Skip to main content

Posts

Showing posts from April 8, 2018

જાણો 27 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી અમૂલના ચેરેમેન કોણ બન્યા?

આણંદ ખાતે આવેલી એશિયાનું સૌથી મોટું મિલ્ક નેટવર્ક ધરાવતી ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન(અમૂલ)ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીનાં ગઢમાં ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે.  વિગતો મુજબ અમૂલના ચેરમેનપદે ફરી એક વાર રામસિંહ પરમારની વરણી કરવામાં આવી હતી અને વાઈસ ચેરમેન પદે જેઠા ભરવાડને ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ચૂંટણીમાં 18 ડેરીનાં વિવિધ સંગઠનોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પહેલા ડેરી સંઘના પ્રમુખોની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઈશ્વર પટેલ વગેરે હાજર રહ્યા હતા. પાછલા કેટલાક દિવસોથી માજી મંત્રી શંકર ચૌધરીનું નામ ચેરમેનપદે ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ રામસિંહ પરમાર ચૂંટાઈ આવતા તમામ અટકળો અને ચર્ચાઓનો અંત આવ્યો હતો. 2014થી ચેરમેનપદે જેઠા ભરવાડ ચૂંટાતા આવ્યા છે. વિપુલ ચૌધરીની ટર્મ બાદ જેઠા ભરવાડ ચેરમેન બન્યા હતા. અમૂલનું વાર્ષિક ટર્ન ઓવર વર્ષે 27 હજાર કરોડ રૂપિયાનું થવા જાય છે. અમૂલની ગણના એશિયાની સૌથી મોટી ડેરી તરીકે કરવામાં આવે છે. રામસિંહ પરમારે થોડા મહિના પહેલા જ કોંગ્રેસને રામ-રામ કરી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. ભાજપે રામસિંહને ઠ