Skip to main content

Posts

Showing posts from September 17, 2018

ભુજની આરટીઓ કચેરી પાસે થી મળી આવ્યૂ નવજાત શિશુ..

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર ભુજની આરટીઓ કચેરી પાસેથી ઝાડીઑ માથી નવજાત શિશુ મળી આવ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને બાળકને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.  નજરે જોનારા ના કહેવા મુજબ આ શિશુ અહી બે દિવસ થી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોઈ માતા એ પોતાનું પાપ છુપાવવા માટે આ રાક્ષસી કૃત્ય કર્યું હોય તેવું ચોક્કસ થી જણાઈ આવે છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે.. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 20 રૂપિયામાં 20 લીટર

ક્ચ્છમાં પણ સ્વાઈન ફ્લૂએ કર્યો પગપેસારો, એક કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ..

ગુજરાતના અનેક જીલ્લાઓમાં હાલ સ્વાઇનફ્લુના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે હવે સ્વાઇનફ્લની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. આદિપુરના એક વૃધ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવતા આજે કચ્છમાં ચાલુ સીઝનનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગના ડોક્ટર અરૂણકુમાર કુર્મીએ આપેલી માહિતી મુજબ આદિપુરના વૃધ્ધનો રીપોર્ટ પોઝીટવ આવ્યો છે અને હાલ તે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જો કે ચાલુ વર્ષે આ પહેલા જાન્યુઆરી મહિના બાદ પણ સ્વાઇનફ્લુના કેસો સામે આવ્યા છે જેની વિગત આપતા આરોગ્ય વિભાગે જણાવ્યુ હતુ કે 2018માં અત્યાર સુધી કુલ ચાર કેસો પોઝીટીવ આવ્યા છે જેમાં એકનુ મૃત્યુ થયુ છે. જો કે હાલ જ્યારે રાજ્યમાં વિવિધ જગ્યાએ કેસો પોઝીટીવ આવી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે અને ખાનગી હોસ્પિટલ સહિત શંકાસ્પદ લાગતા કેસોના પરિક્ષણ સહિત તમામ પ્રિકોશનના પગલા લેવા માટે આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsa

ભુજ માંથી બે જગ્યાએ થી દબાણ દૂર કરાયું અને પછી શું થયું તે જાણો..

ભુજના પ્રાંત અધિકારી આર.જે. જાડેજાના નેતૃત્વ હેઠળ આજે ભુજ ખાતેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. સવારે ભીડ નાકા વિસ્તારમાં સર્વે નંબર ૫૨૪ની સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર ચણી દેવાયેલું પાકું મકાન જેસીબી વડે તોડી પડાયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મોહમ્મદ ફકીર નાગોરી નામના શખ્સ દ્વારા આ જમીન પર ગેરકાયદે દબાણ કરાયું હતું જેની અંદર તેણે પાકા રસ્તા પણ બનાવી દીધા હતા અને ચોતરફ કંપાઉન્ડ વૉલ ચણી દીધી હતી. જે તંત્રએ તોડી પાડી છે. આ દબાણ તોડી પાડ્યા બાદ તંત્રએ ભુજની ભાગોળે ત્રિમંદિર સામે નરનારાયણનગર સોસાયટીમાં ભાડા હસ્તકની સરકારી જમીન પર બનાવી દેવાયેલાં વાડા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં અહીં દબાણકારોએ ગાય-ભેંસોને બાંધવા ઢોરવાડા બનાવી ચોતરફ કોટ બનાવી દીધા હતા જેને પણ પ્રાંત અધિકારીની ટીમ દ્વારા તોડી પાડવામાં આવેલ હતું. બંને જગ્યાએ કુલ મળીને દબાણગ્રસ્ત 25 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. દબાણ હટાવ ઝુંબેશ સમયે કોઈ અનિચ્છનિય બનવા ને નિવારવા માટે ભુજ એ ડિવિઝન અને બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર સહિત 30 પોલીસ જવાનોનો કાફલો પણ તૈનાત કરી દેવાયો હતો. આગામી દિવસોમાં આ કાર્યવ