રેજિમેન્ટની માગણી સાથે આહીર સમાજે 5 લાખ પત્રો પ્રધાનમંત્રીને લખ્યાં, કચ્છ માંથી પણ લડત ને ખૂબ સમર્થન..
પાટીદાર અનામત આંદોલન હજુ ચાલી રહ્યું છે ત્યાં આહીર સમાજે રેજિમેન્ટની માગણી સાથે પોસ્ટકાર્ડ ટુ પીએમ ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગ રૂપે પૂરા રાજ્યમાંથી એક જ દિવસમાં પાંચ લાખ પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને મોકલાયાં છે. જેમાં કચ્છ માંથી પણ પીએમઓને પોસ્ટકાર્ડ મોકલાયાં હોવાનું જાણવા મળ્યું છે. આહીર સમાજની માંગણી છે કે ભારતીય સેનામાં સ્વતંત્ર ‘આહીર રેજીમેન્ટ’નું ગઠન કરવામાં આવે અને રેજાંગલા યુધ્ધની શૌર્યગાથાનો દરેક રાજ્યના પાઠ્યપુસ્તકોમાં સમાવેશ કરી 18 નવેમ્બરને ‘રેજાંગલા શૌર્ય દિવસ’ તરીકે જાહેર કરવામાં આવે. સરકાર સમક્ષ પોતાની માગણી દર્શાવવા હાલ દેશભરમાં ‘પોસ્ટકાર્ડ ટૂ પીએમ’ અભિયાન છેડવામાં આવ્યું છે.

જે અંતર્ગત એકલાં ગુજરાતમાંથી જ 5 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખી પીએમઓને પોસ્ટ કરવામાં આવ્યા છે. પોસ્ટકાર્ડ અભિયાનની સાથે આગામી 27મી ડિસેમ્બરના રોજ ઝુંબેશ ચલાવી રહેલાં યુવા નેતા પ્રવિણ રામ દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રતીક ઉપવાસ કરી સંસદનો ઘેરાવ પણ કરશે. આ ધરણાંના સમર્થનમાં અને આહીર રેજીમેન્ટની માંગણી સંદર્ભે કચ્છ સહિતના વિવિધ જિલ્લા-શહેરોમાં ‘આહીર સ્વાભિમાન રેલી’નું આયોજન કરવામાં આવ્યું છે. પોતાની માંગણી સંદર્ભે દેશના 26 કરોડ યાદવોને ચોથી ફેબ્રુઆરીના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે કૂચ એલાન અપાયું છે. પોસ્ટકાર્ડ ટૂ પીએમ અભિયાન અંતર્ગત કચ્છભરના ગામોમાં સમસ્ત આહીર સમાજ દ્વારા પીએમને પોસ્ટકાર્ડ લખી પોસ્ટ કરાઈ રહ્યાં છે.

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group : maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
(Lady Instructor
for Lady Student)
મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર
,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર :
20 રૂપિયામાં
20 લીટર
Comments
Post a Comment