આજરોજ એલ.સી.બી. સ્ટાફ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગમાં રહેલ એક ટીમ ફરતા ફરતા ભીડનાકા પાસે આવતા ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, સંદિપ દયાલજી ઠકકર, રહે.રધુવંશીનગર, ભાનુશાલી નગર પાછળ, ભુજ વાળો તથા તેના બે માણસો ઇંગ્લીદારૂનો જથ્થો લઇને રેલ્વે સ્ટેશનથી ન્યુ સલમાન ટી હાઉસ તરફ પગે ચાલી જાય છે. જેથી તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યા ન્યુ સલમાન ટી હાઉસ પાસે ઉપરોકત બાતમી હકીકત વાળા ઇસમો શંકાસ્પદ હાલતમાં હાથમાં થેલા લઇ આવતા હોય જેઓને રોકી પુછપરછ કરતા નં. (૧) સંદિપ દયાલજી ઠકકર, રહે. રધુવંશીનગર, ભાનુશાલીનગર પાછળ, ભુજ નં. (ર) જીતુકુમાર રામદિન અહીવર, રહે. હાલે રધુવંશીનગર, મહાકાળી મંદિરની બાજુમાં ભુજ, મુળ રહે.-ગામ ગડુકા, તા.મોઠ, જિ.ઝાંસી, (યુ.પી.) વાળો તથા નં. (૩) મુકેશ શાંતિલાલ ઠકકર, રહે.રધુવંશીનગર, મહાકાલી મંદિરની બાજુમાં, ભુજ વાળો હોવાનું જણાવેલ તેમજ તેઓની પાસે રહેલ થેલાઓમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૩ર, કિંમત રૂા.૪૬,૨૦૦/- મળી આવેલ તેમજ મોબાઇલ ફોન નંગ-ર, કિ.રૂા.૧૦૦૦/- એમ કુલ્લે રૂા.૪૭,૨૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. તેમ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ