Skip to main content

Posts

Showing posts from June 30, 2018

માંડવીના રૂકમાવતી નદી પર ના પુલ ને મળી લીલી જંડી : ધારાસભ્યની મહેનત ફળી..

ઘણા સમય થી વન સંતોષયેલી માંગ હતી કે માંડવી શહેરમાં આવેલી રૂકમાવતી નદી પર ના પુલ ની કામગીરી થાય. પરંતુ ઘણા સમય થી કા તો રજૂઆત નો અભાવ કા તો બીજા કોઈ કારણોસર આ પુલ ની કામગીરી થઈ જ નહોતી. હવે માંડવી શહેર નો નવો પુલ બનાવવાની વર્ષો ની માંગણી ને ધારાસભ્ય વિરેન્દ્રસિંહજ જાડેજા ની રજુઆત ને દયાને રાખી મંજૂરી આપી છે અને પુલ બનાવવા ની મંજૂરી પણ મળી ગઈ ચ્હે, સાથે સાથે તાત્કાલિક જોબ નંબર પણ ફાળવવામાં આવ્યો છે. અહેવાલ અને તસ્વીર - પરેશ જોશી માંડવી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

કોડકીની લાલજી લક્ષ્મણ હિરાણી વિદ્યા મંદિરમાં દલિત બાળકોને પ્રવેશની મનાઇ, નોંધાઇ ફરિયાદ..

કોડકી ગામમાં ટ્રસ્ટ સંચાલિત લાલજી લક્ષ્મણ હિરાણી વિદ્યા મંદિરમાં અનુ.જાતિના બાળકોને પ્રવેશ નહીં આપવાની ફરિયાદ થઇ છે. ફરિયાદ પ્રમાણે કેટલાક અનુ.જાતિના વાલીઓ સ્કૂલમાં લોઅર કેજી અને ધોરણ 1માં પ્રવેશ માટે ગયા હતા, પરંતુ અહીં માત્ર લેઉઆ પટેલ જ્ઞાતિના જ લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે, આથી તમને પ્રવેશ નહીં આપવામાં આવે તેમ કહી કાઢી મૂકવામાં આવ્યા હતા. લાલજી હિરાણી શાળાએ દલિતોના સંતાનોને એડમીશન ના આપતાં ના છૂટકે ગામથી 6 કિલોમીટર દૂર માનકુવા ખાતે પોતાના બાળકોને શિક્ષણ મેળવવા માટે મોકલવા પડે છે.સમગ્ર મુદ્દે પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે ફરિયાદ આવી હતી. જે બાદ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારાઈ હતી, જો કે નોટિસ બાદ પણ સ્કૂલને અવળચંડાઇને ધ્યાને રાખી ડીપીઈઓએ 5 સભ્યોની તપાસ સમિતિ રચી હતી. અને સમિતિના રિપોર્ટ આધારે વધુ કાર્યવાહી હાથ ધરાશે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260

રાપરમાં એક અપરણિત યુવક પરિણીતાને લઈને ફરાર:સમગ્ર બનાવ રાપર પોલીસ સ્ટેશને પોહચી ગયો હતો.

રાપર શહેરમાં એક અપરણિત બાવાજી યુવક એક પટેલ પરિણીતાને ભગાડીને લઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર થોડા સમય પેહલા એક તીર્થ ધામની યાત્રા દરમિયાન બાવાજી યુવક સાથે તેની આંખો મળી જતાં બંનેની પ્રેમકહાની શરૂ થઈ ગઈ હતી અને આ યુવતી પોતાના પિયરમાં રાપરના મોટા વાસ ખાતે રિસામણે આવી ગઈ હતી  આ યુવાન તેની પાડોસમાં રહેતો હોઈ અને બંનેએ સાથે ભાગી જવાનું નક્કી કર્યું હતું.જેથી આ યુવતી અને આ યુવકના બંને પરિવારો વચ્ચે આ બાબતે વિવાદ સર્જાયો હતો અને આ સમગ્ર બનાવ રાપર પોલીસ સ્ટેશને પોહચી ગયો હતો. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ :  125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા:  દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,  ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર  મા ડ્રિંકિંગ વોટર:  15 રૂપિયામાં 20 લીટર

ભુજપુરમાં પ્રસુતાની સારવાર માટે રાત્રે દવાખાનાનો દરવાજો ન ખોલાયો.

ભુજપુરની સરકારી હોસ્પિટલમાં કામચોરી કરવામાં આવતી હોય તેવી બુમ ઉઠી છે. તાજેતરમાં અડધી રાત્રે પ્રસવપીડામાં તડપતી મહિલાને લઈને પહોંચેલા પરીવારજનોએ લાંબો સમય સુધી દવાખાનાના દરવાજા ખખડાવ્યા છતાં નિંભરો બારણા ખોલવાની તસ્દી ન લેતા પીડાજનક હાલતમાં મહિલાને મુંદરા લઈ જવાની ફરજ પડી હતી. આ અંગે જીલ્લા આરોગ્ય અધિકારીને ફરીયાદ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, મોટી ભુજપુરમાં અગાઉથી નામ નોંધણી કરાવી હતી. આમછતાં સારવાર આપવી ન પડે તે માટે અડધી રાત્રે ડિલીવરી કરવા પહોંચતા હોસ્પિટલના સ્ટાફે દરવાજો ખોલ્યો ન હતો. જેથી મહિલાને જોખમી હાલતમાં મુંદરા લઈ જવી પડી હતી. અધુરામાં પુરૃ બીજા દિવસે પુછપરછ કરતા સ્ટાફ સભ્યોએ અમારી ફરજ સાંજે ૬ કલાકે પુરી થઈ જાય છે, રાત્રે ડિલીવરી કરવા અમે બંધાયેલા નથી. તેવો જવાબ આપ્યો હતો. આ સરકારી હોસ્પિટલમાં ગેલડા,નાની ભુજપુર,મોટી ભુજપુર, નવીનાળ, રામાણીયા, દેશલપુર, જબલ પુર, મોટી ખાખર, બેરાજા, ડેપા, પ્રતાપપુર, બોરાણા તેમજ વિવિધ ગામોમાંથી સર્ગભા તથા દર્દીઓ સારવાર મેળવવા આવતા હોય છે. ત્યારે દિવસે અને રાત્રે કયા સ્ટાફની ફરજ છે ? તેવું બોર્ડ લોકોને જાણ થઈ શકે ત

સેટેલાઈટ દુષ્કર્મમાં યામિનીની ધરપકડ, ૩ આરોપીની અટક.

સેટેલાઇટ સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે ક્રાઇમ બ્રાંચે રાજકોટ એરપોર્ટ પરથી આરોપી યામિની નાયરની ધરપકડ કરી હતી. યામિની રાજકોટથી દિલ્હી ભાગી જવાની તૈયારી કરી હતી જ્યાં ક્રાઇમ બ્રાંચે તેને એરપોર્ટ પરથી ઝડપી પાડી હતી. બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આજે વધુ ત્રણ આરોપીની અટક કરી છે જેમાં એક મહિલા પણ સામેલ હોવાનું જાણવા મળે છે. પોલીસે આજે દુષ્કર્મમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પીયો કાર જપ્ત કરી હતી. તમામ આરોપીને ઝડપી લેવા તપાસને વધુ સઘન બનાવી છે. સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી ગૌરવ દાલમીયા અને તેના પિતરાઇઓ અને તેના મિત્રોએ જ યુવતીને સોશિયલ મીડિયામાં બ્લેક મેઇલિંગ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાનું બહાર આવ્યું છે. પોલીસે આજે ભોગ બનનાર યુવતીની ચાર કલાક સુધી કરેલી પુછપરછમાં એવો પર્દાફાશ થયો છે કે છેલ્લા ૧૦ દિવસથી પ્રેમિકા અને તેના પ્રેમી વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા. પ્રેમી ગૌરવ અને પીડિત યુવતીને લગ્ન કરવાની વાત થઇ હતી પરંતુ ગૌરવના પિતાએ લગ્નની ના પાડતાં મામલો અગૂંચવાયો હતો. છેલ્લા બે દિવસથી ઝઘડાએ મોટુ સ્વરુપ ધારણ કર્યુ હતુ. જેમાં ગૌરવની ઘણી બધી હકીકતોની પીડિતાને જાણ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, સેટેલાઇટ

આડેસર ચેકપોસ્ટ પરથી કલતખાને લઈ જવાતા પશુઓને બચાવાયા..

આડેસર ચેકપોસ્ટ પરથી લાંબા સમયબાદ પોલીસે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા હતા. પોલીસે ટ્રેકમાંથી ૧૧ ભેંસો અને એક પાડાને બચાવી ચાલક સામે ગુન્હો નોંધ્યો હતો. જોકે ચાલક ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે આડેસર ચેકપોસ્ટ પરથી પોલીસે ટ્રક નં. જીજે ૧૨ એડબ્લ્યુ ૦૮૩૪ને રોક્યો હતો. જોકે ચાલક ટ્રકમુકીને ભાગી ગયો હતો. ટ્રકમાં ત્રાસદાયક રીતે ૧૧ ભેંસો અને એક પાડાને બાંધવામાં આવ્યા હતા. આ પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હતા. પોલીસે ટ્રક કબ્જે કરી ચાલક સામે ગુન્હો નોંધ્યો હતો. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15