🖋 આખરે કચ્છીમાડુની ધીરજે આપ્યો જવાબ : પાસ હોલ્ડરનાં ત્રાસ સામે આખી ટ્રેન ખાલી કરી વિરોધ કર્યો.
![]() |
(કચ્છીમાડું નો રોષ, ટ્રેનથી નીચે ઉતરી કર્યો વિરોધ) |
ભુજથી બાંદરા જતી કચ્છ એક્સપ્રેસમાં આજે સવારે આઠ વાગ્યાના અરસામાં પાસ હોલ્ડરો અને પેસેન્જરો વચ્ચે ડખો થતાં ટ્રેન દોઢથી બે કલાક મોડી પડી હતી.
છેલ્લાં ઘણાં સમયથી કચ્છ એક્સપ્રેસ નાં પ્રવાસીઓની રાડ હતી કે ટ્રેનમાં પાસ ધારકો દાદાગીરી કરી સવાર પ્રવાસીઓને ઉઠાડી પોતે બેસી જાય છે , વડીલો સાથે ગેરવર્તન કરવું એ રોજીની બીના બની ગઈ હતી ,
(પ્રવાસીઓમાં કેવો છે આક્રોશ , જુઓ વિડિઓ)
પણ આજે તો પાસ હોલ્ડરોએ તો હદ કરી નાંખી, ટ્રેનમાં સવાર છોકરીને સાથે ગેરવર્તન કર્યું , પણ આજે કચ્છી માડુ સહન કરવાના મૂડ માં નહોતા , આજે કચ્છીઓનો પારો ઉપર ચડી ગયો અને તમામ પ્રવાસીઓ ટ્રેન નીચે ઉતરી ગયા.
![]() |
(રેલવે તંત્ર દ્વારા બાહેંધરી આપવામાં આવી કે પાસ ધારકો ને લઈને રેલવે તંત્ર યોગ્ય નિર્ણય લેશે ) |
ભુજ થી મુંબઇ અને મુંબઇ થી ભુજ આવતી ટ્રેન કચ્છ અને મુંબઇ વચ્ચે જીવાદોરી અને ધોરી નસ સમાન છે , સામે રેલવેને પણ આ ટ્રેન વ્યવહાર ને લઈને તગડો ધંધો પણ મળી રહ્યો છે , ટ્રેન આ રૂટમાં સારું કમાય છે, પણ અવારનવાર ની આવી પાસ ધારકોની દાદાગીરીથી પ્રવાસીઓ કંટાળી ગયા હતા, અમુક પ્રવાસીઓ આ કંટાળાથી બસ અથવા પ્રાઇવેટ વાહન થી પણ મુસાફરી કરવા લાગી ગયા હતા ,
(દાદાગીરી નહીં ચલેગી નાં નારા સાથે પ્રવાસીઓ રેલવે પાટા ઉપર , જુઓ વિડિઓ)
પણ સામે રેલવે તંત્ર આ મુદ્દે ચૂપકીદી સેવી હતી , જાણવા મળતી વિગતો મુજબ પાસ ધારકો ને લઈને ટીટી અને અન્ય રેલવે કર્મચારીઓ ને સઈદની મીઠી આવક પણ મળી રહે છે , પરિણામે કોઈ નક્કર પગલાં લેવાતાં નહતા ,
પણ આજે પ્રવાસીઓ એ જ ગાંધીગિરી કરી ટ્રેન નીચે ઊતરી ને વિરોધ કર્યો,
આજે ભુજથી જતી કચ્છ એક્સપ્રેસમાં વહેલી પરોઢે વડોદરા-સુરત-વાપીથી અલગ અલગ પાસ હોલ્ડરો ટ્રેઈનના S 2 કૉચમાં દાદાગીરીપૂર્વક ચઢી ગયાં હતા. પાસ હોલ્ડરોએ અનેક રીઝર્વ્ડ બેઠક પર હંમેશની જેમ કબ્જો જમાવી દીધો હતો. તો કેટલાંક ટ્રેઈનના વૉશરૂમ-ટોઈલેટ પાસે અડ્ડો જમાવીને મસ્તી કરતાં હતાં , તે દરમિયાન એક મહિલા પેસેન્જરે વૉશરૂમ જવા માટે પાસ હોલ્ડર ને દૂર હટી જવા વિનંતી કરતાં ડખ્ખો થયો હતો. જેમાં કોઈકે મહિલા સાથે ઝપાઝપી કરતાં મામલો બીચક્યો હતો.
![]() |
(Advertisement) |
હંમેશની જેમ પાસ હોલ્ડરોએ આજે પણ દાદાગીરી કરતાં રીઝર્વ્ડ કોચના પેસેન્જરોએ રેલવે પોલીસ અને ટીટીને બોલાવ્યાં હતા. જો કે, પાસ હોલ્ડરોની કાયમી દાદાગીરીથી વાકેફ પોલીસ અને ટીટીએ પણ કોઈ પગલાં ના લેતાં પેસેન્જરોમાં રોષ વ્યાપી ગયો હતો. બંને જૂથ વચ્ચેની બોલાચાલીએ જોતજોતામાં ઝપાઝપી અને મારામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દરમિયાન, કોઈક પેસેન્જરે બોઈસર પાસે ચેઈન પુલિંગ કરી ટ્રેઈનને થોભાવી હતી. ટ્રેઈનના ચાર કૉચ પ્લેટફોર્મ પર અને બાકીના કૉચ પ્લેટફોર્મ પર ઉભા રહ્યા હતા. કચ્છી પેસેન્જરોએ પાસ હોલ્ડરોની દાદાગીરી નહીં ચલાવી લેવાય તેમ જણાવી જ્યાં સુધી મહિલા સાથે ગેરવર્તાવ કરનારાં પાસ હોલ્ડરો વિરૂધ્ધ કાર્યવાહી ના કરાય અને ટ્રેઈનમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ના મુકાય ત્યાં સુધી ટ્રેન આગળ નહીં જવા દેવાની ચીમકી આપતાં રેલવે પ્રશાસન દોડતું થઈ ગયું હતું.
![]() |
(Advertisement) |
પ્રવાસીઓએ ગેરવર્તાવ કરનારાં શખ્સને સારી પેઠે મેથીપાક આપ્યો હતો. પાસ હોલ્ડરોની દાદાગીરી સામે અન્ય કૉચના પેસેન્જરો પણ રોષભેર બહાર આવી જતાં વાતાવરણ ગરમાયું હતું. આખરે દોઢ-બે કલાકના ડખ્ખા બાદ બોઈસરથી જીઆરપી અને આરપીએફ ના જવાનો ટ્રેઈનમાં ચઢીને ટ્રેઈનને રવાના કરાવી હતી. બાદમાં પાલઘર પાસે એક પુરૂષ અને મહિલા પાસ ધારકોને ઉતારી લઈ ગઈ હતી. આ ડખ્ખામાં કચ્છ એક્સપ્રેસ ઉપરાંત દુરન્તો, કર્ણાવતી એક્સપ્રેસ, દહાણુ-વિરાર સહિતની ઉપનગરની અન્ય અનેક ટ્રેઈન પણ વીસથી પચ્ચીસ મિનિટ સુધી મોડી થઈ હતી .
(કચ્છીમાડું નો પારો ઊંચે , પ્રવસીઓ બધા ટ્રેન નીચે -જુઓ વિડિઓ)
આજની ઘટના સંદર્ભે કચ્છ પ્રવાસી સંઘ દ્વારા રેલવેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તા સમક્ષ વધુ એકવાર ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. પરંતુ અત્યારસુધી જે ઘટના બની તેનાં કરતાં આ ઘટના અલગ એ રીતે બની કે એકી સાથે સૌ પ્રવાસીઓએ અવાજ ઉઠાવ્યો અને રેલવે તંત્રને બતાવી દીધું એ અમે કચ્છીઓ સહન કરીયે છીએ , પણ કાયર નથી , જરૂર પડ્યે અન્યાય સામે હુંકાર કરતાં પણ આવડે છે એવું પરોક્ષ રીતે આજની આ ઘટનાથી દેખાડી દીધું છે.
![]() |
(Advertisement) |
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
Saru karyu aa pass dharko ni dada giri din pratidin vadhti jaay che aani mate pagla leva jaroori che
ReplyDelete