છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં નવરાત્રીના વેકેશનને લઇને ચાલી રહેલ ચર્ચાઓનો આવી અંત આવ્યો.. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંએ પત્રકાર પરિષદને સંબોધી નવરાત્રીના વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 10 થી 17 ઓક્ટોબર નવરાત્રી વેકેશન ત્યારે 5થી 18 નવેમ્બર સુધી એટલે કે, 14 દિવસનું દિવાળી વેકેશન રહેશે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં જાહેર કરાયેલ નવરાત્રીના વેકેશનને લઈ શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ થયો છે. ઠેરઠેર શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિરોધ પણ નોધાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. નવરાત્રીનું વેકેશન તા.10 થી 17 ઓક્ટોબર દરમિયાન સાત દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 1 જૂનથી 31 મે સુધીનુ શૈક્ષણિક વર્ષ હોય છે. આ વખતે ઉનાળુ વેકેશન મોડુ ખુલતા 11 જૂનથી શરૃ થયેલ શૈક્ષણિક વર્ષમાં 116 દિવસનું પ્રથમ સત્ર અને બીજુ સત્ર 131 દિવસનું રાખવામાં આવ્યુ છે. જેમાં 5 નવેમ્બરથી 21 દિવસનુ દિવાળી વેકેશન આપવામાં આવેલુ છે. જેથી દિવાળી વેકેશનના 5 દિવસ પહેલા અને પછીના ૫ દિવસમાં વિદ્યાર્થીઓની સ્કૂલોમાં હાજરી ઓછી વર્તાતી હોય છે. જેથી ૫ દિવસ વહેલા પરીક્ષા પૂર્ણ કરવાના આયોજન અન્વયે 1...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ