ગુજરાતમાં ફરીવાર પાટીદારોએ અનામતની માંગ સાથે શહીદયાત્રાનો પ્રારંભ કર્યો છે. હાર્દિક પટેલે આગામી ૨૫ ઓગષ્ટથી આમરણાંત ભૂખ હડતાળ પર ઉતરવા એલાન કર્યુ છે, જેના પગલે સરકારે આ સમગ્ર લડત અટકાવવા કાયદાકીય સલાહ લીધી છે. હાર્દિક જો ભૂખ હડતાળ પર ઉતરશે તો, ૩૦૯ મુજબ ગુનો નોંધી જેલ થઈ શકે છે.. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદારો ફરી એકવાર ભાજપ સામે પડયાં છે. અનામત આપો તેવી માંગને બુલંદ બનાવતા ભાજપ સરકારની મુશ્કેલી વધી છે. એક તરફ, ઉંઝાથી પાટીદારોની શરુ થયેલી શહીદયાત્રા અમદાવાદ આવી પહોંચી છે. યાત્રામાં પાટીદારોની જનમેદની ઉમટી રહી છે. દરમિયાન, હાર્દિકે એવી જાહેરાત કરી છે કે,મારો જીવ ભલે જાય, સરકારે અનામત આપવી કે કેમ તેનો નિર્ણય જાહેર કરવો જ પડશે. સમાજ માટે લડીશુ અને જીતીશું. હાર્દિક પટેલ ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે તેવી ભીતિને પગલે ભાજપ સરકારે કેન્દ્રીય મોવડીમંડળનુ ય માર્ગદર્શન મેળવ્યુ હોવાની ચર્ચા છે. આ ઉપરાંત જો હાર્દિક પટેલ ભૂખ હડતાળ પર ઉતરે તો, ૩૦૯ મુજબ ગુનો નોંધવામાં આવશે. આત્મહત્યાનો પ્રયાસ ગણાવી હાર્દિકની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૩૦૯ કલમ હેઠળ આરોપીને એક વર્ષ સુધીની જે...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ