🖋 આખરે કચ્છીમાડુની ધીરજે આપ્યો જવાબ : પાસ હોલ્ડરનાં ત્રાસ સામે આખી ટ્રેન ખાલી કરી વિરોધ કર્યો. (કચ્છી માડું નો રોષ, ટ્રેનથી નીચે ઉતરી કર્યો વિરોધ ) ભુજથી બાંદરા જતી કચ્છ એક્સપ્રેસમાં આજે સવારે આઠ વાગ્યાના અરસામાં પાસ હોલ્ડરો અને પેસેન્જરો વચ્ચે ડખો થતાં ટ્રેન દોઢથી બે કલાક મોડી પડી હતી. છેલ્લાં ઘણાં સમયથી કચ્છ એક્સપ્રેસ નાં પ્રવાસીઓની રાડ હતી કે ટ્રેનમાં પાસ ધારકો દાદાગીરી કરી સવાર પ્રવાસીઓને ઉઠાડી પોતે બેસી જાય છે , વડીલો સાથે ગેરવર્તન કરવું એ રોજીની બીના બની ગઈ હતી , ( પ્રવાસીઓમાં કેવો છે આક્રોશ , જુઓ વિડિઓ ) પણ આજે તો પાસ હોલ્ડરોએ તો હદ કરી નાંખી, ટ્રેનમાં સવાર છોકરીને સાથે ગેરવર્તન કર્યું , પણ આજે કચ્છી માડુ સહન કરવાના મૂડ માં નહોતા , આજે કચ્છીઓનો પારો ઉપર ચડી ગયો અને તમામ પ્રવાસીઓ ટ્રેન નીચે ઉતરી ગયા. ( રેલવે તંત્ર દ્વારા બાહેંધરી આપવામાં આવી કે પાસ ધારકો ને લઈને રેલવે તંત્ર યોગ્ય નિર્ણય લેશે ) ભુજ થી મુંબઇ અને મુંબઇ થી ભુજ આવતી ટ્રેન કચ્છ અને મુંબઇ વચ્ચે જીવાદોરી અને ધોરી નસ સમાન છે , સામે રેલવેને પણ આ ટ્રેન વ્યવહાર ને લઈને તગડો ધંધો પણ મળી ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ