો થયો હતો અને આ બંને જણાં સાસુ સસરા સાથે રહેતા હતા. જી.કે. જનરલ હોસ્પિટલ ની MLC રિપોર્ટ અનુસાર પોલીસે બનાવ ની વધુ તપાસ હાથ ધરી છે.. અહેવાલ અને તસવીર- કિરણ ગોરી

Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123…

ગુજરાતની ધરતી ઉપરથી જીવીત પશુઓની નિકાસ રાજ્ય સરકાર નહીં કરવા દેઃ મુખ્યમંત્રીશ્રી

કંડલા બંદરેથી જીવીત પશુઓની નિકાસ કાર્યવાહી તાત્કાલિક અસરથી સ્થગિત કરતા શ્રી વિજયભાઈ રૂપાણી
•ભારત સરકાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયાએ પ્રસિધ્ધ કરેલી સૂચનાઓને પગલે આ માર્ગદર્શીકાના ધારાધોરણો ન સંતોષાયત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવીત પશુઓની નિકાસ ટૂંણા – કંડલા બંદરેથી નહીં થાય.
•પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રુઅલ્ટી એક્ટના કડક અમલ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ - જીવીત પશુઓની નિકાસ નહીં કરવા દેવા અપ્યા આદેશ.
•કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ અંગેની પૂર્તિ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ગુજરાતમાંથી જીવીત પશુઓની નિકાસ નહીં કરવા દેવાના નિર્ણયની કેન્દ્રિય મંત્રીશ્રીને પત્ર પાઠવી મુખ્યમંત્રીએ આપી જાણકારી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તુણા – કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાસ તાત્કાલિક અસરથી સ્થાગીત કરવાનો અબોલ પશુજીવ સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે.
તાજેતરમાં જીવતા પશુઓની નિકાસ સંદર્ભે ભારત સરકાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયાએ પ્રસિધ્ધ કરેલી સૂચનાઓને અનુલક્ષીને જ્યાં સુધી ગુજરાતમાં આ માર્ગદર્શીકા પ્રમાણેના ધારા-ધોરણો ન સંતોષાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવીત પશુઓની નિકાસ થઈ શકશે નહીં તેવી પશુ જીવદય…

લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં જાણો વધુ કેટલા શકમંદો પકડાયા : મુખ્ય સૂત્રધાર હજુ ફરાર..

લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં હજુ સુધી મુખ્ય સુત્રધાર હાથમાં આવ્યો નથી ત્યારે આજે વધુ પાંચ શકમંદોની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં ભાજપના અરવલ્લી જીલ્લા મહામંત્રી જયેન્દ્ર રાવલ સહીત રૂપલ શર્મા અને મનહર પટેલના સંપર્કમાં રહેલા આ શકમંદો પાસેથી પોલીસને વધુ વિગતો મળે તેવી શક્યતા છે. જ્યારે પોલીસની પકડથી દુર રહેલા યશપાલસિંહ સોલંકીના પત્ની દિવ્યાબાએ જણાવ્યું છે કે, મારા પતિ દિલ્હી જઈ શકે તેટલા પૈસા પણ નથી, પરંતુ કોઈ મોટા માથાંએ તેમને ફસાવ્યા છે.
લોકરક્ષક પેપર લીક કૌભાંડ આજે ત્રીજા દિવસે પણ સતત ચર્ચાસ્પદ રહ્યું છે. જેમાં ગઈકાલે પકડાયેલા ચાર આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ પર લીધા બાદ આજે બીજા પાંચ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. ૧૦ દિવસ પહેલા ભાજપના આગેવાન મનહર પટેલ તેમજ શ્રી રામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા સાથે સંપર્કમાં રહેલા ભાજપના અરવલ્લી જીલ્લા મહામંત્રી જયેન્દ્ર રાવલની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ઉપરાંત ભાજપના અગ્રણી અને આરોપી મુકેશ ચૌધરીના ભાઈ નરેન્દ્ર ચૌધરી, અજયસિંહ પરમાર, ઉત્તમસિંહ ભાટી, ચૌધરી તેમજ રમોસના પ્રીતેશ પટેલની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ શકમ…